રશિયામાં ભૂકંપ: પેસિફિક રિંગ ઓફ ફાયર અને ઓખોત્સક સાગરનું રહસ્ય
જાપાનના દરિયાકિનારે વ્હેલ દેખાઈ, પેસિફિક રિંગ ઓફ ફાયર કેમ ભૂકંપ અને સુનામીનું કેન્દ્ર બની રહ્યું છે?

રશિયામાં વર્ષો પછી બુધવારે અત્યાર સુધીના સૌથી શક્તિશાળી ભૂકંપ આવ્યો. કામચટકા ટાપુ પર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ 8.8 માપવામાં આવી હતી, જેને કારણે ઉત્તરીય પ્રશાંત ક્ષેત્રમાં સુનામી જારી કરવામાં આવી હતી. કામચટકા ભૂકંપ પછી 12 દેશ રશિયા, જાપાન, હવાઈ, કેલિફોર્નિયા, અલાસ્કા, સોલોમન ટાપુ, ચિલી, ઈક્વાડોર, પેરુ, ફિલિપાઈન્સ, ગુઆમ અને ન્યૂ ઝીલેન્ડ સુધી જોખમ ઊભું થયું હતું. ભૂકંપશાસ્ત્રીઓએ આગામી અઠવાડિયામાં 7.5 તીવ્રતા સુધીનો ભૂકંપ આવવાની ચેતવણી આપી હતી. એની અસર જાપાનના દરિયાઈકિનારા પર જોવા મળી અને વ્હેલ પણ કિનારા પર જોવા મળી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ રશિયાના કામચટકા ટાપુના પૂર્વીય કિનારા 126 કિલોમીટર દૂર ઓખોત્સક સાગરમાં 8.8 તીવ્રતા હતી, જ્યારે 19.3 કિલોમીટરની ઊંડે હતું, જેને કારણે દરિયાના પેટાળ હલી ગયું અને સુનામીની લહેરો ઊભી થઈ હતી.
સુનામીને કારણે વ્હેલ બહાર આવી
સોશિયલ મીડિયા પર ચાર વ્હેલ જાપાનના દરિયાકિનારે જોવા મળી હોવાનું લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. વ્હેલ દુનિયામાં સૌથી મોટી માછલીની જાત મનાય છે, પરંતુ દરિયામાં જોવા મળેલી સુનામીની લહેરોને કારણે માછલી દરિયાકિનારે પહોંચી હતી. જાપાનના ઈશિનોમાકીમાં પચાસ સેન્ટીમીટરની ઊંચી લહેરો ઉઠી હતી. સૌને એક વાતનું આશ્ચર્ય થયું હતું, જેમાં લોકોને વ્હેલ હોવાની માહિતી મળી હતી. ભૂકંપને કારણે માછલીઓ દરિયાકિનારે બહાર આવી હતી. સુનામી હોય કે દરિયાના પેટાળમાં થનારી હિલચાલને કારણે માછલીઓ માઈગ્રેશન કરે છે, જ્યારે બેલુગા વ્હેલ ખાસ કરીને આર્કટિક અને ઉપ આર્કટિક ક્ષેત્રમાં જોવા મળે છે. એવું પણ કહેવાય છે કે અમુક જાતિ જોખમમાં છે, પરંતુ જે વ્હેલ માઈગ્રેશન કરે છે એની વસ્તી ઠીકઠાક રહે છે. પણ સુનામીને કારણે વ્હેલ બહાર આવ્યા પછી દરિયામાં લઈ જવામાં આવી હતી.
