ઘરે બેઠા પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો, જાણો કઈ રીતે?
બેંકમાં ખાતું આજે દરેક ઘરના સભ્યોનું હોય છે, જે જીવનમાં જરુરી બાબત બની ગઈ છે. જો બેંકમાં ખાતું ન હોય તો ક્યારેક બીજાના એકાઉન્ટનો ઉપયોગ કરવાની નોબત આવે છે. જો તમે કોઈ અજાણ્યા શહેર યા ગામમાં હો અને પૈસાની જરુર ઊભી થાય તો પણ તમારે જરુરિયાત પડે તો શું કરો. વિચારી લેજો. બેંકમાં ખાતું હોવા છતાં અમુક લોકોને એટીએમ સુધી જવામાં પરેશાનીનો સામનો કરવો પડે છે. બેંકિંગ સિવાય તમે પોસ્ટ ઓફિસથી એકાઉન્ટ ખોલી શકો છો અને અંતરિયાળ વિસ્તારમાંથી પણ નાણાકીય ટ્રાન્ઝેક્શન કરી શકો છે.
ટેકનોલોજી સાથે ચાલો
અમુક વખતે અંતરિયાળ ગામડાઓમાં પણ બેંક ન હોય કે એટીએમ ન હોય તો શું કરો. પૈસા ખર્ચ કરવા હોય કે કોઈને આપવા હોય તો શું કરો, તેથી હવે થોડા મોર્ડન બનવું જરુરી છે, જેમાં ટેક્નોલોજીને સાથે નહીં ચાલો તો પૈસા હોવા છતાં ક્યારેક તમારા હાથ બંધાયેલા રહે છે. બેંકના માફક તમે પોસ્ટમાં પણ ખાતું ખોલાવી શકો છો. આ ઉપક્રમ હેઠળ ભારત સરકારે હવે પોસ્ટ ઓફિસમાં પણ બેંકની જેવી વ્યવસ્થા કરી છે, જેમાં એકાઉન્ટ ખોલવા માટે ક્યાંય જવાની જરુરિયાત પડતી નથી તેના માટે એક કોલ કરવાની જરુરિયાત રહે છે ત્યારબાદ પોસ્ટમેન તમારા ઘરે આવીને ખાતું ખોલાવી શકે છે.
એકાઉન્ટ ખોલવાના નિયમો
પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલવા માટે તમારી પાસે પેન કાર્ડ અને આધાર કાર્ડથી મોબાઈલ લિંક હોવાનું જરુરી છે. પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલવા માટે તમારી ઉંમર પણ 18 વર્ષ અથવા એનાથી વધુ હોવી જોઈએ. પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલવા માટે તમારે 155299 અથવા 18001807980 પર કોલ કરવાનો રહે છે ત્યારબાદ કોલ કસ્ટમર સર્વિસ પર તેની વિગતો જણાવવાની રહે છે, જેમાં તમારું નામ, સરનામું અને અન્ય વિગત માગશે પછી તમારું ખાતું ખોલવાની પ્રક્રિયા શરુ થશે.
આઈપીપીબી એપથી એકાઉન્ટ ખોલી શકો
આઈપીપીબી એપ્લિકેશનની મદદથી ખાતું ખોલાવી શકો છો. એના માટે તમારે આઈપીપીબી એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવાની રહે છે. ત્યાર પછી તમારે એપ્લિકેશનમાં ઓપન યોર એકાઉન્ટ નાઉના ઓપ્શન પર ક્લિક કરવાનું રહે છે. એના પહેલા તમારે બોક્સમાં તમારે મોબાઈલ નંબર અને બીજા બોક્સમાં તમારે પેન કાર્ડનો નંબર લખવાનો રહે છે. એના પછી તમારું કાર્ડ તમે સબમિટ કરવાનું રહે છે. એના પછી તમારે કેવાયસી માટે તમારે 155299 પર કોલ કરવાનો રહેશે.
એપ્લિકેશનથી ટ્રાન્ઝેક્શન કરી શકો
આઈપીપીબી એપ્લિકેશનના અન્ય ફીચરને પણ સમજી લો, જેમાં તમારી સ્કીન પર ફન્ડ ટ્રાન્સફર, સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શન, મેનેજ બેનિફિશિયરી, પીઓએસબી સ્વીપ ઈન, પીઓએસબી સ્વીપ આઉટ અને ક્યુઆર કોડ સ્કેન કરવાનો વિકલ્પ હોય છે. આ વિકલ્પમાં તમે પહેલા નંબરના બોક્સ એટલે કોઈ પણ વ્યક્તિને પેમેન્ટ કરવા માટે ક્યુઆર કોડને સ્કેન કરીને પેમેન્ટ કરી શકો છો. એના સિવાય તમે કોઈ પણ વ્યક્તિને બેંક એકાઉન્ટ મારફત પૈસા મોકલી શકો છો.