સોય કે સિક્કો ડૂબી જાય પણ વિશાળ જહાજ કેમ તરતું રહે છે? શું છે આનું કારણ…
હેડિંગ વાંચીને તમને પણ આશ્ચર્ય થયું ને કે ભાઈ વાતમાં દમ તો છે સોઈ જેવી સોઈ કે સિક્કા જેવો સિક્કો નદી, તળાવ કે સમુદ્રમાં ડૂબી જાય છે જ્યારે મોટા મોટા તોતિંગ વિશાળકાય જહાજ, સ્ટીમર, કાર્ગોશિપ, ક્રૂઝ વગેરે પાણી પર વજન સાથે પણ તરતા રહે છે અને ડૂબતા નથી. ડોન્ટ વરી તમારા આ સવાલનો જવાબ તમને આ આર્ટિકલના અંત સુધીમાં તો મળી જ જવાનો છે. ચાલો જોઈએ આખરે આ પાછળ એવું તે કયું કારણ જવાબદાર છે?

આપણે અનેક વખત જોયું હશે પાણી પર સેંકડો કન્ટેનર લઈને જતા જહાજો કે પછી લક્ઝુરિયસ ક્રૂઝ પાણી પર તરતી રહી છે, જ્યારે વજનમાં હળવી અને ટચૂકડી એવી સોય કે સિક્કા તો તરત જ ડૂબવા લાગે છે. આ પાછળ વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે, જેને કારણે મસમોટા તોતિંગ જહાજ ડૂબતા નથી.
વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો આ માટે જહાજનો આકાર જવાબદાર છે. જહાજની બનાવટ જ એવી હોય છે કે જેને કારણે તે પોતાના વજનથી વધુ પાણી વિસ્થાપિત કરે છે, જેને કારણે તેની ઉપરની બાજુથી લગાનારું ઉપલાવન બળ તેના વજન કરતા વધી જાય છે. આ જ કારણ છે કે જહાજ વજનદાર અને લોડેડ હોવા છતાં પણ પાણીમાં ડૂબતું નથી અને સપાટી પર તરવા લાગે છે.
વાત કરીએ સોઈ પાણીમાં કેમ ડૂબી જાય છે એની તો સોઈનું ઘનત્વ પાણીના ઘનત્વ કરતાં વધારે હોય છે. સોઈનો આકાર નાનો હોવાને કારણે તે પાણીમાં પોતાના વજન જેટલું પાણી વિસ્થાપિત નથી કરી શકતી. આમ નાનકડી એવી સોઈ કે સિક્કા પાણીમાં તરવાને બદલે ડૂબવા લાગે છે.
છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો. આવી જ બીજી અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
