February 19, 2026
ટોપ ન્યુઝ

હાય ગરમીઃ ભીષણ ગરમીએ લીધા 227નાં ભોગ

Spread the love

નવી દિલ્હીઃ આ વર્ષે ભારત સાથે દક્ષિણ એશિયાના રાષ્ટ્રોમાં પણ ગરમીનો પારો ધીમે ધીમે તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. બુધવારે દિલ્હીમાં 100 વર્ષની ગરમીનો રેકોર્ડ તૂટ્યા પછી મુંગેશપુરમાં બાવન ડિગ્રી પાર થઈ હતી. દિવસે દિવસે ગરમીનું તાપમાન વધી રહ્યું છે એની સાથે હોટ સ્ટેટમાં હીટ સ્ટ્રોકના કેસમાં વધારાની સાથે લૂને કારણે મોત થઈ રહ્યા છે. આ સિઝનમાં ગરમીને કારણે દેશ આખામાં ગરમીએ 227 જણનાં ભોગ લેવાયા છે. ઉત્તર પ્રદેશમાં 164 અને બિહારમાં 60 સહિત 227 જણે જીવ ગુમાવ્યા છે, જ્યારે દિલ્હીમાં પહેલું મોત થયું છે.

પંજાબના ફરિદકોટ અને રાજસ્થાનનું શ્રીગંગાનગર દેશનું સૌથી હોટ સિટી રહ્યું છે, જ્યાં સૌથી વધુ તાપમાન 48.3 ડિગ્રી નોંધાયું હતું. ભયંકર ગરમીને કારણે દેશમાં 227 લોકોના મોત થયા છે, જેમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશ, બિહારમાં થયા છે. ગઈકાલે દિલ્હીમાં એક મજૂરનું ગરમીને કારણે મોત થયું હોવાના અહેવાલ હતા. 107 ડિગ્રી તાવને કારણે દિલ્હીમાં મોત થયું હતું, જ્યારે હરિયાણામાં બે મોત થયા હતા.
દેશમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં હીટવેવ અને હીટ સ્ટ્રોકના કારણે સૌથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં બુલંદશહેર, લખનઊ અને કાશીમાં ભયંકર ગરમીના ખપ્પરમાં લોકો હોમાયા છે. હવામાન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે વારાણસીમાં ગઈકાલે રાતનું તાપમાન 32.5 ડિગ્રી નોંધાયું હતું, જે અત્યાર સુધીમાં આટલું તાપમાન ક્યારેય નોંધાયું નથી. વારાણસીમાં 1952થી હવામાન વિભાગ દ્વારા તાપમાન નોંધવાનું થાય છે. વારાણસીના માફક પ્રયાગરાજમાં તાપમાનનો પારો મિનિમમ 33.9 ડિગ્રીને પાર થયો હતો, જે અત્યાર સુધીમાં સૌથી વધુ હતો.
ઉત્તર પ્રદેશના બુંદેલખંડ અને સેન્ટ્રલ યુપીમા લૂને કારણે 47 લોકોનાં મોત થયા છે. વારાણસી સહિત આસપાસના જિલ્લામાં 72 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં મેજિસ્ટ્રેટ, હેડ કોન્સ્ટેબલ, ત્રણ રેલવે કર્મચારી, હોમગાર્ડ સહિત એન્જિનિયરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બિહારમાં ગરમીને કારણે ઔરંગાબાદમાં 12 લોકોનાં મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!