February 10, 2026
ઈન્ટરનેશનલમનોરંજન

10 મિનિટ માટે આ ભારતીય ફિલ્મને Cannesમાં મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન

Spread the love

ઈન્ડસ્ટ્રીમાં બહુ જાણીતી વેબ સિરીઝ ‘પંચાયત’ના અભિનેતા અશોક પાઠક કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes festival)માં પહોંચી ગયા છે. ડાયરેક્ટર્સ ફોર્ટનાઈટ સેક્શનમાં આ ફિલ્મને પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેતાની ફિલ્મ ‘સિસ્ટર મિડનાઈટ’ દર્શાવવામાં આવી હતી. એટલું જ નહીં, રાધિકા આપ્ટે અને અશોક પાઠકને મુખ્ય ભૂમિકામાં ચમકાવનારી આ ફિલ્મને 10 મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. આ ન્યૂઝ પણ સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થયા હતા. ફિલ્મ ફેસ્ટિવલમાં લોકો તરફથી મળેલા પ્રેમથી અભિનેતા અને ફિલ્મની ટીમ અભિભૂત થયા હોવાનું વર્તુળોએ જણાવ્યું હતું.
સિસ્ટર મિડનાઈટ એ ભારતતરફથી દર્શાવનારી માત્ર એક જ ફિલ્મ સિલેક્ટ થી હતી. સ્ટેન્ડિંગ ઓવેશનની પણ ભારતની સાથે દુનિયાના મીડિયા પણ નોંધ લીધી હતી. અશોક પાઠકે ફ્રેન્ચ રિવેરાનો એક ફોટો પણ શેર કર્યો હતો, જેમાં તે બ્રાઉન શર્ટ સાથે ક્રીમ રંગનો સૂટ પહેરેલો જોવા મળે છે. આ જોયા પછી લોકોએ કોમેન્ટ સેક્શનમાં તેમની પ્રશંસાના ફૂલ વરસાવ્યા હતા. એક યુઝરે લખ્યું હતું કે ‘ગ્રામ પંચાયત ફૂલેરાથી સીધા કંસ સુધી.’ બીજાએ લખ્યું હતું કે ‘જુઓ વિનોદ પંચાયત 3માંથી કેવી કમાણી કરશે.’
કરણ કંધારીએ એક એવી પત્ની વિશે ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું, જે ઝૂંપડપટ્ટીમાં તેના લગ્ન જીવનમાં પડકારોનો સામનો કરે છે. ત્રાસ સહન કર્યા પછી તેનું એકમાત્ર ધ્યેય વેરની વસૂલાત છે. અશોક પાઠકે રાધિકાના શરાબી પતિની ભૂમિકા ભજવી હતી. વાસ્તવમાં
‘પંચાયતે’ અશોકનું જીવન બદલી નાખ્યું
ગયા વર્ષે મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં અશોકે કહ્યું હતું કે ‘પંચાયત’ અને વિનોદના પાત્રે તેનું જીવન બદલી નાખ્યું. તેણે કહ્યું હતું કે ‘હું 2011થી ઇન્ડસ્ટ્રીમાં છું અને બિટ્ટુ બોસ (2012), 102 નોટ આઉટ (2018) અને સેક્રેડ ગેમ્સ સહિત ઘણા સારા પ્રોજેક્ટનો ભાગ રહ્યો છું, પરંતુ વિનોદે મારું જીવન બદલી નાખ્યું. મને ઘણો પ્રેમ મળી રહ્યો છે અને આ સૌથી મોટી સંપત્તિ છે.


ઈન્ટરનેશનલ મંચ પર પોતાની ફિલ્મની જોરદાર પ્રશંસા થઈ રહી છે. એમેઝોન પ્રાઈમની વેબ સિરીઝની પંચાયતની ત્રીજી સિઝનમાં અશોક ફરીથી વિનોદના અભિનયમાં જોવા મળશે. તાજેતરમાં શોનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં અશોક ફરીથી ફુલેરા ગામમાં સીધા સાદા વિનોદના રોલમાં જોવા મળે છે. પંચાયત થ્રી 29મી મેના રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!