તમારા બાળકોનું ભાવિ છે તમારા હાથમાં આટલી આવશ્યક બાબતનું ધ્યાન રાખો
સંયુક્ત પરિવાર હોય કે પછી સિંગલ ફેમિલી પણ તમારા પરિવારમાં બાળકોનો ઉછેર તમારા પર સૌથી વધુ નિર્ભર કરે છે. તેમના માનસિક ઉછેરની જવાબદારી પણ તમારી છે. આજના સિંગલ ફેમિલીના કન્સેપ્ટને કારણે પરિવારમાં બાળકોના ઉછેરની અવગણના થતી હોય છે, ક્યારે માતાપિતા પાસે ટાઈમના અભાવનું પરિણામ પણ બાળકોના ઉછેર પર પડે છે. આ ગંભીર સમસ્યા બની જાય એ પહેલા તેના માટે તમે પ્રિપેર રહો અને શક્ય એટલા તેમને માનસિક રીતે સ્વસ્થ રાખવા માટે જરુરી બાબતો પર ધ્યાન રાખો.
કંઈક નવું શીખવાડવાનો કરો પ્રયાસ
તમે જે કંઈ શીખવાડવા માગો છો તેમાં તમે પણ રસ લો પછી તમે એમને એ બાબત તરફ વાળી શકો છો. સૌથી પહેલા બાળકોને એવી એક્ટિવિટી શીખવાડો જેથી તમારી સાથે એમને પણ કંઈ નવું કરવાની ઈચ્છા થાય. જો તમને રસ પડતો હોય તો પેઈન્ટિંગ આ ડ્રોઈંગ કરવાનું શીખવાડો. બાળકોને ડ્રોઈંગ કે કલરિંગ કરવાનું શિખવાડો. બાળકોના મગજના વિકાસમાં પણ વિશેષ હેલ્પફૂલ રહે છે, જ્યારે બાળકો કોઈ ડ્રોઈંગ બનાવે છે તો તેની સાથે રહો કે કલરિંગ કે પેઈન્ટિંગ કરવા મટે પણ તેમને માર્ગદર્શન આપો. જો તમને રસ ના હોય તો પણ તમે કોઈ સારા ટીચરનો સંપર્ક કરીને પણ તેને એ તરફ વાળી શકો છો.
માનસિક રીતે સક્રિય રહે એવી રમત શીખવાડો
રમતગમત ક્ષેત્ર વિશાળ છે. જો તેને ઘરમાં બેસીને રમવાની ગેમ પસંદ હોય તો એ ક્ષેત્રે વાળી શકો છો. જેમ કે ચેસ. ચેસમાં પણ તમે નાની ઉંમરથી તેને શિખવાડી શકો છો. ચેસ જેવી માઈન્ડ ગેમમાં માસ્ટર બની શકે તો તેની પ્રગતિ ચોક્કસ થાય છે. એના સિવાય આઉટડોર ગેમ પર ફોક્સ કરવા માગતા હોય તો તમે કોઈ પણ રમતમાં જો તેને રમવાનું પસંદ પડતું હોય તો એના રસ પ્રમાણે રમવા દો. કોઈ પણ રમત બાળકોને શારીરિક અને માનસિક વિકાસ એમ બંને રીતે ફાયદાકારક રહે છે. મગજને એક્ટિવ રાખે છે તથા ઝડપથી નિર્ણય લેતા પણ શીખે છે.
આઉટડોર નહીં તો ઈન્ડોર એક્ટિવિટીઝ શીખવાડો
દીકરો હોય કે દીકરી પણ જો તેમને ઈન્ડોર એક્ટિવિટીમાં તમે ડાન્સ કરવાનું શીખવાડી શકો છો. દીકરી હોય તો તમે ભારત નાટયમ કે અન્ય ટ્રેડિશનલ ડાન્સ શિખવાડી શકો છો. બાળકો મ્યુઝિકની ધૂન પર ડાન્સ કરે તો મગજ અને બોડી પણ એક્ટિવ રહે છે, તેનાથી બાળકોનું મગજ ઝડપી બને છે. બોડીમાં મૂવમેન્ટ વધવાને કારણે વધુ એક્ટિવ રહે છે, જે લાંબા સમય સુધી કાર્યશીલ રહે છે.