હાથ-પગના દુખાવાને દૂર કરવા રોજ કરો આટલા યોગાસનો, ફાયદો થઈ શકે…
ખોટી યા બેઢંગી જીવનશૈલી અને ખાણીપીણીને કારણે લોકોને અલગ અલગ પ્રકારની સમસ્યા ઊભી થઈ શકે છે. દોડધામવાળી અને કામકાજના ચક્કરમાં તમને મુશ્કેલી પડી શકે છે. આજની દોડધામવાળી જિંદગીમાં શરીરને પણ આરામ મળતો નથી. હાથ-પગમાં દબાણ યા કોઈ અન્ય દુખાવાને કારણે સમસ્યા ઊભી થતી હોય છે. અમુક લોકો હાથ-પગના દુખાવા માટે માલિશ કરતા હોય છે, જેમાં તાત્કાલિક આરામ તો મળી જાય છે, પરંતુ કાયમી ધોરણે તેનું નિદાન કરવું જરુરી રહે છે. જો કાયમી ધોરણે તેનો ઉકેલ લાવો તો તમને ભવિષ્યમાં મુશ્કેલી પડતી નથી. અમે તમને હાથ-પગના દુખાવાને દૂર કરવા માટે ઉપાય આપી રહ્યા છે તમે અજમાવી શકો છો મહત્ત્વના યોગાસનો.
સેતુબંધાસનઃ હાથ-પગના દુખાવાને દૂર કરવા માટે તમે સેતુબંધાસન કરી શકો છો. આ આસન બ્રિજ યા પુલનો પોજ આપવાનો રહે છે. સેતુબંધાસન પગ અને કમરના દુખાવામાંથી છૂટકારો આપે છે. પગની માસપેશીઓમાં લોહીનો સંચાર વધારે છે, તેનાથી પગમાં થનારા દુખાવા ગાયબ કરે છે. સેતુબંધાસન કરવા માટે સૌથી પહેલા કમરના બળે સૂઈ જાઓ, પછી પગને ખભાથી અલગ કરીને ઉપર ઉઠવાનો પ્રયાસ કરીને ઘૂંટણોને વાળો. હથેળીઓને ખોલીને હાથ બિલકુલ સીધા જમીન પર રાખો. શ્વાસ લેતી વખતે કમરના હિસ્સાથી ઉપર ઉઠાવો અને ખભા અને માથાને સપાટ જમીન પર રાખો. ત્યાર બાદ શ્વાસ છોડીને પોતાની મૂળ પોઝિશનમાં આવો.
ઉત્તાનાસનઃ ઉત્તાનાસન પણ પગના દુખાવા કે જકડાઈ જતા હોવાની તમારી ફરિયાદને દૂર કરી શકે છે. આ આસન કરવાથી તમારી કમર અને કમરના મણકા માટે ફાયદાકારક ગણાય છે. આ આસન કરવાથી તમારા પગ, ઘૂંટણ અને પગના પાછળના હિસ્સાને પણ મજબૂત કરે છે.
બાલાસનઃ બાલાસનને બીજી રીતે ચાઈલ્ડ પોઝ કહેવાય છે. આ આસન નિયમિત રીતે કરવાથી તમારા પગના દુખાવાને દૂર કરે છે. ચાઈલ્ડ પોઝ કરવા માટે તમે જમીન પર વજ્રાસન અવસ્થામાં બેસી જાઓ. આ આસન કરવાથી તમારા શ્ર્વાસોશ્વાસ સાથે હાથ, પગ અને આંગળીઓને કસરત કરવાની તક મળે છે, જેમાં હાથ-પગના દુખાવાને દૂર કરવા સાથે વધુ મજબૂત પણ બને છે.
ભુજંગાસનઃ ભુજંગાસનને પણ પગ અને શરીરના દુખાવાથી છૂટકારો મેળવવા માટે લાભદાયક છે. આ આસન કરવાથી તમારા પેટ, હાથ-પગની માસપેશીઓને પોષણ મળે છે. આ ઉપરાંત, તમારા શ્વાસોશ્વાસની ક્રિયા પર અસર થાય છે. તમારે આસન કર્યા પહેલા પણ તમારામાં કોઈ અન્ય બીમારી છે કે નહીં એની તપાસ કરવી જોઈએ પછી તમે કોઈ આસનનો અમલ કરવો જોઈએ.