Birthday પર હોમ મિનિસ્ટરે આપ્યું Dy. CM Ajit Pawarને ગુલાબ અને…
મુંબઈ: આજે 22મી જુલાઈ એટલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનો જન્મદિવસ (Dy. CM Ajit Pawar Birthday). હંમેશા પોતાના આક્રમક મિજાજને કારણે એક ઉમદા રાજકારણી તરીકે ઉભરી આવેલા અજિતદાદાને સોશિયલ મીડિયા પર રાજકીય અને મિત્રવર્તુળના લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે અજિત પવારનું ધ્યાન તેમને પાઠવવામાં આવેલી એક ખાસ શુભેચ્છા પર પડ્યું છે અને એટલું જ નહીં પણ આ શુભેચ્છાએ દાદાનું ધ્યાન જ નહીં પરંતુ દિલ પણ ચોરી લીધું છે. આવો જોઈએ શું ખાસ છે આ શુભેચ્છામાં જેને કારણે અજિતદાદા જેવા અજિતદાદા હસી પડ્યા હતા અને શરમાઈ ગયા હતા-
વાત જાણે એમ છે કે અજિતદાદાએ ખુદ આ શુભેચ્છક સાથેનો ફોટો શેર કર્યો છે અને એની સાથે એટલી જ પ્રેમાળ નોટ પણ લખી છે. આ શુભેચ્છક બીજું કોઈ નહીં પણ અજિત પવારના પત્ની ઉર્ફે એમના હોમ મિનિસ્ટર સુનેત્રા પવાર છે. અજિત પવારને સુનેત્રા પવારે ગુલાબ આપીને શુભેચ્છા પાઠવી હતી. દાદાએ આ ફોટો શેર કરીને લખ્યું હતું કે જ્યારે હું આખા રાજ્યને ચલાવી રહ્યો છું ત્યારે મારી અર્ધાંગિની સુનેત્રા પવાર મારી સાથે ખભેખભા મિલાવીને ઊભી રહે છે અને આજે મારા જન્મદિવસે ગુલાબનું ફૂલ આપીને મને શુભેચ્છા આપી હતી.
View this post on Instagram
શેર કરવામાં આવેલા ફોટોમાં સુનેત્રા પવાર અને અજિત પવાર વચ્ચેની કેમેસ્ટ્રી જોવા મળી થઈ છે. અજિત પવાર પણ ગુલાબનું ફૂલ સ્વીકારતા શરમાઈ ગયા હતા.
આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. નેટીઝન્સ દાદાનું આ અનસીન વર્ઝન જોઈને ચોંકી ઉઠ્યા છે અને કહી રહ્યા છે કે અજિત પવારે એક ઉમદા રાજકારણી તરીકે તો પોતાની અમીટ છાપ લોકોના મન પર છોડી જ છે પણ આ ફોટો જોયા બાદ તેઓ એક ઉમદા પતિ અને વ્યકિતમત્વના માલિક પણ છે એ સાબિત કરી આપ્યું છે.
