શોકિંગઃ મુંબઈમાં ઓનલાઈન આઈસ-ક્રીમ કર્યો ઓર્ડર અને નીકળ્યું એવું કે…
મુંબઈઃ ઓનલાઈનના જમાનામાં લોકો સ્થાનિક ફેરિયા સાથે કંઈ ખરીદવાના બદલે ઓનલાઈન વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખે છે, જ્યારે સમય પણ બચાવે લે છે પણ તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં બન્યો. મલાડ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે. એક મહિલાએ દાવો કર્યો હતો કે આઈસ-ક્રીમના કોનમાંથી માણસની કપાયેલી આંગળી મળી હતી. મહિલાએ એની તસવીર શેર કરીને પોલીસમાં ફરિયાદ કરી હતી અને મહિલાએ કહ્યું હતું કે આ આઈસક્રીમ તેને ઓનલાઈન ઓર્ડર કર્યો હતો પણ એમાંથી એવું ચોંકાવનારી વસ્તુ નીકળી કે મહિલાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની નોબત આવી.
પ્રાથમિક તપાસમાં પોલીસનું કહેવું છે કે આઈસક્રીમનો કોનમાં માણસની કપાયેલી આંગળી મળી આવી હતી. પોલીસ દ્વારા એ આંગળીની તપાસ કરવા માટે એફએસએલમાં મોકલી છે. મહિલાએ દાવો કર્યો છે કે ઓનલાઈન ઓર્ડર કરેલી આઈસક્રીમ અડધી ખાધા પછી કંઈક ગડબડ લાગી હતી. પોલીસે કહ્યું હતું કે એક મહિલાએ ઓનલાઈન કોન ઓર્ડર કર્યો હતો, જેમાંથી માણસની આંગળીનો ટુકડો મળ્યો હતો. ત્યાર બાદ એના અંગે મહિલાએ મલાડ પોલીસ સ્ટેશનમાં યુમ્મો આઈસક્રીમની સામે કેસ નોંધાવ્યો હતો. એની તપાસ માટે પોલીસે ફોરેન્સિકમાં મોકલી છે. ઓરલેમ નિવાસી બ્રેન્ડમ સેરાઓ (27)એ બુધવારે ઓનલાઈન ડિલિવરી એપ્લિકેશન મારફત કોન આઈસક્રીમનો ઓર્ડર આપ્યો હતો પણ આ આઈસક્રીમ મળ્યા પછી આંગળીનો ટુકડો મળ્યો હતો. મહિલાએ જણાવ્યું કે આઈસક્રીમમાં લગભગ બે સેન્ટિમીટર લાંબો ટુકડો મળ્યો હતો. સેરાઓ વ્યવસાયે ડોક્ટર છે.
મીડિયાના અહેવાલ અનુસાર ઓનલાઈન ડિલિવરી એપ્લિકેશન દ્વારા સામાન ઓર્ડર કર્યો હતો, ત્યારે ત્રણ બટરસ્કોચ કોન આઈસક્રીમનો સમાવેશ થાય છે. આઈસક્રીમ ડિલિવર કરવામાં આવ્યો ત્યારે તેમાંથી માણસની આંગળીનો ટુકડો મળ્યો હતો. આ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
અહીં એ જણાવવાનું કે ઓનલાઈન ઓર્ડર કરવાનું ચલણ દિવસે દિવસે વધતું જાય છે, જેમાં અમુક વખત ગ્રાહક છેતરપિંડીનો પણ ભોગ બનતો હોય છે. ઓનલાઈન ખરીદવાનું ટાળીને સ્થાનિક વેપારીઓને પણ ફાયદો થયા એ વાતને ગ્રાહકોએ પણ ખાસ ધ્યાનમાં રાખવી જરુરી છે.