આખું એફિલ ટાવર સમાઈ જાય એવી દુનિયાની સૌથી લાંબી ટ્રેન કઈ?
મોર્ડન યુગમાં સ્પીડ વધુ મહત્વનો ભાગ ભજવે છે. રેલવેના ક્ષેત્રમાં તો એક પછી એક સ્પીડના ઉમેરા પછી હવે બુલેટ યુગમાં એન્ટ્રી કરી રહ્યા છે. એશિયામાં ભારત સિવાય જાપાન અને ચીન તો ઓલ રેડી એન્ટ્રી મારી કરી છે ત્યારે હવે ઈંડિયા પણ લાઈનમાં છે. પણ દુનિયામાં સ્પીડ સિવાય લાંબી ટ્રેનના રેકોર્ડ છે, જેમાં 100 200 નહિ પણ 500-600 કોચની ટ્રેન દોડવાય છે. આ ટ્રેન પેસેન્જર નહિ પણ ગુડ્ડસની છે પણ એ જ કમાઉ દીકરો છે. મૂળ વાત કરીએ તો આ ટ્રેન ઓસ્ટ્રેલિયાની છે અને વેગન છે પૂરા 682 અને એની લંબાઈ ચાર માઇલથી વધુ છે.
હવે તમને જાણીને આશ્ચર્ય થયું હોય અને જાણવા માગતા હોય તો જાણી લો આ ગુડ્સ ટ્રેન લગભગ 7.3 કિલો મીટર લાંબી છે તેમ જ આ ટ્રેનને 8 એન્જિન જોડવામાં આવે છે. આ ટ્રેન ઓસ્ટ્રેલિયાના યાન્ડી માઇનથી પોર્ટ હેડલેન્ડ સુધીની 275 કિલોમીટરની મુસાફરી 10.04 કલાકમાં પૂર્ણ કરી હતી. આ ટ્રેનને બીએચપી કે માઉન્ટ ન્યૂમેન રેલ પણ કહેવાય છે. ઓસ્ટ્રેલિયામાં ખાસ કરીને આર્યન ઓરના પરિવહન માટે તૈયાર કરી હતી. આ ટ્રેન એટલી લાંબી છે આખું એફિલ ટાવર સામે શકે છે.
નિષ્ણાતોના દાવા પ્રમાણે એફિલ ટાવરની લંબાઈ 300 મીટર જેટલી છે, જ્યારે ટ્રેનનું કુલ વજન એક લાખ ટનથી વધુ છે. આ ઉપરાંત, એક જ ફેરીમાં લગભગ 80,000 ટનથી વધુ આર્યન ઓરની સપ્લાય કરી શકે છે.
