February 19, 2026
ગુજરાતટોપ ન્યુઝમહારાષ્ટ્રમુંબઈ

મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન: મુંબઈનું બુલેટ ટ્રેનનું સ્ટેશન ક્યાં સુધી થશે તૈયાર?

Spread the love

મુંબઈઃ મુંબઈથી અમદાવાદ વચ્ચે કલાકના 350થી 300 કિલોમીટરની ઝડપથી હાઈ સ્પીડ બુલેટ ટ્રેન દોડાવવાની યોજના છે. આ યોજનાને સાકાર કરવા માટે રેલવે પ્રશાસન અને કેન્દ્ર સરકાર પણ યુદ્ધના ધોરણે તબક્કાવાર કામગીરી પાર પાડી રહ્યા છે, જેમાં પહેલા તબક્કામાં ગુજરાતમાં ટ્રેન શરુ થશે. આમ છતાં મૂળ યોજના અનુસાર મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે. મૂળ પ્રોજેક્ટ અન્વયે મુંબઈ બુલેટ ટ્રેનનું પહેલુ સ્ટેશન હશે. મુંબઈમાં બીકેસી ખાતે સ્ટેશન બનાવાશે. બીકેસીમાં અંડરગ્રાઉન્ડ બુલેટ ટ્રેનનું સ્ટેશન હશે તેમ જ ક્યાં સુધીમાં તૈયાર કરવામાં આવશે એ પણ વિગતવાર વાત જાણીએ.


બીકેસીમાં નિર્માણ થનારું બુલેટ ટ્રેનનુ સ્ટેશન અંડરગ્રાઉન્ડ હશે, જે જમીનથી લગભગ 10 માળ નીચે હશે. મૂળ યોજના તો 2022 સુધીમાં તૈયાર કરવાની હતી, પરંતુ વિલંબ પછી હવે 2027માં પાર પાડી શકાશે.
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીના જણાવ્યા મુજબ બીકેસનું સ્ટેશન અંડરગ્રાઉન્ડનું છે. હાલમાં 10 ટકા કામકાજ પૂરું થયું છે, જ્યારે 90 ટકા કામ બાકી છે. તમામ કામ તબક્કાવાર પૂરા કરવાના પ્રાયસ ચાલુ છે, જ્યારે જમીનથી નીચેની લંબાઈ 32 મીટર જેટલી હશે, જે 10 માળની ઇમારત બરાબર કહી શકો. બીકેસીના સ્ટેશનથી લગભગ 10 કોચવાળી 35 ટ્રેનનું સંચાલન કરી શકાશે.
સ્ટેશનના ચાર ફ્લોર હશે, જેમાં પહેલો જમીન પર. એના સિવાય જમીન પરના સ્ટેશન પરથી એન્ટ્રન્સ, સુરક્ષા સહિત સ્ક્રિનિંગવાળો ભાગ હશે. બીજા માળમાં વિવિધ સામગ્રી અને ત્રીજા બેઝમેન્ટમાં ટિકિટ વિન્ડોની સાથે કસ્ટમર કેર સહિત બિઝનેસ લાઉન્ઝ હશે. પ્લેટફોર્મ કૂલ છ ટર્મિનલ હશે.
બુલેટ ટ્રેનનો સાત કિલોમીટરનો વિસ્તાર દરિયાનો છે, જ્યારે બાકી અપર-એલિવેટેડ કોરિડોર હશે. 351 કિલોમીટરનો કોરિડોર ગુજરાત (351 કિલોમીટર અને બાકી મહારાષ્ટ્રમાં 157 કિલોમીટરના કોરિડોરનો ઉપયોગ થશે. મુંબઈમાં સાત કિલોમીટર દરિયામાં અને બાકી 25 કિલોમીટરનો ભાગ ટનલમાંથી પસાર થશે, જ્યારે બાકી 13 કિલોમીટરનો એલિવેટેડ હશે.
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)ના અનુસાર બીકેસી અને શિળફાટા વચ્ચે 21 કિલોમીટરની લાંબી ટનલનું કામકાજ ઝડપથી થઈ રહ્યું છે. બીકેસીમાં સ્ટેશનનું નિર્માણ કાર્ય 2027 સુધીમાં તૈયાર કરવામાં આવશે. સંબંધિત એજન્સીને પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પણ દાવો કર્યો છે કે બુલેટ ટ્રેનનો પહેલો તબક્કો 2026માં શુર કરવામાં આવશે.
મુંબઈ અને અમદાવાદ બુલેટ ટ્રેનના હાઈ સ્પીડ કોરિડોરનું નિર્માણ કરવા માટે એનએચએસઆરસીએલની નિમણૂક કરી છે, જેમાં 100 ટકા જમીનની ફાળવણી કરવામાં આવી છે. 1,389 હેક્ટર જમીનની જરુરિયાત હતી, જેમાં 951.14 હેક્ટર ગુજરાત, મહારાષ્ટ્રમાંથી 430.45 હેક્ટર, દાદરા-નગર હવેલીમાં 7.9 હેક્ટરની જમીનનો સમાવેશ થાય છે.
એક લાખ કરોડ રુપિયાના પ્રોજેક્ટમાં 70 હાઈ-વે 21 નદીને પાર કરશે, જ્યારે 173 મોટા અને 201 નાના બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. જોકે, અંડરગ્રાઉન્ડ હોવાથી અન્ય ટ્રાન્સપોર્ટેશન પર અસર પડશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!