શેર યા સવાશેરઃ 5 વર્ષમાં ડિફેન્સ ક્ષેત્રની કંપનીએ રોકાણકારોને આપ્યું 2900 ટકાથી વધુ રિટર્ન
વૈશ્વિક માર્કેટમાં અસ્થિરતાના માહોલ વચ્ચે ઘરઆંગણાના માર્કેટમાં ઈલેક્શનના માહોલને કારણે ભારતીય શેરબજારમાં મોટી ઉછળકૂદ જોવા મળી રહી છે. રિઝર્વ બેંક દ્વારા નાણાકીય નીતિમાં વ્યાજદરમાં કોઈ વધારો નહીં કર્યા પછી માર્કેટમાં એકતરફી મોટી વધઘટ વચ્ચે માર્કેટમાં ડિફેન્સ સેક્ટરે જોરદાર આગેકૂચ નોંધાવી છે. એક અહેવાલ પ્રમાણે ડિફેન્સ સેક્ટરના અગ્રણી શેર ઝેનટેક (ઝેન ટેકનોલોજીસ)માં પાંચ વર્ષમાં 2900 ટકાથી વધુનું વળતર મળ્યું છે.
રેડ ઝોનમાંથી ઐતિહાસિક સપાટીએ શેર
જેનટેક શેરના ભાવમાં પાંચ વર્ષમાં મોટા ઉછાળા વચ્ચે ઐતિહાસિક સપાટી પાર કરી હતી. જેનટેક શેરનો ભાવ ગુરુવારે વધીને 1970 રુપિયાના ભાવે રહ્યો હતો, જે આજે એકંદરે રેડ ઝોનમાં હતો. સ્ટોકમાર્કેટમાં આજે ઘટતા મથાળે ઝેનટેકનો ભાવ 1948 બોલાયો હતો, જે ઓપનિંગ માર્કેટમાં ઘટીને 1900થી નીચે રહ્યો હતો. આજના માર્કેટમાં વધઘટ વચ્ચે પમ 1964 રુપિયાનો ઓલ ટાઈમ હાઈ મથાળે રહ્યો હતો. સવારે દસ વાગ્યે 1920 રુપિયાએ ટ્રેડ કરી હહ્યો હતો, જ્યારે આગામી દિવસોમાં નવી સપાટી વટાવે તો નવાઈ નહીં.
આ વર્ષે અત્યાર સુધીમાં 144 ટકાનું રિર્ટન આપ્યું
ડિફેન્સ સેક્ટર અગ્રણી ઝેન ટેકનોલોજીસ એન્ટી ડ્રોન બનાવનારી કંપનીએ રોકાણકારોને પાંચ વર્ષમાં છપ્પરફાડ વળતર આપ્યું છે, જેમાં પાંચ વર્ષના સમયગાળામાં 2,900 ટકાથી વધુ વળતરનું આપ્યું છે. ઝેનટેક શેરે 1754થી 1964 રુપિયાના મથાળે રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં 17 ટકા રિર્ટન આપ્યું છે, જ્યારે એક વર્ષમાં 160 ટકા વળતર મળ્યું છે. એક વર્ષમાં અત્યાર સુધીમાં 144 ટકાનું વળતર રોકાણકારોને મળ્યું છે.
સંરક્ષણ મંત્રાલય તરફથી કોન્ટ્રાક્ટ મળતા ચર્ચામાં
ઝેન ટેક્નોલોજીસને સંરક્ષણ મંત્રાલય તરફથી સિમુલેટર માટે 46 કરોડ રુપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. પાંચ વર્ષના માટે કંપનીને ડિઝાઈન અને સિમુલેટર માટે કામગીરી કરશે. કંપનીએ એકસચેન્જને જણાવ્યું હતું કે એએમસી ઝેનના ઈન્વોટિવ ડિફેન્સ સોલ્યુશન માટે સંરક્ષણ મંત્રાલય વિશ્વાસ કરે છે અને મંત્રાલયની સાથે કંપનીના સહયોગને વધુ મજબૂત કરે છે. અપગ્રેડેડ સિમ્યુલેટર ટેક્નિક માધ્યમથી સંરક્ષણ મંત્રાલયની ઓપરેશનની વિવિધ જરુરિયાતોને પૂરી પાડવા કંપની ક્ષમતા કરશે.
(અહીંના લેખ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)