July 14, 2026
ટેલીચક્કર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કોણ લે છે સૌથી વધુ ફી? બબીતાજી નહીં પણ આ કલાકાર છે સૌથી આગળ!

Spread the love

ટેલિવિઝન જગતનો સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટૂંક સમયમાં 18 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે. આ શોના દરેક પાત્ર લોકોના દિલની ખૂબ નજીક છે. પરંતુ શું તમે જાણો છો કે આ શોના કલાકારોમાંથી સૌથી વધુ ફી કોણ લે છે? ચાલો જાણીએ કયા કલાકારને પ્રતિ એપિસોડ કેટલી ફી મળે છે.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લોકપ્રિય કલાકાક અને મુખ્ય પાત્ર ‘જેઠાલાલ’ એટલે કે દિલીપ જોશી આ શોના સૌથી વધુ ફી લેતા કલાકાર છે. તેઓ પ્રતિ એપિસોડ 1.5 લાખથી 2 લાખ રૂપિયા સુધીની ફી લે છે. વાત કરીએ આ શોમાં કામ કરતાં અન્ય કલાકારોની ફી વિશે તો તે નીચે મુજબ છે-

મુનમુન દત્તા ઉર્ફે બબીતા જી: રિપોર્ટ અનુસાર, મુનમુન દત્તા પ્રતિ એપિસોડ 50,000થી 75,000 રૂપિયા સુધીની ફી લે છે. આ હિસાબે દિલીપ જોશીની ફી મુનમુન કરતા લગભગ ત્રણ ગણી વધારે છે.

મંદાર ચાંદવડકર ઉર્ફે આત્મારામ ભીડે: શોમાં શિક્ષકની ભૂમિકા ભજવતા મંદાર ચાંદવડકર પ્રતિ એપિસોડ 80,000 રૂપિયાની ફી ચાર્જ કરે છે.

સોનાલિકા જોશી ઉર્ફે માધવી ભીડે: શોમાં મંદારની પત્નીનો રોલ કરતી સોનાલિકા જોશી પ્રતિ એપિસોડ 35,000 રૂપિયા સુધીની ફી વસૂલે, એવો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

અમિત ભટ્ટ ઉર્ફે ચંપકલાલ ગડા: જેઠાલાલના પિતાનો રોલ ભજવતા અમિત ભટ્ટ પ્રતિ એપિસોડ 70,000 રૂપિયા સુધીની ફી વસૂલ કરે છે. ખાસ વાત તો એ છે કે, વાસ્તવિક જીવનમાં તેઓ દિલીપ જોશી કરતા નાના છે.

શ્યામ પાઠક ઉર્ફે પોપટલાલ: લગ્ન માટે આતુર રહેતા પોપટલાલ એટલે કે શ્યામ પાઠક પ્રતિ એપિસોડ 60,000 રૂપિયાની ફી વસલે છે.

તનુજ મહાશબ્દે ઉર્ફે અય્યર: ટીવી સિરીયલમાં બબીતાજીના પતિનો રોલ કરનારા એક્ટર તનુજ મહાશબ્દે પ્રતિ એપિસોડ 65,000 રૂપિયા સુધીનો ચાર્જ કરે છે. સામે આવી રહેલાં આ આંકડાઓ જ દર્શાવે છે કે જેઠાલાલ માત્ર શોમાં જ નહીં, પણ ફીના મામલે પણ આખી ગોકુલધામ સોસાયટીમાં સૌથી આગળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!