February 13, 2026
ટોપ ન્યુઝમુંબઈ

લોકલ ટ્રેનમાં દરવાજા પર લટકીને પ્રવાસ કરી રહ્યો હતો યુવક અને અચાનક થયું કંઈક એવું કે…

Spread the love

મુંબઈ: મુંબઈ લોકલ એ મુંબઈગરાની લાઇફલાઇન છે અને દુર્ભાગ્યે છેલ્લાં કેટલાય સમયથી આ જ લોકલ ટ્રેન મુંબઈગરા માટે ડેથલાઈન બની રહી છે. હાલમાં આ જ વાતનો પરિચય આપતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ટ્રેનના દરવાજા પર પ્રવાસ કરી રહેલા યુવકનો હાથ રેલવે ટ્રેકની બાજુમાં આવેલા થાંભલાને સ્પર્શી જાય છે અને પછી જે થાય છે એ ખૂબ જ ભયાનક છે, ચાલો તમને જણાવીએ-

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો મધ્ય રેલવેનો હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, આ વીડિયો કયા સ્ટેશન દરમિયાનનો છે અને ક્યારનો છે એ તો જાણી શકાયું નથી પણ અત્યાર સુધીમાં આ વીડિયો લાખો લોકો જોઈ ચૂક્યા છે.

વીડિયોમાં મધ્ય રેલવેની આ લોકલ ટ્રેનમાં ખુબ જ ભીડ જોવા મળી રહી છે અને આ ભીડને કારણે પ્રવાસીઓ દરવાજા પર લટકી લટકીને પ્રવાસ કરવા મજબૂર બની ગયા હતા. આ જ રીતે દરવાજા પર લટકીને પ્રવાસ કરી રહેલા એક યુવકનો હાથ ટ્રેકની બાજુમાં આવેલા થાંભલા સાથે અથડાઈ જાય છે અને સંતુલન ગુમાવી બેસતા યુવક દોડતી લોકલ ટ્રેનમાંથી નીચે પડી જાય છે.

;

અત્રે ઉલ્લેખનીય છે કે લોકલ ટ્રેનની બાજુમાંથી પસાર થઈ રહેલી ટ્રેનના પ્રવાસીઓએ આ ઘટનાનો વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો. આ વીડિયો જ્યારથી શેર કરવામાં આવ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં આશરે 7 લાખથી વધુ વખત જોવાઈ ચૂકયો છે.

નેટીઝન્સ આ વીડિયો જોઈને જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અમુક યુઝર્સ આ માટે રેલવે પ્રશાસનને જવાબદાર ઠેરવી રહ્યા છે કેટલાક લોકો યુવકની ભૂલ કાઢતા કમેન્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો યુવક થોડો સમય રાહ જોઈ લેત તો, તેને દરવાજા પર લટકીને પ્રવાસ કરવાની શું જરૂર હતી?

ખેર, મુંબઈ લોકલ ટ્રેનોમાં ભીડ એ કોઈ નવી વાત નથી. અવારનવાર મધ્ય રેલવે પર ટ્રેનો 15થી 20 મિનિટ મોડી પડતી જ હોય છે અને એને કારણે રેલવે સ્ટેશન તેમ જ લોકલ ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!