August 10, 2026
ઈન્ટરનેશનલ

કપડાં વગર ડિનર કરવા હજારો રૂપિયા ખર્ચે છે લોકો! અમેરિકાની આ રેસ્ટોરાનો ક્રેઝ જોઈને દંગ રહી જશો!

Spread the love

ફ્લોરિડામાં આવેલા C.L.A.S.S. સોયરે સ્ટેકહાઉસનો અનોખો કન્સેપ્ટ: જાણો ટિકિટનો દર, હાઇજીન રૂલ્સ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે કોઈ રેસ્ટોરન્ટમાં ડિનર કરવા પહોંચો અને તમારી આસપાસ બેઠેલા 20 જેટલા લોકો એક પણ કપડું પહેર્યા વગર ખાવાનું ખાઈ રહ્યા હોય? સાંભળવામાં આ ભલે થોડું વિચિત્ર લાગે, પરંતુ અમેરિકાના ફ્લોરિડામાં આવું ‘ન્યૂડ ડિનર’ ખરેખર યોજાય છે. અહીં લોકો કોઈ ખાસ ડ્રેસ કોડ સાથે નહીં, પરંતુ વિશિષ્ટ ડાઈનિંગ એક્સપિરિયન્સ માટે પહોંચે છે. આ અનોખા અનુભવ માટે લોકો હજારો રૂપિયા ખર્ચવા પણ તૈયાર રહે છે.

કઈ રેસ્ટોરામાં યોજાય છે આ ખાસ ડિનર?
અમેરિકાના ફ્લોરિડા રાજ્યના હૉલિવૂડ (Hollywood, Florida) ખાતે આવેલું ‘C.L.A.S.S. Soiree Steakhouse’ નામનું રેસ્ટોરન્ટ દર મહિનાના પ્રથમ સોમવારે આ ખાસ ડિનરનું આયોજન કરે છે. આ દરમિયાન આશરે ૧૫ થી ૨૦ મહેમાનો સામેલ થાય છે. તેને ‘ક્લોથિંગ-ઓપ્શનલ ડાઈનિંગ’ તરીકે રજૂ કરવામાં આવે છે.

કેવી હોય છે આ ડિનરની પ્રક્રિયા અને હાઈજીન?
શરૂઆતમાં રોબ (Robe) અપાય છે: રેસ્ટોરન્ટમાં પહોંચ્યા બાદ મહેમાનોને કપડાં બદલવા માટે ખાસ રોબ આપવામાં આવે છે. કોઈના પર શરૂઆતથી જ સંપૂર્ણ કપડાં ઉતારવાનું દબાણ હોતું નથી. લોકો પોતાની અનુકૂળતા મુજબ ધીમે ધીમે આ એક્સપિરિયન્સમાં જોડાય છે.
હાઈજીન અને પ્રાઈવસી: સ્વચ્છતા (Hygiene) અને પ્રાઈવસીનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. દરેક મહેમાનને સોફ્ટ ટુવાલ અને સીટ કવર આપવામાં આવે છે. રેસ્ટોરન્ટના મુખ્ય દરવાજા બંધ રખાય છે અને બારીઓને કવર કરવામાં આવે છે.
સ્ટાફ પૂરા કપડાંમાં હોય છે: માત્ર મહેમાનો જ ક્લોથિંગ-ઓપ્શનલ હોય છે, જ્યારે રેસ્ટોરન્ટનો તમામ સ્ટાફ પૂરા યુનિફોર્મ અને કપડાંમાં રહે છે. સ્ટાફને પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે.

શા માટે શરૂ કરવામાં આવ્યો આ કન્સેપ્ટ?
રેસ્ટોરન્ટના શેફ અને માલિક મુરાદ અલી (Maurad Ali) ના જણાવ્યા અનુસાર, આવા યુનિક એક્સપિરિયન્સ માટે માર્કેટમાં મોટો વર્ગ ઉપલબ્ધ છે. આ કોન્સેપ્ટ નેચરિઝમ (Naturism) અને બોડી પોઝિટિવિટી (Body Positivity) સાથે જોડાયેલો છે. આ ડિનરનો મુખ્ય હેતુ લોકોમાં પોતાના શરીર પ્રત્યે સ્વીકાર્યતા (Self-Acceptance) અને બોડી ઈમેજ જેવા વિષયો પર સકારાત્મકતા લાવવાનો છે.

5-કોર્સ મીલ અને ટિકિટનો ખર્ચ
. આ માત્ર કપડાં વગર જમવાનો અનુભવ નથી, પરંતુ મહેમાનોને ખાસ 5-કોર્સ મીલ (5-Course Gourmet Meal) અને શેમ્પેઈન ટોસ્ટ પીરસવામાં આવે છે.
. સિંગલ મહિલાઓ માટે ટિકિટ: $150 (આશરે રૂ. 14,300)
. સિંગલ પુરુષો માટે ટિકિટ: $250 (આશરે રૂ. 23,840)
. કપલ્સ માટે ટિકિટ: $ 300 (આશરે રૂ. 28,575)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!