February 10, 2026
ટોપ ન્યુઝ

લોકસભા ચૂંટણીઃ પાંચમા તબક્કામાં મુંબઈ, થાણે-કલ્યાણ, ભિવંડીમાં કેટલું થયું મતદાન?

Spread the love

મુંબઈ/નવી દિલ્હીઃ મુંબઈ સહિત દેશમાં 49 લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાની ચૂંટણી સંપન્ન થઈ. 6 મુંબઈ અને ચાર એમએમઆર રિજનની બેઠકો પર અપેક્ષા પ્રમાણે મતદાન થયું નહિ. 49 બેઠકના સરેરાશ મતદાનમાં પશ્ચિમ બંગાળ, લદાખ, ઉત્તર પ્રદેશ, ઓડિશા સહિત મહારાષ્ટ્રમાં મતદાન થયું. ઉપલબ્ધ અહેવાલ પ્રમાણે સૌથી વધુ ઉત્તર પ્રદેશની 14 એના પછી મહારાષ્ટ્રની 13 બેઠક પર મતદાન હતું, જ્યારે એક એક બેઠક પર કાશ્મીરની બારામુલ્લા અને લદાખની એક એક બેઠક પર મતદાન થયું. 49 બેઠક પર અંદાજે 58.96 ટકા મતદાન થયું એની સામે 2019માં 62 ટકાથી વધુ મતદાન થયું હતું.
દક્ષિણ મુંબઈના લોકસભાના મતવિસ્તાર ઉદ્યોગપતિઓની સાથે સેલિબ્રિટીઝ રહેતી હોવા છતાં પચાસ ટકાથી નીચે મતદાન રહ્યું, ત્યારબાદ મુંબઈ નોર્થ (55.21), મુંબઈ ઉત્તર પશ્ચિમ (53.67),મુંબઈ દક્ષિણ મધ્ય (51.88), મુંબઈ નોર્થ મધ્ય (51.42 ટકા), મુંબઈ દક્ષિણ (47.70) રહ્યો.આમ છતાં છેલ્લા 30 વર્ષમાં બીજી વખત વધારે મતદાન થયું છે.આ ઉપરાંત, કલ્યાણ-ડોંબિવલીમાં 47.1 ટકા (2019માં 45.3), ભિવંડીમાં 56.4 ટકા (2019માં 53.2) તેમજ થાણેમાં 49.80 (2019માં 49.4 ટકા) નોંધાયું છે.
મુંબઈ દુનિયાની જાણીતી ફિલ્મ, ઉદ્યોગનગરી હોવા છતાં લોકો વધુ મતદાન કરી શક્યા નથી. બોલીવુડના દિગ્ગજ કલાકારોમાં સુપરસ્ટાર અમિતબા બચ્ચન, ખાન પરિવાર, કપૂર પરિવારથી લઈને દિગ્ગજ ઉદ્યોગપતિઓ પણ મુંબઈમાં રહે છે. મોટા ભાગના કલાકારોએ મતદાન કર્યું હોવા છતાં મુંબઈની બેઠકો પર અન્ય બેઠકોની તુલનામાં ઓછું મતદાન થયું.
મહત્વનાં કારણોમાં તો ખાસ લોકોને હજુ પણ મતદાન કરવા માટેની નિષ્ક્રિયતા કારણભૂત ગણાય છે. આ ઉપરાંત, ગરમી અને રાજકારણમાં ઉમેદવારોની ઘટતી જતી વિશ્વસનીયતા જવાબદાર છે.અમુક સંજોગોમાં મતદાર યાદી લોકો સુધી નહિ પહોંચાડવાની બાબત તેમ જ મિસ મેનેજમેન્ટ પણ કંઇક અંશે જવાબદાર છે, એમ જણાવ્યું હતું.
રાજ્યવાર જોઈએ તો આ વખતે સાથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં રહ્યું, જ્યાં 73 ટકાથી વધુ થયું પણ 2019માં 80 ટકાથી વધુ થયું હતું. ઉત્તર પ્રદેશની વાત કરીયે તો 14 બેઠક પર અંદાજે 58 ટકા આસપાસ થયું છે, જ્યારે અગાઉના વર્ષે 58.57 ટકા હતું. મહારાષ્ટ્રની 13 બેઠક પર 53.34 ટકા રહ્યું છે, જે 2019માં 55.67 ટકા થયું હતું. મુંબઈમાં પણ અંદાજે 48થી 50 ટકાની આસપાસ મતદાન થયું છે. ઓડિશામાં 61 ટકા અને ઝારખંડમાં 63 ટકા વોટિંગ થયું, 2019ની તુલનામાં બંને રાજ્યમાં અનુક્રમે ચાર ટકા ઘટાડા અને ત્રણ ટકા વધારો થયો છે.
કાશ્મીરમાં આ વખતે એક બેઠક પર 55 ટકાથી વધુ મતદાન થયું તો અગાઉ 34.06 ટકા હતું એ જ રીતે લદાખમાં મતદાન ઘટ્યું છે, 2019 71 ટકાની તુલનામાં આ વર્ષે 68.47 ટકા થયું છે. એની તુલનામાં દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 50 ટકા મતદાન પાર થવામાં દમ નીકળી ગયો છે.પાંચમા તબક્કામાં 8 રાજ્યની 49 બેઠક પર 56.68 ટકા મતદાન થયું, જ્યારે 2019માં આ બધી બેઠક પર 62 ટકા મતદાન થયું. મતદાનમાં એકંદરે ઘટાડા માટે કારણો જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે.
પાંચમા તબક્કાના મતદાન સાથે કૂલ 428 બેઠક પર મતદાન થઈ ચૂક્યું છે, જેમાં કાશ્મીરની બારામુલ્લા ખાતેની બેઠક પર 59 ટકા મતદાને તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે. આ અગાઉ ચાર તબક્કામાં 379 બેઠક પર મતદાન થયું હતું. 49 બેઠકના પાચમા તબક્કામાં મુંબઈ સહિત મહારાષ્ટ્ર 13 તેમ જ ઉત્તર પ્રદેશમાં લખનઊ, રાયબરેલી અને અમેઠીની હોટ સીટ પર મતદાન થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!