અક્ષય તૃતીયા પર સર્જાશે ત્રિપુષ્કર યોગ: તિજોરીમાં મૂકો આ વસ્તુઓ, ત્રણ ગણો વધશે તમારો ધન-વૈભવ…
હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાના દિવસને અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. 19મી એપ્રિલ, 2026ના રોજ ઉજવાનારા આ પવિત્ર તહેવાર પર આ વખતે કૃતિકા નક્ષત્ર અને ત્રિપુષ્કર યોગનો દુર્લભ સંયોગ સર્જાઈ રહ્યો છે. જ્યોતિષીઓના મતે, આ દિવસે અમુક ખાસ વસ્તુઓ તમારી તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ અને અખંડ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
હિંદુ શાસ્ત્રોમાં અક્ષય તૃતિયાને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. અક્ષય તૃતિયા માટે એવું કહેવાય છે કે અક્ષય તૃતિયા એ વર્ષના સાડાત્રણ મુહૂર્તમાંથી એક માનવામાં આવે છે. આ સિવાય એવી લોકવાયકા પણ છે કે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ પર કરવામાં આવેલું કોઈપણ કાર્ય ત્રણ ગણું ફળ આપે છે. જો તમે પણ આર્થિક ઉન્નતિ ઈચ્છતા હોવ, તો અહીં કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે તમારી આર્થિક સમસ્યા દૂર કરીને જીવનમાં ખુશહાલી લઈને આવશે…
પીળી કોડીની પોટલી: માતા લક્ષ્મીને અત્યંત પ્રિય એવી ૫ પીળી કોડી, થોડું કેસર અને એક ચાંદીનો સિક્કો પીળા રેશમી કપડાંમાં બાંધીને તિજોરીમાં મૂકી રાખો. આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે અને ધન આકર્ષિત કરવામાં મદદરૂપ થાય છે.
દક્ષિણાવર્તી શંખ: હિંદુ શાસ્ત્રોમાં દક્ષિણાવર્તી શંખને માતા લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને કેસર અને ગંગાજળથી શુદ્ધ કરીને પૂજા સ્થાન કે તિજોરીમાં રાખવાથી ગરીબી દૂર થાય છે. અક્ષય તૃતિયાના દિવસે ઘરમાં દક્ષિણાવર્તી શંખને લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
બહેડાના મૂળ: બહેડાના વૃક્ષના મૂળને ગંગાજળથી ધોઈ, ધૂપ-દીપ બતાવી લાલ કપડામાં લપેટીને રોકડ પેટીમાં રાખો. અક્ષય તૃતિયાના દિવસે આ ઉપાય કરવાથી સુખ-શાંતિ અને સંપત્તિમાં સતત વૃદ્ધિ થાય છે.
શ્રીયંત્ર કે પછી ધનદ યંત્ર: જે ઘર-પરિવારમાં આર્થિક સમસ્યા હોય એવા લોકોએ અક્ષય તૃતિયાના દિવસે આર્થિક અવરોધો દૂર કરવા માટે આ દિવસે શ્રીયંત્રની સ્થાપના કરીને ‘શ્રી સૂક્ત’નો પાઠ કરવો શ્રેષ્ઠ છે. આને કારણે સકારાત્મક ઉર્જા ફેલાવે છે અને આવકના નવા સ્ત્રોત ખોલે છે.
શ્રીફળ: અક્ષય તૃતિયાના દિવસે એક નાનું નાળિયેર લાલ કપડામાં લપેટીને તેના પર કામિયા સિંદૂર, કપૂર અને લવિંગ અર્પણ કરી તિજોરીમાં મૂકવાથી નકારાત્મકતા દૂર થાય છે અને લક્ષ્મીજી સ્થિર થાય છે.
