હનિમૂન કોચ સજાવવો પડ્યો ભારે, TTE સસ્પેન્ડ; જાણો રેલવેના કડક નિયમો અને સજા
હનિમૂન સૂટ બનાવવાનો વીડિયો વાયરલ થયા બાદ રેલવે મંત્રાલયની મોટી કાર્યવાહી
ભારતીય રેલવેમાં એક જ દિવસે બે ખબરોએ પ્રશાસનની ઊંઘ હરામ કરી નાખી હતી, જેમાં પહેલી સમોસા લેવા માટે ટ્રેનની હોલ્ટ આપી અને બીજી પ્રવાસીની મરજી મુજબ ફર્સ્ટ એસી કોચની સજાવવાનું. આ બંને ખબરોએ રેલવે ઝોન જ નહીં મંત્રાલયની ઊંઘતું ઝડપ્યું હોવાનું લાગ્યું અને વાસ્તવિકતા ખબર પડી ત્યારે સ્પષ્ટતા કરી હતી. પહેલા તો સમોસા લેવા માટે ટ્રેન રોકી હોવાની વાતનો રદિયો આપ્યો હતો, ત્યાર પછી પરવાનગી વિના ફર્સ્ટ ક્લાસ એસી કોચની વાત.
બલ્લાહશાહથી દાદર (મુંબઈ) વચ્ચેની નંદીગ્રામ એક્સપ્રેસના ફર્સ્ટ એસી કોચનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં આખી કેબિન નવવિવાહિત કપલ માટે સજાવવામાં આવી હતી, જે હનિમૂન સૂટ બનાવી દીધો હતો. વીડિયો વાયરલ થયા પછી રેલવે મંત્રાલય અને ઉચ્ચ અધિકારીઓએ ધ્યાનમાં લઈને તાત્કાલિક પગલા લીધા હતા. બેદરકારીના આરોપમાં સંબંધિત ટીટીઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
વાયરલ વીડિયો નંદીગ્રામ એક્સપ્રેસના ફર્સ્ટ એસી કોચ હતો, જે આલીશાન હતો. ટ્રેનના કોચનો બેડ સંપૂર્ણ સજાવેલો હતો, જ્યાં તાજા ફૂલ અને સુંદર પુષ્પગુચ્છ હતા, જ્યારે મીણબત્તી પણ સળગતી હતી. ટ્રેનની સીટ પર પણ લાલ ગુલાબની પાંખડીઓ પાથરવામાં આવી હતી, જેને જોઈને સૌનું દિલ જીતી લીધું હતું. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી લોકોએ વહેતી ગંગામાં હાથ ધોવાના માફક આકરી પ્રતિક્રિયા પણ આપી હતી.
ચોંકાવનારી વાત એ હતી કે ટ્રેનમાં મીણબત્તી પણ સળગતી હતી, જે મોટી દુર્ઘટના ઘટી હોત. આ મામલો વિવાદમાં પડ્યા પછી સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી, જે બનાવ મંગળવારે ટ્રેન (11002 ડાઉન) ફર્સ્ટ એસી કોચમાં થઈ હતી, જે એક નવવિવાહિત કપલ માટે સજાવી હતી અને ઓનલાઈનના માધ્યમથી ખાનગી ડેકોરેટરે સજાવી હતી, પરંતુ એની તપાસ કર્યા પછી ટીટીઈને સસ્પેન્ડ કર્યો હતો. ઉપરાંત, વિના પરવાનગી ટ્રેનમાં કોઈને કોચ સજાવવાની કઈ રીતે મંજૂરી આપીને એની તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો હતો.
ભારતીય રેલવેના નિયમ અનુસાર ટ્રેનના કોચ (ફર્સ્ટ એસી કોચ)માં વિના મંજૂરી બહારની કોઈ વ્યક્તિ (કોઈ કમર્શિયલ ડેકોરેટર)ને બોલાવીને સજાવવા અને કોચમાં મીણબત્તી અથવા કોઈ જવલનશીલ પર્દાથ લાવવાનો પણ દંડનીય અપરાધ છે અને એ નિયમના ભંગ બદલ રેલવે અધિનિયમ 1989 (રેલવે એક્ટ 1989) અન્વયે કાયદાકીય કાર્યવાહી, દંડ અને જેલની સજાની જોગવાઈ છે.
