June 30, 2025
મુંબઈ

મુંબઈમાં ઉનાળાનું થઈ ગયું આગમન, આટલી તકેદારી રાખજો નહીં તો…

Spread the love

ઉત્તર ભારતમાં હજુ સાંજના અને વહેલી સવારના તાપમાનનો પારો નીચે રહે છે. ઠંડીનો અહેસાસ થયા છે, ત્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈનો પારો ધીમે ધીમે ઉપર જઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અન્ય ભાગાં હીટવેવની એલર્ટ પણ આઈએમડીએ આપીને સૌને ચેતવ્યા છે. આઈએમડીએ મુંબઈ અને એની આસપાસના જિલ્લામાં ફેબ્રુઆરીના મહિનાના અંતમાં ગરમીની અસર જોવા મળશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે અને આવતીકાલે મુંબઈ, થાણે, રાયગઢ અને રત્નાગિરિમાં હીટવેવ (લૂ) માટે એલર્ટ પણ જારી કરી છે. આગામી બે દિવસમાં તાપમાન 37થી 38 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. બપોરના સમયગાળા દરમિયાન ગરમીની અસર જોવા મળશે અને હીટવેવની અસર રહેશે. હીટવેવની સ્થિતિ ત્યારે ઊભી થાય છે, જ્યારે તાપમાન સામાન્ય ડિગ્રી કરતા ચારથી પાંચ ગણું વધારે રહે છે. કોંકણ ક્ષેત્રમાં ગરમીમાં વધારાની સાથે ભેજનું પ્રમાણ વધશે, તેનાથી લોકોને ગરમીનો અહેસાસ થશે, જ્યારે રત્નાગિરિ અને અલીબાગ જેવા દરિયાઈ વિસ્તારોમાં પણ તાપમાનમાં વધારો થશે.

હવામાન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે વધતી ગરમીને લઈને લોકોએ સાવધાની રાખવાનું જરુરી રહે છે. સિનિયર સિટિઝન, બાળકો હોય કે બીમાર દર્દીઓને પણ બપોરના તડકાથી બચવું જોઈએ. બહાર નીકળો ત્યારે હવેથી છત્રી, ટોપી કે ગોગલ્સ પહરેવાનું રાખો. કપડા પણ હળવા અને કોટનના પહેરવાનું રાખો. ગરમીથી બચવા માટે ખાસ કરીને પાણી પીવાનું રાખો તેમ જ તાજા ફળો ખાવાની સાથે જ્યુસનું સેવન કરો અને તડકાથી દૂર રહો.

હીટવેવથી બચવા માટે ખાસ કરીને વધારે પાણી પીવાનું રાખો. બપોરના સમયગાળા દરમિયાન ખાસ કરીને ઠંડી યા છાંયડાવાળી જગ્યાએ રહો. બહુ તડકામાં રહેશો નહીં. હેવી ફૂડ લેવાનું ટાળો તેમ જ દારુ અથવા કેફી દ્વવ્યોનું સેવન કરવાનું પણ ટાળો. આગામી દિવસોમાં સામાન્યથી વધુ તાપમાનનો પારો રહી શકે છે, તેથી સતર્ક રહેજો. જો સાવધાની નહીં રાખવામાં આવે તો બીમાર પડી શકો છો, તેમાંય વળી નવા વાઈરસનો પણ ભોગ બની શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!