વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસે ગૃહિણીઓ આજે શું ધ્યાનમાં રાખશો?
ગમે તેટલું કમાવો પણ દુનિયામાં સૌથી મોટી વાત હેલ્ધી આરોગ્ય છે અને એ જ સુખી જીવનની ચાવી છે. તંદુરસ્ત આરોગ્ય માટે ખાણી-પીણીનું વિશેષ ધ્યાન રાખવાનું રહે છે. ખાવા-પીવાની વસ્તુના મહત્ત્વને સમજાવવા માટે દુનિયાભરમાં વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે સાતમી જૂનના વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે (World Food Safety Day) તરીકે ઉજવણી કરવામાં છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા દર વર્ષે આ દિવસનું સેલિબ્રેશન કરવામાં આવે છે કારણ કે લોકો ખાણી-પીણી વસ્તુઓનું મહત્ત્વ સમજે. આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે, કારણ કે તેનો ઉદ્દેશ તમે લોકો જે ખાવ-પીઓ છો તે તમારા આરોગ્ય માટે જોખમી તો નથી, તેથી જે કાંઈ આરોગો પણ સુરક્ષિત હોવાનું જરુરી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અને સંયુક્ત રાષ્ટ્રસંઘના ફૂડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એફએઓ) આ દિવસના સેલિબ્રેશન માટે દુનિયાના મોટા ભાગના રાષ્ટ્રો સાથે મળીને કામ કરે છે. દુનિયાના દેશમાં ફૂડનું મહત્ત્વ અને સુરક્ષા માટે તમામ લોકોને સાથે મળીને કામ કરવા માટે પ્રેરણા-પ્રોત્સાહન પણ આપે છે.
સુરક્ષિત ભોજન જ વ્યક્તિને બીમારીથી રોકે છે અને તંદુરસ્ત રાખી શકે છે. વાસી ફૂડ ખાવાથી પણ અનેક પ્રકારના રોગો થાય છે. ખાસ કરીને વૃદ્ધ, બાળક, પ્રેગનન્ટ મહિલા અને જેમની ઈમ્યુનિટી શક્તિ ઓછી હોય એ લોકોને વધારે અસર કરે છે. તેથી વાસી ફૂડ ખાવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ.આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારી માટે ફૂડ સેફ્ટી જરુરી છે. તમામ રાષ્ટ્રોએ પણ ફૂડ સેફ્ટીના નિર્ધારિત નિયમોનું પાલન કરવું જરુરી છે. સૌથી પહેલી શરુઆત દરેક પરિવારે પણ નિભાવવી જરુરી છે. દરેક ગૃહિણીઓએ પણ તમારા પરિવારમાં ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની પણ દરકાર લેવી જરુરી છે.
સાતમી જૂને મનાવતા ફૂડ સેફ્ટી દિવસ માટે સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે દરેક ખેડૂત, વેપારી, ગૃહિણી તેમ જ રાજ્ય-કેન્દ્ર સરકાર તમામની જવાબદારી છે કે તમે લોકોને આરોગ્યની દૃષ્ટિએ સુરક્ષિત ફૂડ પૂરું પાડો. તમે જે ખાવ છો એ ફૂડ સુરક્ષિત તો છે અને પ્રત્યે જાગૃત રહેવાનું જરુરી છે. જો તમે જાગૃત રહેશો તો તમામ પ્રકારની બીમારીઓથી દૂર રહી શકશો અને પરિવારને પણ દૂર રાખી શકશો.