JUST IN: At least 4 whales have washed up along the coast of Japan, hours after 8.8 earthquake pic.twitter.com/t9siMZDHFS
— BNO News Live (@BNODesk) July 30, 2025
દુનિયાનો મોટો અને ઊંડો મહાસાગર
પેસિફિક મહાસાગરને પેસિફિક રિંગ ઓફ ફાયર કહે છે. ભૂકંપ અને સુનામીનો ખતરનાક ઘેરાવો છે. પ્રશાંત મહાસાગરને રિંગ ઓફ ફાયર શું છે એની દેશ પર અસર થાય અને ખતરનાક કેમ છે.પ્રશાંત મહાસાગર દુનિયાનો સૌથી મોટો અને ઊંડો મહાસાગર છે, જે 165.25 મિલિયન વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે, જ્યારે સરેરાશ ઊંડાઈ 4,280 મીટરની છે. પ્રશાંત મહાસાગર એશિયા અને ઓસ્ટ્રેલિયાને પશ્ચિમ અને ઉત્તર અને દક્ષિણ અમેરિકાને પૂર્વમાં જોડે છે. આ મહાસાગરમાં અનેક માર્જિનલ સાગર છે, જેમાં એક ઓખોત્સક સાગર પણ છે.
દુનિયાના 90 ટકા ભૂકંપ અહીંથી આવે છે
આ ઓખોત્સર સાગર પ્રશાંત મહાસાગરના એક ઉત્તર-પશ્ચિમનો હિસ્સો છે, જે રશિયાના કામચટકા ટાપુ, કુરીલ ટાપુ, જાપાનનો હોક્કાઈડો ટાપુ, સખાલિન ટાપુ અને પૂર્વ સાઈબિરિયાના કિનારાથી ઘેરાયેલો છે. એનું નામ રશિયા પૂર્વે ફાર ઈસ્ટ બસ્તી ઓખોત્સકમાંથી આવ્યો છે, જે ઓખોટા નદીના નામ પરથી આવ્યો છે. આ સાગર જાપાન સાગરથી લા પેરોસ સ્ટ્રેટ અને સખાલિન ખાડી સાથે જોડાયેલો છે. પેસેફિક રિંગ ઓફ ફાયર પ્રશાંત મહાસાગરના ચારેય બાજુ એક ઘેરાવો છે. ઓખોત્સક સાગરને પ્રશાંત મહાસાગરનું હાર્ટ કહે છે, કારણ કે અહીંનું ઠંડું પાણી, ઓક્સિજન અને પોષક તત્ત્વો પ્રશાંત મહાસાગરને મોકલે છે, જેનાથી દરિયાઈ સૃષ્ટિને પ્રોત્સાહન મળે છે, પરંતુ આ વિસ્તાર ભૂકંપ-સુનામી માટે કુખ્યાત છે, જ્યાં દુનિયાના 90 ટકા ભૂકંપ અહીંથી આવે છે.
ઓખોત્સક સાગરની ખાસ વિશેષતાઓ
ઓખોત્સક સાગર દુનિયામાં સૌથી જૈવિક રીતે ઉત્પાદક સાગરમાંથી એક છે, જેમાં સેલ્મેન, હેરિંગ, પોલક, ફ્લાઉન્ડર અને ક્રેબ જેવા દરિયાઈ જીવો જોવા મળે છે. સ્ટેલર સીલાયન, સીલ, વ્હેલ પણ જોવા મળે છે. કુરીલ ટાપુમાં ક્રેસ્ટેડ ઓકલેટ્સ અને સ્ટેલર સીગલ જેવા પક્ષીઓ પણ પ્રજનન કરે છે. ઓખોત્સક સાગર પૂર્વ એશિયાનો સૌથી ઠંડો સાગર છે. શિયાળામાં આર્કટિક જેવો થાય છે, જ્યાં બરફ જામી જાય છે, જેના કારણે નદીનું પાણી તાજુ રહે છે, જ્યારે સાઈબિરિયામાં ઠંડી હવા બને છે. ઓખોત્સક સાગરમાં 3.5 અબજ ટન ઓઈલ અને ગેસનો પુરવઠો મળ્યો હતો, જે રશિયા માટે મહત્ત્વપૂર્ણ છે. તેલ કાઢવા અને માછલી પકડવાનો મુખ્ય વ્યવસાય છે.
