મહિલાઓ, આ બીમારીની ક્યારેય અવગણના કરશો નહીં…
મહિલાઓને અમુક બીમારીનું વધારે જોખમ રહે છે અને જો એના અંગે સમયસર ધ્યાન આપવામાં આવે નહીં તો બીમારી વધુ વકરી શકે છે. રોજબરોજની વ્યસ્ત લાઈફમાં ખાસ કરીને મહિલાઓએ પોતાના માટે અમુક બાબતનું ખાસ ધ્યાન રાખવું જરુરી રહે છે, જેથી પોતાની સાથે પરિવારને પણ વધુ ખુશ રાખી શકે છે.
સૌથી પહેલી વાત તો ખાવાપીવા અંગે સૌથી વધુ સભાન રહો. એના માટે ફક્ત મહિલાઓ જ નહીં, પણ પુરુષોએ ખરાબ ડાયેટની કોઈ આદત રાખશો નહીં. આમ છતાં પુરુષ કરતા મહિલાઓની અમુક બીમારી અલગ હોય છે. પુરુષની તુલનામાં મહિલાઓ વધુ બીમારીના ભોગ બનવાનું પણ પ્રમાણ વધારે રહે છે. મહિલાઓ વધારે સંવેદનશીલ હોવાને કારણે અમુક બીમારીના ચાન્સ વધારે રહે છે. મહિલાઓની બીમારીની વાત કરીએ તો તેમને અમુક ગંભીર રોગ થવાનું પ્રમાણ વધારે રહે છે. મહિલાઓ ઘર, પરિવાર અને ઓફિસની જવાબદારી પણ નિભાવતી હોવાથી પોતાના આરોગ્ય અંગે અથવા નાની-મોટી બીમારીની અવગણના પણ કરે છે, તેથી ક્યારેક જીવલેણ બીમારીનો ભોગ બને છે. અમુક બીમારીના લક્ષણો અંગે ખાસ કરીને જાગૃત રહેવું જોઈએ.
સૌથી પહેલા તો કેન્સરની વાત કરીએ તો કેન્સરનો સમયસર ઈલાજ કરવામાં આવે નહીં તો જીવલેણ સાબિત થઈ શકે છે. બ્રેસ્ટ કેન્સર, સર્વાઈકલ કેન્સર અને ઓવેરિયન કેન્સરનું વધારે જોખમ રહે છે. આ ત્રણેય કેન્સર દુનિયાભરની મહિલાઓમાં સૌથી જોખમી બીમારી માનવામાં આવે છે. બ્રેસ્ટ કેન્સર સિવાય સર્વાઈકલ કેન્સર ગર્ભાશયના નીચેના ભાવમાં થઈ શકે છે, જ્યારે ઓવેરિયન કેન્સર ફેલોપિયન ટ્યુબમાં ડેવલપ થાય છે.
કેન્સર સિવાય પોલીસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ (PCOS) પણ હોર્મોનલ ડિસીઝ છે, જેના કારણે અંડાશય મોટું થાય અને બહારના ભાગમાં નાના નાના સિસ્ટ થાય છે. પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ એક જટિલ હોર્મોનલ રોગ છે, જે મહિલાઓમાં થવાનું પ્રમાણ વધારે રહે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અનુસાર પીસીઓએસ દુનિયાની લગભગ 11.6 કરોડ મહિલાને અસર કરે છે.
મેદસ્વીપણુંઃ મેદસ્વીપણું એ પણ મોટી બીમારી સમાન છે, જ્યારે એનું પ્રમાણ મહિલાઓમાં વધારે રહે છે. મેદસ્વીપણાને કારણે હાર્ટ એટેક, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર (હાય બીપી) અને અન્ય પ્રકારના કેન્સરનું જોખમ વધારે રહે છે.
યુરિનરી ટ્રેક ઈન્ફેક્શન એટલે પેશાબમાં થનારા ઈન્ફેક્શન. આ ઈન્ફેક્શનને કારણે મહિલાઓને કિડની, યુટેરસ, બ્લેડર અને મૂત્રમાર્ગ સહિત અન્ય ભાગને અસર કરે છે. પુરુષોની તુલનામાં મહિલાઓને યુટીઆઈ થવાની સંભાવના વધારે રહે છે. યુટીઆઈમાં થનારી મુશ્કેલી કિડનીમાં ફેલાઈ શકે છે.
છેલ્લે મહત્ત્વની બીમારીની વાત કરીએ તો ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા પણ સામાન્ય થઈ ગઈ છે. હાડકાં નબળા થવાની બીમારીનું પ્રમાણ વધુ છે. ઓસ્ટિયોપોરોસિસ માટે વધુ પડતા ઝૂકવા કે ખાંસવાને કારણે હાડકા તૂટવાનું પ્રમાણ રહે છે. ઓસ્ટિયોપોરોસિસનું પ્રમાણ સૌથી વધુ સાથળમાં ફ્રેકચર કે કરોડરજ્જુ અને કલાઈ તૂટવાનું પ્રમાણ રહે છે.