બરફનો રંગ સફેદ કેમ હોય છે? જાણો વૈજ્ઞાનિક કારણ
પાણી તો પારદર્શક હોય છે, છતાં બરફ સફેદ કેમ લાગે છે?

બરફને તો સૌકોઈએ જોયો હશે, જે મોટા ભાગના કિસ્સામાં તમને સફેદ જોવા મળે છે, પરંતુ અન્ય કોઈ રંગમાં નહીં. શિયાળાના દિવસોમાં પહાડોમાં મસ્ત મજાની ઠંડીના અહેસાસ સાથે લોકો બરફની મજા લેવા માટે શિમલા-કુલુ-મનાલી યો કાશ્મીર પહોંચી જાય છે, જ્યાં તમને બરફ તો સફેદ રંગમાં જોવા મળતો હોય છે. તમને પણ સવાલ થતો હશે કે બરફનો રંગ સફેદ શા માટે હોય છે એનું કારણ શું હોય છે. ચાલો એના પાછળની વૈજ્ઞાનિક સ્ટોરી જાણીએ.
રંગ વિના પાણીથી બરફનો રંગ સફેદ કઈ રીતે થાય છે. જોકે કુદરતનો એક નિયમ છે કોઈ પણ વસ્તુમાં સૂકાઈ જવાની શક્તિ વિશેષ હોય છે. ચાહે કોઈ પદાર્થ હોય કે પછી કોઈ ધાતુ. જેમ કે કોઈ વસ્તુને ગરમી-સૂર્ય પ્રકાશના તડકામાં રાખો તો તેનો ચહેરો કે શરીરની ચામડી લાલાશ પડતી થઈ જાય છે. એ જ રીતે કોઈ વસ્તુ પણ લાલ બની જાય છે. આકાશમાંથી જ્યારે બરફ પડે ત્યારે રંગવિનાનો હોય છે, પરંતુ જ્યારે તેમાં સૂર્યનું રિફ્લેક્શન થાય છે ત્યારે સફેદ રંગનો જોવા મળે છે.
જો તમને સવાલ થાય કે બરફવરસાદ શા માટે થાય છે તો એ પણ એક વોટર સાઈકલ છે વોટર સાઈકલ દરમિયાન સૂર્યની ગરમીના કારણે દરિયો, નદી, નાળા, તળાવ વગેરેમાં પાણી એવેપોરેટ થાય છે અને તેને કારણે પાણીનું બાષ્પિભવન થાય છે ત્યાર બાદ વરાળમાં પરિણમતા પેપર વોટર હવા કરતા હળવા હોવાથી આકાશ તરફ જાય છે અને વાતાવરણમાં પહોંચે છે. એટલે જ્યારે સફેદ સૂર્યપ્રકાશ બરફમાં પ્રવેશે છે, ત્યારે સ્પેક્ટ્રમનો બહુ ઓછો શોષાય છે; લગભગ તમામ પ્રકાશ હવા અને પાણીના પરમાણુઓ દ્વારા પ્રતિબિંબિત અથવા વેરવિખેર થાય છે, તેથી બરફ સૂર્યપ્રકાશનો રંગ સફેદ દેખાય છે.
અનેક વખત એવું પણ થાય છે કે વાદળો વાતાવરણમાં ઉપર સુધી પહોંચે છે અને ત્યાંનું તાપમાન માઈનસમાં હોય છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ટેમ્પરેચર ઠંડુ હોવાને કારણે વોટર પેપર્સ નાના નાના સ્નો ફ્લેક્સમાં પરિવર્તિત થાય છે. આ સ્નો ફ્લેક્સ વજન સહન કરી શકતી નથી અને બરફના સ્વરુપે આકાશમાંથી જમીન પર પડે છે.
