December 20, 2025
અજબ ગજબહોમ

દુનિયાનું સૌથી ઊંચાઈ પર આવેલું રેલવે સ્ટેશન કયું છે, જ્યાં મુસાફરી વખતે ઓક્સિજન માસ્કની જરુર પડી શકે

Spread the love

તિબેટના ધર્મ ગુરુ દલાઈ લામાના ઉત્તરાધિકારીને લઈ ચીન અને ભારત બંનેએ સક્રિયપણે પ્રતિક્રિયાઓ આપી છે, પરંતુ દુનિયામાં તિબેટનું રેલવે ક્ષેત્રે નામ લેવાય છે એ પણ સૌથી ઊંચાઈ પરનું રેલવે સ્ટેશન હોવાને નાતે. વેલ, દુનિયામાં સૌથી ઊંચાઈ પરનું રેલવે સ્ટેશન. હવાઈ અને જળ પરિવહનના વિસ્તાર પછી પણ રેલવેને લોકો ભૂલી શકે એમ નથી. ભલે બુલેટ ટ્રેનનો યુગ આવશે તો ય વઘઈની સ્લો મોશન ટ્રેનની સવારી લોકો ભૂલશે નહીં. દુનિયામાં હજુ રેલવેનો દબદબો બીજી એક સેન્ચુરી રહે શકે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. આ વખતે વાત કરીએ એવા રેલવે સ્ટેશનની, જ્યાંથી ટ્રેન પકડવા માટે તમારી પાંચ, દસ હજાર નહીં, પરંતુ 16,000 ફૂટની ઊંચાઈ પર જવું પડે.

તાંગગુલ પર્વત પર આવેલું છે સ્ટેશન
યસ, દુનિયાનું સૌથી ઊંચાઈ પર આવેલું રેલવે સ્ટેશન તિબેટમાં આવેલું છે, જ્યારે તેનું નામ તાંગ-ગુ-લા રેલવે સ્ટેશન છે. આ રેલવે સ્ટેશન દુનિયાની સૌથી ઊંચાઈ પર બનાવેલું છે, જ્યારે એની ઊંચાઈ પર પહોંચ્યા પછી તમને ટ્રેન મળી શકે છે. ગોલમુંડને તિબેટની રાજધાની લ્હાસાને જોડનારી રેલવે લાઈન છે, જે દુનિયાનું સૌથી ઊંચાઈ પરનું રેલવે સ્ટેશન છે. તિબેટના તાંગગુલ પર્વતમાં આવેલું છે. કિંગહાઈ-તિબેટ રેલવેનો મહત્ત્વપૂર્ણ સેક્શન છે.

પ્રવાસીઓને ઓક્સિજન માસ્ક અપાય છે
તાંગગુલા રેલવે સ્ટેશન દરિયાની ઊંચાઈ પરથી 16,627 ઊંચાઈ પર આવેલું છે. તિબેટના તાંગગુલા રેલવે સ્ટેશનને લોકો ડાંગલા રેલવે સ્ટેશન તરીકે પણ ઓળખે છે અને કહે પણ છે. આ સ્ટેશન ચિંગહઈ-તિબેટ રેલવે સેક્શન છે, જ્યારે આ રેલવે લાઈન તિબેટને ચીન સાથે જોડનારો રેલવે માર્ગ છે. આ રેલવે સ્ટેશનથી પસાર થનારી ટ્રેનમાં ઓક્સિજન માસ્ક હોય છે, જેની ઊંચાઈ વધારે હોવાથી કિંધાઈ-તિબેટ રેલવે લાઈન પર ઓક્સિજન ઓછો રહે છે, જેથી ફ્લાઈટના માફક ટ્રેનની સીટ નીચે પ્રવાસીઓ માટે ઓક્સિજન માસ્ક રાખવામાં આવેલા છે.

