February 19, 2026
ટ્રાવેલ

Catch Flights, not Feelings: એરપોર્ટ પર પેસેન્જરને વિદાય કરનારા માટે ગજબનો નિયમ રાખ્યો છે, જાણો શું છે?

Spread the love

દુનિયાના વિવિધ દેશમાં જાહેર પરિવહન માટે ટિકિટ અને પ્રવાસન અંગે અલગ અલગ નિયમો છે, જેમાં રેલ્વે હોય કે પછી મેટ્રો કે પછી હવાઈ સેવા જ કેમ ના હોય. જોકે રેલવે કરતા હવાઈ ક્ષેત્રે અલગ અલગ નિયમો પ્રવર્તે છે, જે અન્વયે તાજેતરમાં ન્યૂ ઝીલેન્ડમાં એરપોર્ટ પ્રશાસને પ્રવાસીઓને સી ઑફફ કરવા આવનાર સબંધીઓ માટે સમય મર્યાદા નક્કી કરી છે, જેથી પ્રવાસીઓની સાથે સાથે સોશિયલ મીડિયા પર યુઝરે પણ આકરી ટીકા કરી રહ્યા છે.

જાણીએ શું છે સમગ્ર બાબત. ન્યૂ ઝીલેન્ડના જાણીતા હવાઈમથક દુંડલીન એરપોર્ટમાં પોતાના રિલેટીવને સી ઑફફ કરવા આવનાર માટે મર્યાદિત સમય રહેશે. સી ઓફ્ફ કે હગ કરવા માટે ફક્ત ત્રણ મિનિટ (HUG TIME 3 minutes)નો સમય રહેશે. એરપોર્ટ ડ્રોપ ઝોનમાં સી ઓફ્ફ કરવાનું રહેશે. જોકે એના નિયમનું પાલન કરવા માટે પોલીસ તરફથી કોઈ બળજબરી કરવામાં આવશે નહિ. આ નિર્ણય ફક્ત ભીડને નિયંત્રણમાં લેવા માટે કરવામાં આવ્યો છે, જ્યારે પાર્કિંગ લોટમાં 15 મિનિટ સુધી મળવા માટે મંજૂરી આપવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સોશિયલ મીડિયા પર લોકોએ આ નિયમને અમાનવીય ગણાવ્યો હતો જ્યારે અમુક લોકોએ એને વધાવ્યો હતો. અમુક લોકોએ વિરોધ વ્યક્ત કરીને કહ્યું હતું કે એરપોર્ટ પ્રશાસન કઈ રીતે કોઈ પ્રવાસીઓના મળવા યા હગ કરવા માટે સમય નક્કી કરી શકે. અહી એ જણાવવાનું કે એકલું ન્યૂ ઝીલેન્ડ જ નથી આ નિયમને લાગુ પાડનાર પણ ડેનમાર્ક જેવા દેશે પણ આવો કાયદો ઘડ્યો હતો.
ડેન્માર્કમાં તો આ કાયદો છેક 2013થી લાગુ પાડવામાં આવ્યો હતો, જેનાથી પેસેન્જરના સમયમાં બચત પણ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!