દુનિયામાં ભૂકંપનું સંકટ: રશિયામાં 8 તીવ્રતાનો ધરતીકંપ, જાપાન અને અમેરિકા સુધી અસર
રશિયામાં આવેલા ભયાનક ભૂકંપ બાદ ઉત્તર પ્રશાંત વિસ્તારમાં સુનામીનો ખતરો, જાણો કઈ તીવ્રતાના ભૂકંપ સૌથી વધુ વિનાશક છે

રશિયામાં ખતરનાક ભૂકંપના આંચકા અનુભવાયા અને એની અસર જાપાન અને અમેરિકા સુધી અનુભવાઈ છે. અત્યાર સુધીના સૌથી ભયાનક ભૂકંપ અને સુનામીનો લોકોને અનુભવ થયો છે ત્યારે જાણીએ દુનિયાના દસ સૌથી ભયાનક ભૂકંપ અને કેટલી તીવ્રતાના ભૂકંપ સૌથી વધુ ખતરનાક હોય છે. રશિયાના અંતરિયાળ વિસ્તારમાં આજે સવારના સૌથી શક્તિશાળી ભૂકંપ પૈકીનો એક આંચકો આવ્યો અને એના પછી ઉત્તર પ્રશાંત ક્ષેત્રના અનેક દેશોમાં સુનામીને લઈ એલર્ટ આપવામાં આવ્યું હતું. રશિયા સિવાય જાપાન, અમેરિકાના અલાસ્કા, હવાઈ, ન્યૂ ઝીલેન્ડ, ઈન્ડોનેશિયા સહિત અનેક દેશના રહેવાસીઓના જીવ તાળવે ચોટી ગયા. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે સામાન્યતઃ આઠ તીવ્રતાના ભૂકંપથી ભયંકર નુકસાન થઈ શકે છે.
રશિયાનો ધરતીકંપ દુનિયાનો છઠ્ઠો ભયાનક ભૂકંપ
ભૂકંપ માટે એવું કહેવાય છે કે દુનિયાના કોઈના કોઈ ખૂણે રોજ આંચકા અનુભવતા હોય છે. એક દિવસમાં દુનિયામાં પંચાવન ઝટકા લાગે છે રશિયાના પૂર્વીય તટ પર આવેલા ભૂકંપ દુનિયાનો છઠ્ઠો સૌથી ભયાનક છે. નુકસાનને લઈ કોઈ જાણકારી મળી નથી પણ આઠ તીવ્રતાના ભૂકંપથી તો સૌથી વધુ નુકસાન પહોંચી શકે છે.
પાંચથી 5.9 તીવ્રતાના ભૂકંપથી નુકસાન થઈ શકે
ભૂકંપનો અનુભવ ક્યારે થાય તો રિક્ટર સ્કેલ 0-1.9 તીવ્રતાનો ભૂકંપ આવે છે, પરંતુ એનાથી કોઈને જાણકારી મળતી નથી. જો બેથી 2.9 તીવ્રતાનો ભૂકંપ આવે તો તેની નોંધ સિસ્મોગ્રાફ પર થાય છે. જો 2થી 2.9 તીવ્રતાનો ભૂકંપ આવે તો હળવો આંચકો અનુભવાય છે, જ્યારે ત્રણથી 3.9 તીવ્રતાના ભૂકંપથી અહેસાસ થાય છે કે જાણે તમારી પાસેથી કોઈ ટ્રક પસાર થઈ ગઈ. ચારથી 4.9 તીવ્રતાના ભૂકંપથી બારી-બારણા તૂટી શકે યા દીવાલને તિરાડ પડી શકે છે. જો પાંચથી 5.9 તીવ્રતાનો ભૂકંપ આવે તો ફર્નિચરના સામાનમાં હિલચાલ થાય અને નુકસાન થવાની સંભાવના રહે.
7.8 તીવ્રતાના ભૂકંપમાં 50,000 લોકો માર્યાં ગયા
જો છથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવે તો વિનાશકારી સાબિત થઈ શકે છે. છથી 6.9 તીવ્રતાનો ભૂકંપ આવે તો ઘર-દુકાનની ઈમારતોમાં તિરાડો પડી શકે છે, જ્યારે બહુમાળી ઈમારતોને નુકસાન પહોંચી શકે છે. સાતથી 7.9 તીવ્રતાના ભૂકંપથી ઈમારતો પણ ધરાશાયી થઈ શકે, જ્યારે જમીનની પાઈપલાઈનો પણ તૂટી શકે છે. ગયા વર્ષે તુર્કી અને સિરિયામાં આવેલા 7.8 તીવ્રતાના ભૂકંપમાં 50,000 લોકો માર્યાં ગયા હતા, જ્યારે અનેક શહેરો તબાહ થઈ ગયા હતા.
આઠ તીવ્રતાના ભૂકંપને કારણે શહેરને નુકસાન પહોંચાડે
જો આઠ તીવ્રતાનો ભૂકંપ આવે તો સમગ્ર શહેરને નુકસાન પહોંચાડી શકે છે. આઠથી 8.9 તીવ્રતાના ભૂકંપથી શહેરની ઈમારતો, પુલ, ડેમ પણ તૂટી શકે છે, જ્યારે દરિયામાં પણ સુનામી આવી શકે છે. સૌથી વિનાશક ભૂકંપ નવ તીવ્રતાનો છે. અત્યાર સુધીમાં પાંચ વખત નવ તીવ્રતાનો ભૂકંપ આવ્યા છે. એક અંદાજ પ્રમાણે વર્ષે 2.5 તીવ્રતાના ભૂકંપ તો દુનિયામાં રોજ લાખો આવે છે, જ્યારે 5.4 તીવ્રતાની સંખ્યા પાંચ લાખ સુધી પહોંચે છે, જ્યારે 5.5 તીવ્રતાથી લઈને છ સુધીના ભૂકંપની સંખ્યા 300થી 400ની વચ્ચે હોય છે.
દુનિયાના વિનાશકારી ભૂકંપ ક્યારે આવ્યો હતો
દુનિયાના સૌથી દસ વિનાશક ભૂકંપની વાત કરીએ તો રશિયાના પૂર્વ દરિયાકિનારા પર આવેલો દુનિયાનો સૌથી મોટા વિનાશક ભૂકંપ પૈકીનો એક છે, જ્યારે એના પહેલા આ જ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રશિયાના કામચટકા વિસ્તારમાં આવેલો ભૂકંપ સૌથી મોટો નથી. 73 વર્ષ પહેલા ચોથી નવેમ્બર 1952માં કામચટકામાં નવ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, પરંતુ કોઈ તબાહી થઈ નહોતી. હવાઈમાં 9.1 મીટર ઊંચા દરિયામાં મોજા ઉછળ્યા હતા, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી.
