ઓપરેશન ‘સિંદૂર’ નામ કેમ રાખ્યું, પહલગામના પીડિતોને મળ્યો ન્યાય?
ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં હુમલો કરીને 100થી વધુ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે, ત્યારે સૌને સવાલ થાય છે કે આ ઓપરેશનનું નામ ઓપરેશન સિંદૂર કેમ રાખવામાં આવ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સલાહને આધારે ઓપરેશનને નામ આપવામાં આવ્યું હતું. આ હુમલાની સાથે ભારતે પહલગામની પીડિત મહિલાઓને ન્યાય અપાવ્યો છે.
ભારતે ગઈકાલે મધરાતના પહલગામ હુમલાનો વળતો જવાબ આપ્યો હતો. આર્મી, એર ફોર્સ અને નેવીના સંયુક્ત પ્રયાસ હેઠળ નવ જગ્યાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 100થી વધુ આતંકવાદી માર્યા ગયા છે. આ અભિયાનને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિંદૂર નામ આપ્યું હતું. મોદીની સલાહને લઈને ત્રણેય પાંખના વડાએ ઓપરેશન પણ સફળતાથી પાર પાડ્યું છે.
આ ઉપરાંત, ભારતીય હિંદુ મહિલાઓ લગ્ન પછી સેંથામાં સિંદૂર પતિના નામે પૂરે છે. આ જ મહિલાઓ કાશ્મીર ફરવા ગઈ ત્યારે તેમના પતિની આતંકવાદીઓએ હત્યા કરી હતી. પહલગામમાં ફરવા આવેલી સુહાગન મહિલામાં હિમાંશી નરવાલ હતી, જે એક અઠવાડિયા પહેલા નેવીના જવાન સાથે કર્યા હતા લગ્ન. હનીમૂન માટે પહલગામ ફરવા આવી ત્યારે પતિ આતંકવાદીઓનો શિકાર બન્યો હતો. હિમાંશીની સાથે અન્ય અનેક નવદંપતી સાથે પરિવારો પણ આ હુમલાનો ભોગ બન્યા હતા.
જો કે ‘ઓપરેશન સિંદૂર’ના નામ અંગે પહલગામ હત્યાકાંડના પીડિતો અને બચી ગયેલા લોકોને માનવતાવાદી બનાવવાનું કામ કરે છે, જેથી તેમના બલિદાનને યાદ રાખવામાં આવે. ભારતે પાકિસ્તાન અને પીઓકે પર હુમલો કર્યા પછી પહલગામટેરરએટેક, જસ્ટિસ સર્વ્ડ, જય હિંદ. આ હુમલા માટે ભારતીય એર ફોર્સે જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુઝાહ્દિદીનને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.
ભારતના ટાર્ગેટ માર્કઝ બહાવલપુરમાં માર્કઝ સુભાન અલ્લાહ, કોટલીમાં માર્કઝ અબ્બાસ અને મુઝફ્ફરાબાદમાં સૈયદ બિલાલ કેમ્પ છે, જેની સાઠગાંઠ પ્રતિબંધિત સંગઠન જૈસ-એ-મોહમ્મદ સાથે છે. ઉપરાંત, અન્ય આતંકવાદીમાં માર્કઝ તૈયબા(મુદરીક), બર્નાલામાં માર્કઝ અને મુઝફ્ફરાબાદ સ્થિત કેમ્પમાં શવાવાઈ નલ્લા કેમ્પ વગેરે લશ્કરે તૈયબા સાથે સંકલિત છે. ઉપરાંત, કોટલીમાં મકાઝ રાહીલ શાહીદ અને સિયાલકોટમાં મેહમૂના જોયાનો કેમ્પ હિઝબુલ મુઝાહિદ્દીન સાથે સાઠગાઠ ધરાવે છે. ભારતના નવ ટાર્ગેટ પૈકી ચાર પાકિસ્તાન અને પાંચ પીઓકેના હતા.
આ પણ વાંચો
ઓપરેશન સિંદુર સફળઃ પાકિસ્તાન પર ભારતનો હવાઈ હુમલો, 30ના મોત
