June 30, 2025
વાંચન વૈવિધ્યમહેલ્થહોમ

Sunday Special: દિલ હૈ તો દુનિયા હૈ, આજે માનજો તમારા દિલની વાત…

Spread the love

દિલ, હાર્ટ યા હૃદય માટે ઘણું લખાયું છે અને હજુ લખાશે. તમારા તન-મનને તંદુરસ્ત રાખવા માટે સૌથી મહત્ત્વની વાત છે તમારા હૃદયને પણ હેલ્ધી રાખો. હૃદયની વાત એટલા માટે કારણ કે આજે દુનિયા આખી વર્લ્ડ હાર્ટ ડે (World Heart Day)ની ઉજવણી કરે છે. આજે શા માટે હાર્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે અને ઈતિહાસ અને એનું મહત્ત્વ શું છે એવું પણ જાણીએ.
આમ તો શરીરને તંદુરસ્ત રાખવા માટે તમારા હૃદયને તંદુરસ્ત રાખવાનું જરુરી છે, જેમાં ખાનપાનથી લઈને ઓવર એક્સરસાઈઝથી લઈને અન્ય બાબતનું ધ્યાન રાખવું આવશ્યક છે. હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ જેવા કેસમાં વર્ષે લોકોના મોતની સંખ્યા વધી રહે છે. કોરોના મહામારી પછી એનું જોખમ વધ્યું છે. ખાસ કરીને ગોલ્ડન ટાઈમમાં જો તમને ખબર પડે તો વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. અત્યારે 30 વર્ષથી ઓછી ઉંમરના લોકોનું પ્રમાણ વધ્યું છે, તેથી હાર્ટ એટેક યા કાર્ડિયાક એરેસ્ટના કિસ્સામાં દરેક પળ કિંમતી હોય છે એનું ધ્યાન રાખો અને સમયસર સારવાર આપવી યા લેવી જોઈએ.
વર્લ્ડ હાર્ટ ડેનું મહત્ત્વનું શું છે
ખાસ કરીને હાર્ટ સંબંધિત બીમારીઓ અંગે લોકોને જાગૃત કરવા માટે વર્લ્ડ હાર્ટ ડેનું સેલિબ્રેશન કરે છે. લોકોમાં ઝડપથી વધી રહેલા હાર્ટ એટેકના રોગોને કારણે આ દિવસનું મહત્ત્વ વધ્યું છે. તમારા માન્યામાં નહીં આવે પણ વર્ષે 1.80 કરોડ લોકો હાર્ટ સંબંધિત બીમારીને કારણે મોતને ભેટે છે, તેથી અને દુનિયાભરના લોકોને જાગૃત કરવા માટે આ સંસ્થા સક્રિયપણે કામ કરે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા દર વર્ષે વર્લ્ડ હાર્ટ ડેને એક ખાસ થીમને લઈ સેલિબ્રેશન કરે છે. મોટિવેટ ઈન્ડિવિડિયુલ્સ ટૂ લૂક આફટર ધિયર હાર્ટ હેલ્થ)ને મનાવશે.
લક્ષણો પણ જાણી લો
વાસ્તવમાં હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીથી બચવા માટે તેના ગંભીર લક્ષણોને પહેલાથી ધ્યાનમાં રાખવાનું જરુરી છે. અચાનક ચક્કર આવવા, માથામાં દુખાવો, બેભાન થઈ જવાનું લાગતું હોય તો હૃદય સંબંધિત સમસ્યા ટકોરા મારી રહી છે ચેતી જાઓ. આ લક્ષણો તમે અનુભવો તો સીધા ચત્તા સૂઈ જાઓ, આરામ કરો. હાટે એટેકની સ્થિતિમાં તરત એસ્પ્રિનની ટેબ્લેટ લેવાથી બ્લડ ક્લોટિંગની સમસ્યાને દૂર કરી શકે છે. ગીત છે અને દિલ તો બચ્ચા હૈ, જી પણ એનું જતન બચ્ચાના માફક કરવું પડે છે તો સચવાય છે.
2000ના વર્ષથી સેલિબ્રેશન
વર્લ્ડ ફેડરેશન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા હૃદયનું મહત્ત્વ સમજાવવાની જરુરિયાત જણાઈ અને એનો અમલ કરવા માટે લોકોને જાગૃત કરવાનું બીડું પણ ઝડપ્યું. એનો પ્રારંભ 2000ના વર્ષમાં કર્યો બીજી રીતે જોવામાં આવે તો સપ્ટેમ્બરના ચોથા રવિવારે સેલિબ્રેશન કરવાનો પ્રારંભ કર્યો પણ પછી 2019માં 29મી સપ્ટેમ્બરથી શરુઆત કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!