April 15, 2026
રમત ગમત

ડેબ્યૂ મેચની પહેલી ઓવરમાં પ્રફુલ હિંગેનો IPLમાં વર્લ્ડ રેકોર્ડ, કોણ છે?

Spread the love


₹30 લાખમાં વેચાયેલા આ બોલરે IPL ડેબ્યૂમાં 3 વિકેટ ઝડપી રચ્યો ઈતિહાસ; જાણો કોણ છે પ્રફુલ હિંગે


આઈપીએલ 2026માં એક પછી એક નવા ખેલાડીઓ અવનવા ઈતિહાસ રચી રહ્યા છે. હૈદરાબાદ હોય કે રાજસ્થાન કે પછી લખનઉની ટીમ જ કેમ ના હોય. એક બાજુ રાજસ્થાન રોયલ્સના નવોદિત વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરતા ક્રિકેટર થાકતા નથી, ત્યાર પછી અનેક સિનિયર ખેલાડીઓની સાથે નવા નવા ખેલાડીઓ પણ રેકોર્ડ બનાવી રહ્યા છે, પરંતુ હૈદરાબાદના નવોદિત ખેલાડી પ્રફુલ હિંગેએ ડેબ્યૂ મેચમાં નવો રેકોર્ડ બનાવીને ઈતિહાસ રચ્યો છે, જે દુનિયાનો પહેલો બોલર બન્યો છે.

સનરાઈઝર્સ હૈદરાબાદના યુવા બોલર પ્રફુલ હિંગેએ પોતાની ડેબ્યુ મેચમાં કમાલ કરી છે, જે લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. રાજસ્થાન રોયલ્સ સામે રમેલી પહેલી મેચની પહેલી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી છે, જે વિકેટ ઝડપતા આખી મેચને પલટી નાખી હતી. આખી મેચમાં ચાર ઓવર ફેંકીને ચાર વિકેટ ઝડપી હતી, જેમાં 34 રન આપ્યા હતા, જે 19 વર્ષમાં આઈપીએલમાં પહેલો ખેલાડી બન્યો છે.

પ્રફુલ હિંગેએ પોતાની પહેલી ઓવરની ધમાકેદાર શરુઆત કરી હતી. પહેલી ઓવરના બીજા બોલમાં વૈભવ સૂર્યવંશીને ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો. એના પછી ચોથા બોલમાં ધ્રુવ જુરેલને પણ બોલ્ડ કર્યો હતો, ત્યાર પછી છેલ્લા બોલે પ્રોટેરિયસને કેચ આઉટ કરાવીને ત્રીજી વિકેટ ઝડપી હતી. પ્રફુલ હિંગેએ ફક્ત છ બોલમાં રાજસ્થાન રોયલ્સના ટોપ ઓર્ડરને પેવેલિયન મોકલીને દબાણમાં લાવ્યા હતા. કેપ્ટન ઈશાન કિશને ડેબ્યૂ કરી રહેલા પ્રફુલ હિંગેને બોલિંગ આપીને ઈતિહાસ રચવાની તક આપી હતી.

આઈપીએલની પહેલી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપનારો પ્રફુલ હિંગે પહેલો બોલર બન્યો છે. એના અગાઉ આઈપીએલની પહેલી ઓવરમાં 32 વખત બોલરોએ બબ્બે વિકેટ ઝડપી હતી, પરંતુ કોઈ બોલરે પહેલી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી નહોતી, પણ પ્રફુલે ઈતિહાસ રચ્યો છે, જેને પહેલી ઓવરમાં ત્રણ વિકટે ઝડપી છે.

કોણ છે પ્રફુલ હિંગે?
24 વર્ષના પ્રફુલ હિંગેને પહેલી વખત આઈપીએલ રમવાની તક મળી છે. સનરાઈઝર્સ હૈદરાબાદે પ્રફુલને ઓક્શનમાં 30 લાખ રુપિયાના પ્રાઈસ બેન્ડમાં ખરીદ્યો હતો. પ્રફુલ એક મીડિયમ ફાસ્ટ બોલર છે, જે બોલિંગમાં તેની વૈવિધ્યતા પર જાણીતો છે. પ્રફુલ મૂળ નાગપુરની વિદર્ભવતી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે. તેના શાનદાર પ્રદર્શન માટે હૈદરાબાદ સિવાય મુંબઈ અને ગુજરાત ટાઈટન્સે પણ તેને બોલાવ્યો હતો, પણ આખરે હૈદરાબાદે તેનામાં વિશ્વાસ મૂકીને ખરીદ્યો હતો.
પ્રફુલ હિંગે 2022થી ચેન્નઈની જાણીતી એમઆરએફ પેસ ફાઉન્ડેશન સાથે જોડાયેલો છે. 2024માં બ્રિસ્બેનમાં ગયો હતો, જ્યાં હેઝલવુડ અને રિચર્ડ્સન જેવા ફાસ્ટ બોલ સાથે અભ્યાસ કર્યો હતો. 10 ફર્સ્ટ ક્લાસ મેચમાં 27 વિકેટ ઝડપી છે, જ્યારે એક ટવેન્ટી-20 મેચમાં એક વિકેટ ઝડપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!