બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’ના તરખરાટ વચ્ચે આદિત્ય ધરની પત્ની યામી ગૌતમે કર્યો ચોંકાવનારો ખુલાસો…
બોલીવુડ એક્ટ્રેસ અને ધુરંધર ફેમ ડિરેક્ટર આદિત્ય ધરની પત્ની યામી ગૌતમ તેની ફિલ્મ ‘ધુરંધર 2’ ની ભવ્ય સફળતા વચ્ચે પોતાની પર્સનલ લાઈફ અને કરિયરને લઈને કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં યામી ગૌતમે ખુલાસો કર્યો હતો કે પોતાની પર્સનલ લાઈફને વધુ પડતી પ્રાઇવેટ રાખવાની અસર તેના ફિલ્મી કારિયા પર જોવા મળી રહી છે. ચાલો જોઈએ શું છે આખી ઈન સાઈડ સ્ટોરી…
તાજેતરમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં યામી ગૌતમે સ્વીકાર્યું હતું કે એક સિનિયર સેલિબ્રિટીએ તેને કહ્યું હતું કે ઈન્ડસ્ટ્રીમાં પર્સનલ લાઈફને જેટલી પ્રાઈવેટ રાખીશ એટલું લોકોને તને, તારા કેરેક્ટરને સમજવામાં મદદ મળશે. પરંતુ આ નિર્ણય લેવો એટલો સહેલો નહોતો. ઘણી વખત તેને એવું લાગ્યું કે જો તે તેની પર્સનલ લાઈફને લોકો સામે રાખતા તો તેને વધુ સારું કામ મળ્યું હોત.
યામી ગૌતમના માટે ઈન્ડસ્ટ્રીમાં કામ મેળવવા માટે તમારી વીઝીબિલિટિ ખૂબ જ મહત્વની છે. યામી હંમેશા બોલીવૂડની ઝાકઝમાળ ભરેલી પાર્ટીઓ, પ્રમોશન અને ‘પીઆર સ્ટન્ટ્સથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેના મતે, અંતે તો દર્શકોનો પ્રેમ અને તમારું પરફોર્મન્સ જ કામ લાગે છે. તે માને છે કે કામ બોલવું જોઈએ, દેખાડો નહીં.
યામી ગૌતમે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે મારું ધ્યાન હંમેશા ફિલ્મની સ્ક્રિપ્ટ એન્ડ રોલ પર જ રહે છે. હું એવા રોલ કરવાનું પસંદ કરું છું જે પડકારજનક હોય, દર્શકોને કંઈક નવું આપે. જોકે, સમયની સાથે બદલાવ આવી રહ્યો છે. હવે કન્ટેન્ટ અને પરફોર્મન્સને ઈમ્પોર્ટન્સ મળી રહ્યું છે અને આ જ કારણ છે કે મને પબ્લિસિટી વિના પણ મહત્વના રોલ મળી રહ્યા છે.
વાત કરીએ ફિલ્મ ધુરંધર 2ની તો બોક્સ ઓફિસ પર ધુરંધર 2નો દબદબો યથાવત છે. ફિલ્મે અપેક્ષા કરતા અનેકગણી વધુ કમાણી કરી છે અને દિવસે દિવસે બોક્સ ઓફિસ પર કલેક્શનના નવા નવા રેકોર્ડ બનાવી રહી છે.
