SIPમાંથી રોકાણકારોનો મોહભંગ: કેમ ઘટી રહ્યો છે મ્યુચ્યુઅલ ફંડનો ક્રેઝ?
મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે એસઆઈપીમાં લાંબા સમયથી રોકાણ કરવામાં આવતું હતું, જે સુરક્ષિત રોકાણનો વિકલ્પ માનવામાં આવે છે. નાના નાના ઈન્વેસ્ટર માટે પણ માનવામાં આવતું હતું કે થોડા પૈસાના રોકાણથી લોકો સરળતાથી રોકાણ કરી શકે છે, જ્યારે લાંબા ગાળે માતબર વળતર મળતું હોય છે, પરંતુ નવા રિપોર્ટ પરથી જાણવા મળે છે કે હવે રોકાણકારોનો એસપીઆઈ પરથી વિશ્વાસ ડગી રહ્યો છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો એસઆઈપી બંધ કરી રહ્યા છે અને પૈસા કાઢી રહ્યા છે, કારણો શું છે.
મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીની વર્તમાન સ્થિતિ પર નજર રાખવામાં આવે તો મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીએ ડિસેમ્બર, 2025માં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની રફતાર ધીમી પડી હતી. ડિસેમ્બરમાં ઈક્વિટી ફંડ્સમાં શુદ્ધ રોકાણ ઘટાડીને લગભગ 28,000 કરોડ રુપિયા થયા હતા, જે નવેમ્બરની તુલનામાં ઓછું રહ્યું હતું. બીજી બાજુ ડેટ્સ ફંડ્સમાં પૈસા કાઢવાનું પ્રમાણ વધ્યું છે, જેની સંપૂર્ણ અસર મ્યુચ્યુઅલ ફંડ પર પડી હતી.
ઈક્વિટી અને ડેટમાંથી પૈસાની એક્ઝિટ
ઈક્વિટી અને ડેટ એમ બંનેમાંથી ડિસેમ્બર મહિનામાં સૌથી મોટો ફટકો પડ્યો હતો. એને કારણે ઈન્ડસ્ટ્રીની કૂલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ એયુએમ ઘટી હતી. એનો સ્પષ્ટ સંકેત છે કે રોકાણકારો વધુ સતર્ક બની ગયા છે અને જોખમ લેવાથી બચી રહ્યા છે. એસઆઈપી બંધ થવાના મુખ્ય કારણમાં બજારની અસ્થિરતા જવાબદાર છે. બીજી બાબત ઝડપથી ફાયદો લેવાની યોજના પણ કારણભૂત છે. એસઆઈપીમાં લાંબાગાળે ફાયદો થાય છે, પરંતુ અમુક રોકાણકારો શોર્ટ ટર્મની કમાણીની રીત સમજે છે. સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના મંતવ્યોને કારણે એસઆઈપીમાંથી બહાર નીકળી રહ્યા છે.
શેરબજારમાં અમુક રોકાણકારોને લાગે છે કે માર્કેટ ઊંચું છે, તેથી એસાઈપીમાં રોકાણ કરવાનું બંધ કરવું જોઈએ અને નીચે આવ્યા પછી ફરી રોકાણ કરશે. આ ઉપરાંત, વૈશ્વિક અને સ્થાનિક પરિબળોમાં મોંઘવારી અને જીવનજરુરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. એસઆઈપીની જરુરિયાત માનવામાં આવતી નથી, તેથી જરુરિયાત વખતે એસઆઈપીમાંથી પૈસા ઉપાડવાનું પ્રમાણ વધ્યું છે.
