February 8, 2026
ટોપ ન્યુઝમુંબઈ

Democracy Discount: 2 દિવસ મુંબઈની આ રેસ્ટોરાં ગ્રાહકોને આપશે 20% છૂટ

Spread the love

મુંબઈ: લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં 49 બેઠક મતદાન કરવામાં આવશે, જેમાં મહારાષ્ટ્રની 13 બેઠકનો સમાવેશ થાય છે. 13 બેઠક સાથે મુંબઈ રિજનમાં મુંબઈ નોર્થ, મુંબઈ નોર્થ વેસ્ટ, સાઉથ સેન્ટ્રલ, થાણે, કલ્યાણ, ભિવંડી સહિત પાલઘરની બેઠક પર મતદાન કરવામાં આવશે પણ આ વખતે મુંબઈના હોટેલ અને રેસ્ટોરાંના સંગઠન દ્વારા લોકશાહીમાં પર્વ (ચૂંટણી)ને ધ્યાનમાં રાખીને 20 અને 21 (એમ સોમવાર અને મંગળવાર બે દિવસ) માટે રેસ્ટોરાંમાં જમનારા ગ્રાહકોને 20 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.

અહીંના સ્થાનિક ગ્રાહકોને મતદાન કરે એની જાગૃતિ માટે મુંબઈ ઝોનની રેસ્ટોરાંમાં બિલ પર 20 ટકા ડિસ્કાઉન્ટ આપવાની ઑફર આપી છે, એમ નેશનલ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ ઇન્ડિયા (NRAI) એ એક અહેવાલમાં જણાવ્યું હતું.

NRAI ચેપ્ટર મુંબઇનાં વડાએ કહ્યું હતું કે લોકશાહીનું પર્વ હોવાથી મુંબઈ રીજનમાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરે એવી અપેક્ષા છે, તેથી લોકો માટે મોટી ઑફર કરી છે. 20 અને 21મી એમ બે દિવસ માટે જે તે મતદારે મતદાન કર્યું હશે તેની ફિંગર પરની નિશાની સહિત વોટર આઇડી સાથે ગ્રાહકને 20 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, એમ તેમણે સ્પષ્ટતા કરી હતી.

તમારી જાણ ખાતર જણાવી દઈએ કે આવતીકાલે મહારાષ્ટ્રમાં પાંચમા તબક્કામાં મતદાન કરવામાં આવશે. મુંબઈની 6 સહિત થાણે, કલ્યાણ, પાલઘર અમે ભિવંડી મળીને 10 બેઠક મતદાન થશે. મુંબઈ સિટીમાં 24 લાખ મતદાર અને મુંબઈ સબ અર્બનનાં 74 લાખ મતદાર છે. અલબત્ત કુલ મળીને મુંબઈ રીજનમાં કુલ 94 લાખ મતદાર છે.

મુંબઈ શહેરની વાત કરીએ તો NRAI રેસ્ટોરાંની ચેનવાળી રેસ્ટોરાં ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપી શકે છે. એના સિવાય મુંબઈ મેટ્રોએ મતદાન કરનારા મતદારોને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!