February 19, 2026
ઈન્ટરનેશનલ

પીએમ મોદી શ્રીલંકાની મુલાકાતેઃ કચ્ચાથીવુ આઈલેન્ડ ભારતને પાછો મળશે?

Spread the love

ભારત અન શ્રીલંકા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી કચ્ચાથીવુ આઈલેન્ડ લઈને વિવાદ રહ્યો છે ત્યારે તમિલનાડુના સીએમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એના અંગે વાતચીત કરવાનો આગ્રહ કર્યો છે. પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ શ્રીલંકાને કચ્ચાથીવુ આઈલેન્ડ ભેટમાં આપ્યા પછી આ આઈલેન્ડને પરત મેળવવા માટે સરકાર કોશિશ કરી રહી છે. પીએમ મોદી શ્રીલંકાની મુલાકાતે છે ત્યારે ખાસ કરીને બંને દેશ વચ્ચેના વેપારી સંબંધોની સાથે આંતરિક વિવાદનો પણ અંત આવી શકે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી થાઈલેન્ડના પ્રવાસ પછી તુરંત શ્રીલંકાની વિઝિટ પર છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પીએમે કચ્ચાથીવુ આઈલેન્ડ મુદ્દે વાત કરવાની માગણી મૂકી હતી. મુખ્યમંત્રીએ પીએમને શ્રીલંકનસરકાર સાથે આ દ્વીપને લઈ વાતચીત કરવાની અપીલ કરી છે. આ દ્વીપ લઈને લાંબા સમયગાળાથી ભારત-શ્રીલંકાની વચ્ચે વિવાદ બનેલો છે.

આ અગાઉ 1974માં તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ કચ્ચાથીવુ આઈલેન્ડ શ્રીલંકાને ગિફ્ટ આપ્યો હતો એના પછી બંને દેશ વચ્ચે વિવાદ રહ્યો છે. એમ કે સ્ટાલીનનું કહેવું છે કે આ દ્વીપ શ્રીલંકાને ભેટમાં આપીને તમિલનાડુના માછીમારોને મુશ્કેલી પડે છે. શ્રીલંકન નેવી બળજબરીપૂર્વક ભારતીય માછીમારની ધરપકડ કરવામાં આવે છે અને નાવ પણ જપ્ત કરવામાં આવે છે. એનાથી માછામારોની આજીવિકા પર અસર પડે છે.

સ્ટાલિને પીએમ મોદીએ આગ્રહ કર્યો છે કે કચ્ચાથીવુ ટાપુને લઈ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરે. તેમણે કહ્યું હતું કે કચ્ચાથીવુ ટાપુનો મુદ્દો તમિલનાડુ રાજ્યના માછીમારોના જીવન-મરણનો સવાલ છે. પીએમ મોદીએ આ મુદ્દે પ્રાથમિકતા આપવાનો અનુરોધ કરવામાં આવે છે. માછીમારોના હિતના રક્ષા માટે કડક પગલાં ભરવાની જરુરિયાત છે.

અહીં એ જણાવવાનું કે ભારત-શ્રીલંકા વચ્ચે કચ્ચાથીવુ નામે નાનો આઈલેન્ડ છે. વર્ષ 1974માં તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની સરકારે શ્રીલંકાને ટાપુની ગિફ્ટ આપી હતી, પરંતુ એના પછી આ ટાપુને લઈને બંને દેશની વચ્ચે વિવાદ ઊભો થયો હતો. અહીંના વિસ્તારમાં ભારતીય માછીમારોની સામે શ્રીલંકન નૌકાદળ દ્વારા વારંવાર ભારતીય માછીમારોને પકડે છે, તેથી આ મુદ્દે લાંબાગાળાનો ઉકેલ નીકળે એ જરુરી છે, જેથી ભારતીય માછીમારોને હેરાનગતિ પડે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!