શું પુરુષોની તુલનામાં મહિલાઓ વધુ બિયર પીવાનું પસંદ કરે છે?
મહિલાઓ અને પુરુષોની સમાનતાના યુગમાં હવે સ્ટાઈલ, ફેશન કે પછી અન્ય બાબતમાં પણ મહિલાઓ પુરુષના પગલે પગલે ચાલવા લાગી છે. મહિલાઓ પુરુષો સાથે કદમ મિલાવી રહી છે ત્યારે ખાણીપીણી મુદ્દે પણ મહિલાઓ પગલે પગલે ચાલી રહી છે એ નવાઈની વાત નથી. બીડી, સિગારેટ, ડ્રગ્સનું સેવન હોય કે પછી દારુનું સેવન પણ. હવે મહિલાઓ આધુનિક બનતી જાય છે.
સામાન્ય રીતે મહિલાઓને બિયરના ક્રિસ્પ ટેસ્ટ પસંદ કરતી નથી, કારણ કે એ કડવો હોય છે, તેથી મોટાભાગના કિસ્સામાં બિયર પીવાનું પસંદ કરતી નથી. આમ છતાં અમુક કિસ્સામાં પુરુષોની મનપસંદ બિયર મહિલાઓને પસંદ પડવા લાગી છે. અમુક કિસ્સામાં બિયર પીવાનું પસંદ કરતી નથી તેના માટે ખાસ કરીને મહિલાઓના દિમાગમાં હોય છે કે બિયર પીવાથી વજન વધે છે, તેથી ફિટનેસને ધ્યાનમાં રાખીને પણ બિયર પીવાથી બચે છે.
2018માં એક સર્વે કરવામાં આવ્યો હતો 17 ટકા મહિલાઓ સામાજિક વિચારધારાને લઈને તેને પીવાનું અવગણે છે, કારણ કે મોટા ભાગના કિસ્સામાં બિયરને પુરુષોનું ડ્રિંક માનવામાં આવે છે. બિયરમાં ઓન એન્ડ એવરેજ ત્રણથી દસ ટકા આલ્કોહલ હોય છે. અઠવાડિયામાં તમે 12થી 15 આઉન્સથી વધુ બિયર પીઓ તો તમારા આરોગ્ય પર અસર થાય છે.
આમ છતાં બિયર પીવાનું પસંદ કરે તો પણ પુરુષોની તુલનામાં તેઓએ બિયરનું સેવન ઓછું કરવું જોઈએ એવું નિષ્ણાતોનું માનવું છે. પુરુષો જેટલી માત્રામાં બિયર પીવે છે એટલી માત્રામાં મહિલાઓ પીવે તો વધુ નુકસાન થાય છે, કારણ કે બિયરમાં હૉપ્સ એસ્ટ્રોજનનું લેવલ વધારે છે. આરોગ્યની બાબતને પડતી મૂકીએ તો ભારત સહિત દુનિયાભરની મહિલાઓ આલ્કોહલમાં વોડકા અથવા વાઈન પીવાનું પસંદ કરે છે, પણ બિયર પીવાનું પસંદ કરતી નથી.
બિયરની જાહેરાત હોય કે બ્રાન્ડિંગની બાબતમાં મહિલાઓ જોવા મળે છે એ પુરવાર કરે છે કે હવે મહિલાઓ પણ તેને બિન્દાસ્ત સેવન કરી રહી છે. અમેરિકા હોય કે યુરોપમાં તો એને સ્વીકારવામાં આવ્યું છે, પરંતુ ભારતમાં તો હજુ મોટા ભાગે પ્રતિબંધ કે બંધ બારણે પીવામાં આવે છે. છતાં 21મી સદીમાં પરિવર્તન આવી રહ્યું છે. ભારતમાં મહિલાઓ હવે વાઈન, વોડકાની સાથે બિયર પણ પીએ છે, પણ મર્યાદિત. રહી વાત જાહેરાતોની તો હજુ આલ્કોહલની જાહેરાતમાં પુરુષોને સહજ લેવામાં આવે આવે છે, જે પુરવાર કરે છે કે હજુ એ ક્ષેત્રમાં મહિલાઓને સ્થાન મળ્યું નથી.
હવે યુરોપમાં ખાસ કરીને બ્રિટન, જર્મનીમાં મહિલાઓને કેન્દ્ર સ્થાને રાખીને માર્કેટિંગ કે એડ કરવામાં આવી રહી છે. એમાંય બિયર ઈન્ડ્સ્ટ્રી પણ તેનાથી હવે બાકાત રહી નથી. ભારતમાં પણ બેંગલુરુ ખાતે પણ મહિલાઓ માટે ક્રાફટ બિયર લોન્ચ કરી હતી. ક્રાફટ બિયર લોન્ચ કરવાનો પાછળનો ઉદ્દેશ આ બિયર પણ મહિલાઓને પસંદ પડી રહી એનો ઉદ્દેશ છે. બિયર ઉત્પાદક કંપનીઓમાં પણ હવે પુરુષોની સાથે સાથે મહિલાઓને પણ રાખવામાં આવે છે. ભારતમાં ક્રાફ્ટ બ્રુઅરીઝ ખોલવામાં આવી છે, જે મહિલાઓ સંચાલિત છે. મોટી શરાબ કંપનીઓમાં પણ મહિલાઓની સંખ્યા વધારે જોવા મળે છે. ભારતમાં તો વર્ક કલ્ચર બદલાયું હોવાથી પુરુષોની સાથે મહિલાઓ પણ રિફ્રેશ ફીલ કરવા માટે બિયર પીવામાં નાનમ અનુભવતી નથી. બિયર સાથે અન્ય ડ્રિંક પીને પણ પુરુષોના સમોવડી હોવાનું મહિલાઓ પ્રદર્શિત કરે છે એમ કહેવામાં કોઈ શંકાને સ્થાન નથી.