July 2, 2025
ટોપ ન્યુઝ

‘શૂન્ય બ્રિજ’ વધારશે મુંબઈની સુંદરતા, આ બ્રિજ પરથી દોડાવવામાં આવશે મેટ્રો…

Spread the love

મુંબઈઃ મુંબઈમાં વિવિધ પ્રકલ્પોનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં મેટ્રો, ફ્લાયઓવર અને વિવિધ રસ્તાઓનું કામકાજનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં જ મુંબઈની સુંદરતામાં વૃદ્ધિ કરનારો વધુ એક બ્રિજ બનાવવામાં આવશે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે (વાકોલા નાળા) પર શૂન્યની મહત્ત્વ સમજાવતો અને સ્થાપત્યના વાસ્તુકળાના એક ઉત્કૃષ્ટ નમુનાસમાન એક આઈકોનિક કેબલ સ્ટેડ પૂલ બાંધવામાં આવશે.
વાકોલા નાળા પર મેટ્રો લાઈન ટુ-બી વ્યાયાડક્ટના શૂન્ય આઈકોનિક બ્રિજ કેબલ સ્ટેડ બ્રિજનું કામ હાલમાં ચાલી રહ્યું છે. આ પુલની કુલ લંબાઈ 130 મીટર હોઈ 80 મીટર લંબાઈનો મુખ્ય સ્પાન 50 મીટર લંબાઈવાળો બેક સ્પાન પ્રસ્તાવિત છે. ઉપરોક્ત બંને સ્પાન શૂન્ય આકારના પાયલોન પર આધારિત છે.
શૂન્ય પુલની ઊંચાઈ 39.46 મીટર છે અને એ માટે ઉપયોગમાં લેવામાં આવનારા સ્ટ્રક્ચરલ સ્ટીલનું વજન આશરે 700 ટન જેટલું છે. એચડીપીઈ કોટેડ સ્ટીલ સ્પાયરલ સ્ટેન્ડ કેબલ્સ પુલને આધાર આપવાનું કામ કરશે. હાલમાં આ પુલના પિયરઅપ ક્રમાંક 478ના પાયાનું બાંધકામ પૂરું થયું હોઈ બીજી ઓક્ટોબર, 2024ના પાયલોનના બે સેગમેન્ટ ઊભા કરવાનું કામ સફળતાથી પૂરું કરવામાં આવ્યું છે. હાલમાં આ પ્રકલ્પનું 50 ટકા કામ પૂરું થયું છે.
ઝીરો આઈકોનિલ બ્રિજના એક પિલરનું બાંધકામ પૂરું થઈ ગયું છે. એમએમઆરડીએએ ઓક્ટોબરમાં પાયલોનના બે સેગમેન્ટ સફળતાથી પૂરા કર્યા છે. આ રૂટનું આશરે 78 ટકા કામ પૂરું થઈ ગયું છે. બાકીનું કામ જેમ બને તેમ ઝડપથી પૂરું કરીને આ લેન ટૂંક સમયમાં જ ખુલ્લી મૂકવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. આ માટે આ પૂલનું કામ ક્યારે પૂરું થશે એ ખૂબ જ મહત્ત્વનું સાબિત થશે.
વાત કરીએ મેટ્રો-ટુબી રૂટની તો તે ડી.એન.નગર-મંડાલે આ રૂટની કુલ લંબાઈ 23.6 કિલોમીટરની છે અને તેમાં કુલ 20 એલિવેટેડ સ્ટેશનનો સમાવેશ થાય છે. ડાયમંડ ગાર્ડન ચેમ્બુરથી મંડાલે સુધી આ મેટ્રો દોડાવવામાં આવશે. આ રૂટ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે, વેસ્ટર્ન રેલવે, સેન્ટ્રેલ રેલવે, મોનો રેલ, મેટ્રો માર્ગ-2એ (દહીંસરથી ડી એન નગર), મેટ્રો-3 (કોલાબાથી સિપ્ઝ) અને મેટ્રો માર્ગ-4 (વડાલાથી કાસારવડવલી) આ તમામ મહત્ત્વના માર્ગને જોડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!