February 14, 2026
ટોપ ન્યુઝમુંબઈ

આવતીકાલે થાણેમાં શાળાઓ રજા, આગામી 24 કલાક મુશળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

Spread the love

મુંબઈ: હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે મુંબઈ, મુંબઈ ઉપનગર તેમ જ થાણેમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને પગલે પાલિકા દ્વારા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને ધ્યાનમાં લઈને પ્રશાસન દ્વારા નાગરિકોને સતર્ક રહેવાનો અને જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવાની અપીલ પણ કરવામાં આવી છે. દરમિયાન થાણેમાં મુશળધાર વરસાદને પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

થાણે મહાનગર પાલિકા દ્વારા આ બાબતે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે જેમાં પહેલાં ધોરણથી બારમા ધોરણ સુધીની તમામ માધ્યમોની શાળાઓને રજા આપી દેવામાં આવી છે.

મળી રહેલી માહિતી પ્રમાણે હવામાન ખાતાએ વિભાગ દ્વારા થાણે માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જ બાબતને ધ્યાનમાં લઈને થાણે મહાનગર પાલિકા દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

ગુરૂવારની વાત કરીએ તો ગુરૂવારના દિવસે મુંબઈ સહિત રાજ્યભરમાં મુશળધાર વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનવ્યવહાર ખોરવાતા પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જ્યારે નીચણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!