ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો દુનિયાના આ 8 દેશ રહેશે સુરક્ષિત
ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વચ્ચે જાણો દુનિયાના સૌથી સુરક્ષિત સ્થાનો વિશે
ઈઝરાયલ-ગાઝા વચ્ચે ઘર્ષણ બંધ થયા પછી હજુ પણ ઈરાન-અમેરિકા (ઈઝરાયલ), રશિયા-યુક્રેન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે, જેમાં ઈરાન અમેરિકા યુદ્ધને કારણે દુનિયાભરના અર્થતંત્રો પર ગંભીર અસર પડી છે. યુરોપ સહિત એશિયાઈ દેશો પર સંકટ વધ્યું છે, જેમ કે ઓઈલ ગેસના પુરવઠા ઠપ થઈ રહ્યા છે. એટલું જ નહીં, અમુક દેશોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે, જ્યારે સૌથી મોટું સંકટ આરબ રાષ્ટ્રો પર તોળાઈ રહ્યું છે. ઈરાનના પરમાણુ મથકો પર હુમલો કરવાના અહેવાલ વચ્ચે હવે યુદ્ધવિરામને બદલે ત્રીજા વિશ્વયુદ્ધનું સંકટ ઊભું થયું છે, પરંતુ દુનિયાના એવા દેશો પણ છે, જે વિશ્વયુદ્ધ થયા પછી સુરક્ષિત રહેશે.
ઈરાન-ઈઝરાયલ ગઠબંધનની વચ્ચે એક મહિનાથી લડાઈ ચાલી રહી છે, જેનાથી ખાડી દેશો સૌથી વધુ પ્રભાવિત થયા છે. ઈરાન પરના હુમલા પહેલા અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો હતો અને તત્કાલીન રાષ્ટ્રપતિને ઉઠાવ્યા હતા. ક્યુબા પર પણ હુમલાની ધમકી આપી ચૂક્યા છે. એના સિવાય રશિયા-યુક્રેન વચ્ચે ચાર વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ એનો અંત આવતો નથી. પણ ત્રીજા વિશ્વયુદ્ધનું સંકટ ઊભું થાય તો આઠ દેશો સુરક્ષિત રહી શકે છે.
સૌથી પહેલા વાત કરીએ સુરક્ષિત રહેનારા દેશ તો ન્યૂઝીલેન્ડનું નામ લેવામાં આવે છે. દુનિયાભરમાં ઉથલપાથલ થઈ રહી છે ત્યારે પ્રશાંત મહાસાગરના દક્ષિણમાં આવેલા અંતિમ ટાપુ એન્ટાર્કટિકાથી 2,500 કિલોમીટર દૂર આવેલું છે. ન્યૂઝીલેન્ડ શાંત હોવાની સાથે ઓછા વ્યૂહાત્મક મહત્ત્વને કારણે દુનિયાભરની તાકાતની પણ રસ નથી.
ન્યૂ ઝીલેન્ડ એન્ટાર્કટિકા પણ પરમાણુ યુદ્ધને કારણે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. દક્ષિણ મહાદ્વીપમાં આવેલ છે એન્ટાર્કટિકા છે. 14 મિલિયન વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો પ્રદેશ સમગ્ર દુનિયાથી અલગ અલગ છે. દુનિયાભરના લશ્કરી મથકોથી પણ દૂર છે, જ્યારે તેના પર હુમલા થવાની શક્યતા છે. એન્ટાર્કટિકામાં અસહ્ય વાતાવરણ હોય છે, જે કુદરત માટે સુરક્ષા કવચ પણ માનવામાં આવે છે.
એન્ટાર્કટિકા સિવાય દક્ષિણ અમેરિકામાં આવેલો ચિલી દેશ પણ સુરક્ષિત છે. એન્ડિઝ પર્વતમાળા અને પ્રશાંત મહાસાગરમાં ઘેરાયેલો દેશ દુનિયાભરના સંઘર્ષવાળા દેશથી અલગ છે. આંતરરાષ્ટ્રીય વેપારના માર્ગ પણ અવરોધવાળા હોવા છતાં પોતાની જનતાનું ભરણપોષણ લાંબા સમય સુધી કરી શકે છે. ચિલી સિવાય આર્જેન્ટિના પણ સંઘર્ષરહિત અને સુરક્ષિત દેશ તરીકે ગણતરી કરવામાં આવે છે. આર્જેન્ટિના પાસે ખેતીવાડીની પુષ્કળ જમીન છે, જ્યારે ચિલીના માફક આર્જેન્ટિનાના ઈતિહાસના વિવાદો પછી પણ અહીં પાકપાણીની મજબૂત વ્યવસ્થા છે. દેશની મોટા ભાગની જનતા પોતાની જરુરિયાતોને પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે.
ઉપરાંત, પેરાગ્વે પણ દુનિયાભરનો અંતરિયાળ દેશ છે, જ્યારે કૃષિ આત્મ નિર્ભરતાવાળો દેશ છે. એટલાન્ટિક મહાસાગર સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો પરાના-પેરાગ્વે જળમાર્ગ દ્વારા છે. આ એકાત્મક રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક એક શાંતિપૂર્ણ ભૂમિ છે, જે મોટાભાગે વિશ્વ રાજકારણના ઉથલપાથલથી અલગ છે. પેરાગ્વે સિવાય ઉરુગવે પણ આંતરરાષ્ટ્રીય તણાવવાળા દેશોથી હજારો માઈલ દૂર છે, જેના પર યુદ્ધની અસર થવાની પણ સંભાવના ઓછી છે.
ભુટાન પણ એક એવો દેશ છે, જે ભારત-પાકિસ્તાન-ચીનના ટકરાવ વચ્ચે ઘેરાયેલો છે. 1971માં સંયુક્ત રાષ્ટ્રનો સભ્ય દેશ બન્યા પછી ભુટાનએ પણ તટસ્થતાવાળી નીતિ અપનાવી છે. પોતાની વિદેશ નીતિમાં કોઈ દેશ સાથે ભળવા સિવાય સંતુલિત વિદેશ નીતિને પ્રાધાન્ય આપ્યું છે, જેથી આ દેશ પણ સુરક્ષિત ગણાય છે. ભુટાન સિવાય યુરોપના સ્વર્ગ સ્વિટઝર્લેન્ડ પણ દુનિયાનો સુરક્ષિત દેશ તરીકે ગણતરી કરવામાં આવે છે. સ્વિટઝર્લેન્ડ પણ બે સદીથી પોતાની તટસ્થ નીતિ પર અડીખમ છે, જેને બે યુદ્ધનો પણ સામનો કર્યો છે. સ્વિટર્લેન્ડ કોઈ દરિયાઈ સીમાથી જોડાયેલો નથી તેમ જ અહીં ઈમરજન્સી બન્કરોનું પણ મજબૂત નેટવર્ક છે.
