February 11, 2026
ટોપ ન્યુઝનેશનલમુંબઈ

Good News! કેરળમાં આ વખતે Monsoon વહેલું દાખલ થશે: IMD

Spread the love

મુંબઈ: બળબળતા ઉનાળાથી ત્રસ્ત નાગરિકોને રાહત આપે એવા સમાચાર ભારતીય હવામાન ખાતા (IMD) દ્વારા આપવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા મોન્સુનના આગમન (Monsoon Arrival Dates)ની તારીખ જાહેર કરવામાં આવી છે. ઉનાળાથી કંટાળેલા નાગરિકોને આ સમાચાર સાંભળીને ચોક્ક્સ જ ટાઢકનો અહેસાસ થશે.

નૈઋત્યનું મોન્સુન આ વખતે થોડાક દિવસ પહેલાં જ કેરળમાં પ્રવેશ કરશે. આ વખતે મે મહિનાના અંતમાં જ ચોમાસુ કેરળમાં દાખલ થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. સામાન્યપણે દર વર્ષે પહેલી જૂનની આસપાસ કેરળમાં ચોમાસુ દાખલ થાય છે, પરંતુ આ વખતે કેરળમાં ચોમાસુ વહેલું દાખલ થશે. ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે 4થી જૂનના દિવસે કેરળમાં પ્રવેશવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી પણ 8મી જૂનના ચોમાસુ કેરળમાં દાખલ થયું હતું.

આ વર્ષે 19મી મેના દક્ષિણ આંદામાનમાં ચોમાસું દાખલ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ રહી છે. સર્વ સામાન્યપણે પહેલી જૂનના આસપાસ ચોમાસુ કેરળમાં પ્રવેશે છે, પરંતુ આ વખતે મોન્સુન કેરળમાં વહેલું દાખલ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા વધુમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ વર્ષે ચોમાસુ સામાન્ય કરતાં વધારે સારું રહેશે. ગયા વર્ષે એટલે કે 2023માં ચોમાસુ થોડું ઓછું રહ્યું હતું. પરંતુ આ વખતે ચોમાસુ સામાન્ય તેમ જ સમાધાનકારક રહેશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દુનિયાભરના હવામાન પર અસર કરનાર અલનીનો નબળો પડી રહ્યું છે અને લા નીનોની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે જેને કારણે આ વખતે ચોમાસુ સારું રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

જૂનથી ઓગસ્ટ વચ્ચે લા નીનોની અસર જોવા મળશે. એને કારણે ચોમાસુ ગયા વર્ષની સરખામણીએ વધુ સારું રહેશે એવો અંદાજો વ્યક્ત કરાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!