વિશ્વ વસ્તી દિવસ: દુનિયામાં ભારતની કૂલ કેટલી વસ્તી છે?
દર વર્ષે 11 જુલાઈએ વિશ્વ વસ્તી દિવસ ઉજવાય છે, જેમાં વધતી વસ્તી વિશે લોકોમાં જાગૃતિ વધારવાનો હેતુ છે

દુનિયાભરમાં આજે વિશ્વ વસ્તી દિવસ મનાવવામાં આવે છે, જ્યારે તેનો ઉદ્દેશ વસ્તી વધારા મુદ્દે લોકોનું ધ્યાન ખેંચવાનો છે. એક અનુમાન અનુસાર 2025માં વિશ્વની વસ્તી 806 કરોડ પાર થઈ જશે. સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલ અનુસાર 1989માં આ દિવસની ઉજવણીની જાહેરત કરવામાં આવી હતી, પરંતુ અગિયાર જુલાઈ 1990ના પહેલી વાર વિશ્વ વસ્તીની ઉજવણી કરી હતી. વિશ્વ વસ્તી દિવસની ઉજવણીનો ઉદ્દેશ ફક્ત દુનિયામાં કેટલી જનસંખ્યા છે એનો પરિચય કરાવવાનો છે. જાણીએ ભારતની કૂલ કેટલી વસ્તી છે અને શું છે ઈતિહાસ.
દર વર્ષે અગિયારમી જુલાઈના વિશ્વ વસ્તી દિવસ મનાવાય છે. વિશ્વ વસ્તી દિવસની ઉજવણીની મંજૂરી સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમની ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા શરુઆત કરી હતી તેમ જ દર વર્ષે અગિયારમી જુલાઈના ઉજવણી કરાય છે. કહેવાય છે કે અગિયારમી જુલાઈ 1987ના દુનિયાની વસ્તીની સંખ્યા પાંચ અબજને પાર થઈ હતી તથા તેની ઉજવણી કરવાની અપીલ ડોક્ટર કેસી જેક્રિયાહે કરી હતી.
આ વર્ષે વિશ્વ વસ્તીની થીમ યુવાનોને નિષ્પક્ષ અને આશાપૂર્ણ દુનિયામાં પોતાની ફેમિલી બનાવવા સશક્ત બનાવવાનો છે. ભારતની કૂલ વસ્તીની વાત કરીએ તો 2025માં 1.46 અબજ છે, જે દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે. રિપોર્ટ્સ અનુસાર ભારતની કૂલ વસ્તી 40 વર્ષમાં 1.7 અબજ થઈ શકે છે.
દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવનારા દેશની વાત કરીએ તો ભારતની 1.46 અબજ છે, જ્યારે દુનિયાની કૂલ વસ્તીની સંખ્યા 8.2 અબજ છે. સૌથી વધારે વસ્તી ધરાવનારા દેશમાં ભારત, ચીન (1.42 અબજ), અમેરિકા (347 મિલિયન), ઈન્ડોનેશિયા (286 મિલિયન), પાકિસ્તાન (255 મિલિયન), નાઈજિરિયા (238 મિલિયન), બ્રાઝિલ (213 મિલિયન), બાંગ્લાદેશ (176 મિલિયન), રશિયા (144 મિલિયન) અને ઈથિયોપિયા (135 મિલિયન) છે.
