February 18, 2026
ટોપ ન્યુઝધર્મ

Yoga Day: શા માટે આજે યોગ દિવસની ઉજવણી કરાય છે?

Spread the love

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં યોગ દિવસની કરી ઉજવણી
વૈદિક કાળથી યોગનું મહત્ત્વ આંકવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં વિશેષ મહત્ત્વ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. યુએનમાં પણ યોગ દિવસ ઉજવવાના પ્રસ્તાવને યુએનના 170થી વધુ રાષ્ટ્રોએ સમર્થન આપ્યું હતું.
21 જૂન, 2015ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. ભારતના પાટનગર નવી દિલ્હી ખાતે 84 દેશના પ્રતિનિધિએ યોગ દિવસની ઉજવણી કરી હતી. બસ, એ દિવસથી વિધિવત રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 2017માં લખનઊ, 2018માં દહેરાદૂન ખાતે ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે દરેક શહેરમાં ઉજવણી કરાય છે, જેમાં 2022માં મૈસુરમાં થયું હતું. આ વર્ષે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરમાં દલ લેકના કિનારે યોગ દિવસની ઉજવણી કરી. આ વખતની થીમ છે યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી. મોદીએ સાત હજારને બદલે પચાસ હજાર લોકો સાથે હોલમાં આજે યોગ કર્યા. આજના યોગ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે યોગ માત્ર જ્ઞાન નહીં, પણ વિજ્ઞાન છે. વરસાદના વિઘ્ન વચ્ચે આજનો કાર્યક્રમ મોદીએ સંપન્ન કર્યો હતો. એ વખતે કાશ્મીરમાં મહિલાઓ સાથે સેલ્ફી લીધી હતી અને એ વાઈરલ પણ થઈ હતી.
modi yoga
આજના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ કેન્દ્રીય પ્રધાન, સરકારી સંસ્થાઓ-કચેરીઓ તેમ જ દેશ વિદેશમાં યોગ દિવસનું સેલિબ્રેશન કરવામાં આવ્યું. લદ્દાખથી લઈને કન્યાકુમારી અને ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશમાં ત્રણેય સુરક્ષા પાંખના જવાનો દ્વારા આજના દિવસનું સેલિબ્રેશન કરવામાં આવ્યું.


વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો 21મી જૂનનું મહત્ત્વ છે. 21મી જૂને ગ્રીષ્મ સંક્રાંતિ પછી સૂર્ય દક્ષિણાયન તરફ પ્રયાણ કરે છે. સૂર્યનું દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરવું એનું વિશેષ મહત્ત્વ છે. આમ આ દિવસ એ ફક્ત કોઈ વ્યક્તિ વિશેષ નથી, પરંતુ કુદરતને ધ્યાનમાં રાખીને તેનું સિલેક્શન કરવામાં આવ્યું છે.
યોગની ઉત્પતિ ઈસ પૂર્વે 2700 વર્ષ પહેલાના વૈદિક કાળમાં થઈ હતી. જાણીતા ઋષિમુનિ પતંજલીના સમયમાં તેનું જ્ઞાન સૌને હતું. વેદ ઉપનિષદો અને મહાકાવ્યોમાં પણ યોગનો ઉલ્લેખ છે. યોગ વિદ્યામાં ભગવાન ભોળાનાથ શિવને પહેલા યોગી કે આદિ ગુરુના રુપમાં જોવામાં આવે છે.
વિસ્તૃતમાં કહીએ તો 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, કારણ કે આ દિવસ દરમિયાન પહેલા યોગી અથવા આદિયોગીએ દક્ષિણ તરફ વળ્યા હતા અને સપ્તર્ષિઓ તરીકે ઓળખવામાં આવતા સાતા ઋષિને જોવામાં આવ્યા હતા. આ સપ્તર્ષિ તેમના પ્રથમ શિષ્ય હતા અને તેમણે યોગ વિજ્ઞાનને દુનિયામાં ફેલાવવા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું, તેથી આ દિવસનું મહત્ત્વ આંકવામાં આવ્યું છે. વાસ્તવમાં યોગ એ તમામ સમસ્યાનો ઈલાજ બની શકે છે. જીવનમાં શાંતિ-સ્વસ્થતા અને તંદુરસ્તી યોગ આજના યુગમાં સૌથી આવશ્યક છે. લાંબુ અને સારું જીવવા માટે યોગ એ પરમ રક્ષક છે.
અમેરિકન્સની પણ પસંદ છે યોગ
અમેરિકામાં યોગ બીજા નંબરની લોકપ્રિય કસરત છે. ગૂગલને એના અંગે રસપ્રદ તારણો જાણવા મળ્યા હતા, જેમાં ડાન્સને લઈને 6.68 લાખ લોકોએ સર્ચ કર્યું હતું ત્યારબાદ લોકોએ બીજા નંબરે યોગ અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તમારા માન્યામાં નહીં આવે પરંતુ 4.54 લાખ જેટલા લોકોએ યોગ અંગે સર્ચ કર્યું હતું. વજન ઘટાડવાથી લઈને તણાણમુક્ત બનવા માટે લોકોને યોગની પસંદગી કરી હતી, ત્યારબાદ 2.63 લાખ લોકોએ બોક્સિંગ અંગે જાણકારી મેળવી હતી. જુમ્મા અને પિલેટ્સ પણ લોકોની પસંદ હતી. કસરત કરનારા પૈકીના મોટા ભાગના લોકોનું કહેવું છે કે વજન ઘટાડવા માટે કસરતની પસંદગી કરી હતી. એ જ કારણે કિક બોક્સિંગ અને જિમ્નાસ્ટિકમાં ભાગ લીધો હતો.
ટૂંકમા, યોગ એકવીસમી સદીમાં તમામ સમસ્યાઓની દવા માનવામાં આવે છે. દોડધામવાળી લાઈફસ્ટાઈલમાં તણાવ લોકો માટે મોટી સમસ્યારુપ છે. વૈદિક કાળથી ઋષિ મુનિઓએ સાધના દ્વારા તમામ રોગો હટાવી શકતા હતા, તેથી ધીમે ધીમે લોકોમાં આ બાબત ઘર કરી ગઈ છે, તેથી યોગ કરવામાં ફાયદો રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!