નિયમિત રીતે ટ્રેન ધીમી ચાલે છે
તાંગગુલા રેલવે સ્ટેશન પર કોઈ સ્ટાફ હોતા નથી, જ્યારે પૂરું સ્ટેશન ઓટોમેટિક હેન્ડલ થાય છે. જુલાઈ, 2006માં આ સ્ટેશનનું નામ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશન પર ત્રણ ટ્રેક છે, જ્યાં એક પ્લેટફોર્મ વર્કિંગ છે, જ્યારે વચ્ચેના ટ્રેકને શન્ટિંગ માટે ઉપયોગ કરાય છે, જ્યારે ત્રીજી લાઈન નાના પ્લેટફોર્મ પર છે. અહીં પેસેન્જર ફેસિલિટી અને કર્મચારીઓ પણ હોતા નથી. જોકે, નિયમિત રીતે ટ્રેન ધીમી ચાલે છે, જેથી પ્રવાસીઓ પણ ટ્રેનની મુસાફરીનો આનંદ લઈ શકે છે.

2010થી ટ્રેનસેવા ચાલુ થઈ હતી
તાંગગુલા રેલવે સ્ટેશનની લંબાઈ 1.25 કિલોમીટરની છે. વર્ષ 2010 પહેલા અહીં કોઈ પેસેન્જર ટ્રેન આવતી નહોતી, પરંતુ હવે એક પેસેન્જર ટ્રેન પહોંચે છે. ચીન સિવાય ભારતની વાત કરીએ તો પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ હિમાલયન રેલવે સ્ટેશન ઘુમ દેશના સૌથી ઊંચું રેલવે સ્ટેશન છે. ઊંચા રેલવે સ્ટેશન સિવાય દુનિયાનો સૌથી ઊંચો રેલવે આર્ક બ્રિજ જમ્મુ કાશ્મીરનો ચિનાબ રેલવે બ્રિજ છે, જેની ઊંચાઈ એફિલ ટાવરથી પણ 35 મીટર ઊંચો છે. તિબેટ પહેલા બોલિવિયાનું કોંડોર રેલવે સ્ટેશન દુનિયાની સૌથી ઊંચાઈ પરનું રેલવે સ્ટેશન હતું, જે દરિયાની સપાટીથી 15,706 ફૂટની ઊંચાઈ પર આવેલું હતું.

1,956 કિલોમીટરનો કોરિડોર છે
તિબેટ-ચીનને જોડતા રેલવે કોરિડોરની કૂલ લંબાઈ 1,956 કિલોમીટરની છે. શિનિંગથી ગોલમુડ સુધી 815 કિલોમીટરનો લાંબા રેલવે કોરિડોરનું નિર્માણ 1984માં પૂરું કર્યું હતું. બાકી 1,142 કિલોમીટરના લાંબા કોરિડોર લ્હાસા સુધી નિર્માણકાર્ય 2006માં પૂરું કર્યું હતું. આ રેલ કોરિડોર પણ તાંગ-ગુલા દર્રેથી લઈને પસાર થાય છે, જે 5,072 મીટરની ઊંચાઈ છે, જે વિશ્વનો સૌથી ઊંચો રેલમાર્ગ છે. ગોલમુડથી લ્હાસા સેક્શનમાં કૂલ 45 સ્ટેશન છે, જેમાં 38 પર કોઈ સ્ટાફ નથી, જેને શિનિંગ સ્થિત કંટ્રોલ રુમથી ઓપરેટ કરાય છે.

રેલવેની વાત કરીએ તો ખાસ કરીને રેલવે ટ્રેક વિશેષ રીતે ડિઝાઈન કરેલા છે. હવાનું દબાણ વધારે હોવાથી પ્રવાસીઓના કોચ અને એન્જિન કેબિનમાં ઓક્સિજન રાખવામાં આવે છે. નિયમિત રીતે અહીંનું તાપમાન માઈનસ 40 ડિગ્રી સુધી જાય છે, જ્યારે હિમવર્ષામાં પણ ટકી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!