ડોમ્બિવલીનું ગૌરવ: જિમનેસ્ટિકમાં પાર્થ સંગોઈએ હાંસિલ કરી National Championship
મુંબઈના ડોમ્બિવલી (ઈસ્ટ) ખાતે રહેતા કચ્છી વિશા ઓશવાળ સમાજના પાર્થ દિપાલી રિતેશ સંગોઈ (ગામ – કપાયા)એ જિમનેસ્ટિકની નેશનલ લેવલની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને પરિવાર અને ગામનું નામ રોશન કર્યું હતું.

ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની જિમનેસ્ટિક સ્પર્ધામાં પાર્થ અન્ય સેંકડો સ્પર્ધકો સાથે સહભાગી થયો હતો. શનિવારે અંડર ૧૦ ગ્રુપમાં જીમનેસ્ટિકના કરતબ બતાવીને પાર્થે ગોલ્ડ મેડલ અંકે કર્યો હતો.

આટલી નાની વયે પાર્થે હાંસિલ કરેલી સફળતાથી પરિવાર અને સમાજમાં ખુશીનો માહોલ છવાયો હતો.
