આ પાંચ આદતો વ્યક્તિને બનાવી શકે છે કંગાળ, તમે તો આવું કરતા નથી ને…
જીવનમાં આગળ વધવા માટે ખાસ કરીને તમારી આદતો ખાસ કરીને ઘર કરી જાય નહીં તેની તકેદારી રાખો. ટેવ કુટેવ બને ત્યારે મુશ્કેલી સર્જાય છે. ચાણક્યની નીતિમાં પણ કહેવાયું છે કે તમારે આગળ વધવું હોય તો પાંચ આદતોને ત્યાગ કરો તો ચોક્કસ તમારી પ્રગતિ થાય છે. જો તેનો ત્યાગ કરશો નહીં તો તમારી પ્રગતિ જ નહીં, પણ કમાવેલું પણ બધુ રોળાઈ શકે છે. તો ફટાફટ જાણી લો કઈ એવી આદતો છે તમને કંગાળ બનાવી શકે છે.
નીતિ શાસ્ત્ર અને રાજકીય જીવન માટે ઉત્તમ વાતોને ચાણક્યએ પણ સુપેરે જણાવી છે તો તેનું પાલન કરો. સૌથી પહેલી વાત કે સફાઈનો આગ્રહ રાખો. ગંદી રીતે રહેવાનું ટાળો, જે તમારી પ્રગતિને રુંધી શકે છે. તમને બરબાદ પણ કરી શકે છે. ન્હાવા ધોવાથી લઈને ગંદકીવાળું જીવન તમને મુશ્કેલીમાં નોંતરી શકે છે. શક્ય હોય તો તેને ટાળો.
વિચાર્યા વિના ખર્ચ કરવાનું ટાળોઃ તમારી પાસે પૈસા, ધન દોલત હોય પણ કોઈ પણ બાબતમાં વિચાર્યા વિના બિનજરુરી પૈસાનો ખર્ચ કરવાનું ટાળો. પૈસો તો શું છે આજે છે ને કાલે, કદાચ આવતીકાલે રહે નહીં તો પછી ભવિષ્યમાં એ આદત તમને વધુ દુખી બનાવી શકે છે.
સૂર્યાસ્ત પછી સંધ્યાકાળે સૂવાની આદત હોય તો બંધ કરોઃ સૂર્યાસ્તનો સમય સૌથી મહત્ત્વનો માનવામાં આવ્યો છે. એ જ રીતે સંધ્યાકાળ પણ મહત્ત્વની છે. જો આ બંને ટાઈમ સૂવાની આદત હોય તો આજથી ત્યાગ કરો, કારણ કે એ માણસને દ્રરિદ્ર બનાવે છે. એનાથી લક્ષ્મી માતાજીની કૃપા રહેતી નથી.
આળસનો ત્યાગ કરોઃ મનુષ્યની જિંદગીનો સૌથી મોટો દુશ્મન જો હોય તો આળસ છે. ચાણક્યની નીતિમાં પણ કહેવાયું છે કે આળસુ સ્વભાવની વ્યક્તિ વધુ હેરાન થાય છે, જેમાં તેની કામકાજ કરવાની નિયમિતતા પર અસર થાય છે. સફળતાનો સૌથી મોટો દુશ્મન આળસ છે, તેથી તમારા જિંદગીમાં પ્રગતિ ઈચ્છતા હો તો આળસનો ત્યાગ કરો. આળસને કારણે જ તમારા જીવનમાં આવેલી તકોને તમે ગુમાવી શકો છો.
કડવું ના બોલશોઃ સામાન્ય રીતે વ્યક્તિના જિંદગીમાં વ્યવહારું જીવન વધુ સુખી રાખે છે, તેમાંય વળી આજના કળિયુગમાં પ્રેક્ટિકલ રહેવું જરુરી બની છે. તમારા કડવા વહેણ પણ કોઈને ક્યારેક બહુ લાગી આવતા હોય છે, તેનાથી માતાજી લક્ષ્મી પણ તમારાથી નારાજ થાય છે. તેથી શક્ય હોય તો મીઠા વહેણ તમને વધુ વ્હાલા બનાવી શકે છે. વ્હાલાનો અર્થ એ છે કે તમે બિનજરુરી કોઈને મખ્ખન લગાવવાની વાત નથી, પરંતુ તમે દર વખતે નેગેટિવ વિચારધારા તમારા પર એની અસર થઈ શકે છે, તેથી વધુ પડતા નેગેટિવ બનશો નહીં.
