વર્લ્ડ વોર થ્રીના એંધાણઃ મોસ્કોથી લઈને બીજિંગ સુધી ટેન્શન, ટ્રમ્પ વિરુદ્ધ ફાટી નીકળ્યો ગુસ્સો
ઉત્તર કોરિયાની ત્રીજા વિશ્વયુદ્ધની ચીમકી અને અમેરિકા વિરુદ્ધ ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનો
વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડ પછી સમગ્ર દુનિયામાં તંગ માહોલનું નિર્માણ થયું છે. દુનિયાભરમાં ખાસ કરીને રશિયાથી લઈને ચીન સુધીના દેશોમાં અમેરિકન પ્રશાસન વિરુદ્ધ ગુસ્સો છે. વધતા ગુસ્સાને કારણે ત્રીજા વિશ્વયુદ્ધના મંડાણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અનેક દેશો અમેરિકાના પગલાથી નારાજ છે, જ્યારે અનેક દેશો અમેરિકાની પ્રશંસા કરે છે.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોના અપહરણ પછી ટ્રમ્પ શંકાના દાયરામાં આવ્યા છે. સૈન્ય અને આર્થિક શક્તિના હિસાબથી અમેરિકાની સામે વેનેઝુએલા જેવા દેશની કોઈ હેસિયત નથી, પરંતુ એના પછી ડોનાલ્ડ ટ્રમ્પના હુમલાથી દુનિયાભરના લોકો એને મોટી ભૂલ માની રહ્યા છે. વધતા તણાવ દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી જઈ રહ્યું છે.
વેનેઝુએલા પર હુમલા કરવાની સાથે રાષ્ટ્રપતિ માદુરો અને તેની પત્નીનું અપહરણ કરીને ટ્રમ્પે પોતાના શત્રુઓની યાદી વધારી છે, જ્યારે ટ્રમ્પના શત્રુઓ પણ અમેરિકા સામે મોરચો ખોલીને બેસી જાય તો નવાઈ નહીં. ટ્રમ્પના એક્શનને કારણે દુનિયાભરમાં તણાવ અને યુદ્ધનો રસ્તો ખોલી દીધો હોવાનું માનવામાં આવે છે.
અમેરિકા સામે દુનિયાના તમામ દેશમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. પેરિસમાં ટ્રમ્પની કાર્યવાહીથી ભીડે અમેરિકાનો ધ્વજ પણ બાળ્યો હતો, જ્યારે ક્યુબામાં પણ લોકોએ રસ્તા પર આંદોલન કર્યું હતું. ક્યુબામાં ટ્રમ્પ પ્રશાસન વિરુદ્ધ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ક્યુબા સિવાય પોર્ટલેન્ડમાં અમેરિકામાં સેંકડો લોકોએ વિરોધ પ્રદર્શન કરીને માદુરોની મુક્તિ માગી છે. ઉપરાંત, ઉત્તર કોરિયાએ પણ ચીમકી આપીને કહ્યું છે કે મારા દોસ્તને છોડવામાં આવે નહીં તો ત્રીજું વિશ્વયુદ્ધ થશે.
ઉત્તર કોરિયાએ અમેરિકાની વેનેઝુએલા પરની કાર્યવાહીને ગુંડાગીરી ગણાવી છે. અમેરિકાની કાર્યવાહીને આઝાદી અને સંપ્રભુતા પરનો સૌથી ગંભીર હુમલો ગણાશે. ફ્રાન્સના પાટનગર પેરિસમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે, જ્યારે ઈટલી, આર્જેન્ટિના અને કોલમ્બિયામાં અમેરિકા વિરુદ્ધ અવાજ ઊઠાવ્યા છે.
