સાથ નિભાના સાથિયા: ઐશ્વર્યા રાય ઈન્સ્ટાગ્રામ પર માત્ર એક જ શખસને કરે છે ફૉલો!
મુંબઈ: અમિતાભ બચ્ચન પરિવાર અત્યારે બોલીવુડ જ નહિ ભારતના ઘરે ઘરે ચર્ચમાં છે, કારણ એક નહિ એક છે. હાલ તો કોન બનેગા કરોડપતિને કારણે રોજ બિગ બી ચર્ચમાં રહે છે. અમિતાભ બચ્ચન પોતાના કન્ટેસ્ટન્ટ્સ સાથે કોઈના કોઈ અનુભવ શેર કરતા હોવાથી લાઈમલાઈટમાં રહે છે તો બીજી બાજુ દીકરા અભિષેક અને ઐશ્વર્યાના સંબંધોને લઈ મીડિયામાં છવાયેલા રહે છે. તો પત્ની જયા બચ્ચનને કારણે બિગ બી ચર્ચમાં આવે છે, પણ વાત વિશ્વાસ અને પ્રેમની કરીએ તો વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચનની.
ઐશ્વર્યાની જેટલી લોકપ્રિયતા વધી છે એટલી જ પતિ મહાશય અભિષેક બચ્ચન વિશેષ પ્રેમ, સન્માન અને વિશ્વાસ કરતી હોવાનું પ્રતીત થાય છે. એટલે આજે પણ બંને અલગ હોવા છતાં બંને એકસાથે પણ જોવા મળે છે. વાત હાથમાંથી જતી રહી નથી, પરંતુ હાથમાં હોવાનું પણ સાનમાં સમજાવીને ઐશ્વર્યા અને અભિષેકનું કનેક્શન હાલ પૂરતું તો હમ સાથ-સાથ હૈ અને રહેશે જેવું પ્રતીત કરાવે છે. જોકે, મીડિયા પણ અંગત જીવનમાં ડોકિયુ કરે છે અને હવે નવું શોધી કાઢ્યું છે કે ઐશ્વર્યા માત્ર એક જ શખસને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. માન્યામાં આવે નહીં તો જાણી લઈએ. ઐશ્વર્યા રાય બચ્ચન રાય હોય કે બચ્ચન પરિવાર પણ ફક્ત એક વ્યક્તિને ફોલો કરે છે.
ઈન્સ્ટાગ્રામની એક ખાસિયત ઉડીને આંખે વળગે તેવી અને લોકોની આંખ ખોલનારી. ઐશ્વર્યા રાયને ફોલો કરનારાની સંખ્યા લાખોમાં છે પણ તે ફોલો ફક્ત પતિ મહાશયને જ કરે છે. જી, હા એશ્વર્યા રાય ફક્ત અને ફક્ત અભિષેક બચ્ચનને જ ફોલો કરે છે, જયારે ઈન્સ્ટાગ્રામ પર પણ દીકરી આરાધ્યા સાથે અભિષેકના અનેક ફોટો પણ શેર કરી ચૂકી છે, પણ એની ફોલો કરવાની રીત પરથી એક વાત ચોક્કસ કહી શકીએ કે તેને પ્રેમ અને વિશ્વાસ ફક્ત અભિષેક બચ્ચનમાં છે, એમાં કોઈ બેમત નથી, જે જગજાહેર છે.
મૂળ વાત પર પાછા ફરીએ તો મિસ વર્લ્ડથી લઈને બિગ બી પરિવાર સુધી અનેક ચઢાઉ-ઉતાર વચ્ચે પણ પોતાની દીકરી અને પતિ અભિષેકથી વિશેષ લગાવ હોવાનું કહી શકાય. જોકે, છેલ્લે ઐશ્વર્યાએ તેની મોમ ની બર્થડે ની ઉજવણી કરી ત્યારે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી એને પણ લોકોએ જોરદાર પ્રતિભાવ આપ્યો હતો. બીજી બાજુ લોકોએ એમાંથી વિવાદ ઊભો કરતા અભિષેક નહિ હોવાની નોંધ લીધી હતી. કામમાં વ્યસ્ત હોવાને કારણે અભિષેકે હાજરી નહિ આપી હોવાની પરિવારને સ્પષ્ટતા કરવી પડી હતી.