બ્રહ્માંડમાં દેખાયો એવો અદ્ભૂત નજારો કે જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય…
આ બ્રહ્માંડમાં અનેક એવા રહસ્યો છે કે જે જોઈને એના પર વિશ્વાસ કરવું થોડું મુશ્કેલ લાગે પણ એ હોય નક્કર વાસ્તવિક્તા. અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)એ ફરી એક બ્રહ્માંડમાં જોવા મળેલો એવો અદ્ભુત નજારો કચકડે કંડારી લીધો છે કે જે જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. આ નજારાની તસવીર પણ નાસા દ્વારા શેર કરવામાં આવી છે અને આ તસવીર જેણે જેણે જોઈ છે એમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી. આવો જોઈએ આખરે એવું તે શું ખાસ છે આ તસવીરમાં…
નાસા દ્વારા શેર કરવામાં આવેલો આ ફોટો ડાર્ક એનર્જી કેમેરાથી લેવામાં આવ્યો છે અને તેમાં એક હાથ જેવો આકાર જોવા મલી રહ્યો છે. આ હાથ સર્પાકાર ગેલેક્સી તરફ આગળ વધી રહ્યો હોય એવો ભાસ જનારને થાય છે. નાસા દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર આ તસવીર વાદળ તેમ જ ધૂળના રજકણો દ્વારા બનેલી એક આકૃતિ છે. જોકે, બ્રહ્માંડમાં જોવા મળેલા આ અનોખા નજારાને લઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
CG 4, a striking, cloud-shaped structure also referred to as ‘God’s Hand’
(Credit: CTIO/NOIRLab/DOE/NSF/AURA/N. Bartmann – T.A. Rector, M. Zamani & D. de Martin) pic.twitter.com/a5vwjNIOZv
— World and Science (@WorldAndScience) May 12, 2024
કેટલાક લોકોને આ તસવીરમાં હાથની આકૃતિ જોઈને એ હાથમાં ભગવાનની પ્રતીતિ થઈ રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે આ તસવીર 6ઠ્ઠી મે, 2024ના રોજ લેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી કે જ્યારે નાસા દ્વારા અવકાશની આવી કોઈ સુંદર અને આશ્ચર્યચકિત કરનારી તસવીર શેર કરવામાં આવી હોય. અવારનવાર સ્પેસ એજન્સી દ્વારા આ તસવીર શેર કરવામાં આવે છે. પરંતુ એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ વખતની આ તસવીર ખૂબ જ ખાસ છે આ ચિત્રમાં એક મુઠ્ઠી જેવો આકાર દેખાઈ રહ્યો છે અને જાણે તે સર્પાકાર ગેલેક્સી પકડવા આગળ વધી રહ્યો હોય એવું લાગે છે.
NASAએ દ્વારા આ અંગે માહિતી જણાવ્યું હતું કે આ તસવીર નેબુલાના કારણે બની છે. હકીકતમાં આ નેબુલા (નિહારિકા) તારાના તૂટવાના કારણે બને છે. નાસાએ કહ્યું કે, તેને ગમ નેબુલા કહેવામાં આવે છે. પૃથ્વીથી આ તારાનું અંતર આશરે 1300 પ્રકાશ વર્ષ જેટલું દૂર છે. આ ઉપરાંત એ ગેસ અને ધૂળથી બનેલા વાદળો છે. આ તારાનો આકાર આકાર ધૂમકેતુ જેવો લાગે છે, એ જ કારણસર તેને કોમેટરી નેબુલા તરીકે પણ ઓળખવામાં આવે છે અને કે હાથની આકૃતિમાં સમગ્ર બ્રહ્માંડમાં ફેલાયેલું છે અને એટલે જ તેને ભગવાનના હાથની જેમ ઓળખવામાં આવે છે.
