વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને મનસે વચ્ચે ઘર્ષણ વધ્યું, કારણ શું?
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી પૂર્વે મહાયુતિ અને એમવીએના પક્ષોમાં અંદરોઅંદર સ્પર્ધા વધવાની સાથે ખેંચાખેંચી પણ વધી છે. ઉદ્ધવ ઠાકરેને ચૂંટણીની જાહેરાત પૂર્વે દિલ્હી જઈને કોંગ્રેસના સુપ્રીમો રાહુલ ગાંધી સાથે વાટાઘાટ કરવાની નોબત આવી છે. એક જમાનામાં મહારાષ્ટ્રમાં શિવસેના મોટો ભાઈ હતો, જે લોકસભાની ચૂંટણીના પરિણામો પછી હવે હાંસિયામાં ધકેલાઈ જાય નહીં તેના માટે તમામ તૈયારીઓ હાથ ધરી છે. એના પહેલા ભાઈ રાજ ઠાકરે સામે ઘર્ષણ વધ્યું હોવાના અહેવાલ છે. આ ઘર્ષણમાં પહેલા રાજ ઠાકરેની કાર પર હુમલો કરવામાં આવ્યો ત્યાર બાદ તેનો બદલો લેવા માટે ઉદ્ધવ ઠાકરેની સભામાં મનસેના કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું હતું.
ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વિરોધ પ્રદર્શન
શનિવારે સાંજે મનસે કાર્યકર્તાઓ અને ઉદ્ધવ ઠાકરે શિવસેનાના કાર્યકર્તાઓની વચ્ચે ઘર્ષણ થયું હતું. ભગવા સપ્તાહ કાર્યક્રમ માટે ઉદ્ધવ ઠાકરે ગડકરી રાગાયતન હોલમાં પહોંચ્યા હતા. આગામી ચૂંટણી માટે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરવા માટે ઉદ્ધવ ઠાકરે હોલમાં ગયા ત્યારે મનસે કાર્યકર્તા હોલમાં ઘૂસી ગયા હતા અને ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા.
મનસ-શિવસેનાના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
એક દિવસ પહેલા રાજ ઠાકરેના બિડની મુલાકાત વખતે તેમના કાફલા પર સોપારીઓ ફેંકવામાં આવી હતી અને એનો આરોપ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના કાર્યકર્તાઓ પર લગાવવામાં આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેની સેનાના કાર્યકર્તાઓએ રાજ ઠાકરેને સોપારીબાજના સૂત્રોચ્ચાર કર્યા હતા, તેથી મનસે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
બસ, ઉદ્ધવ ઠાકરે થાણના ગડકરી રગાયતન હોલ પહોંચ્યા ત્યારે એનું વેર વાળવા માટે મનસેના કાર્યકર્તાઓ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા અને ત્યાં બંગડીઓ, ટમેટા પણ હતા. એ વખતે પોલીસે કાર્યકર્તાઓની અટક કરી હતી.
આજે હોલ પહોંચ્યા કાલે ઘરે પહોંચીશું
દરમિયાન થાણેના મનસેના નેતા અવિનાથ જાધવે કહ્યું હતું કે ગઈકાલે તમે જોયું કે અમારા રાજ ઠાકરે સાહેબના કાફલાને વિરોધનો સામનો કરવાની કોશિશ કરવામાં આવી હતી અને એનો જવાબ મનસેના કાર્યકર્તાઓએ આપ્યો છે. તમે સોપારી ફેંકો છો તો અમે તમારા પર નારિયેળથી હુમલો કર્યો. ઉદ્ધવ ઠાકરેની કારના કાફલા પર લગભગ 16થી 17 કારને નારિયેલ ફેંકવામાં આવ્યા હતા. હું શિવસૈનિકોને કહીશ કે તમે અમારા નેતા અંગે ટિપ્પણી કરી છે, પરંતુ રાજ ઠાકરે અંગે નહીં. આ વખતે ગડકરી હોલ પહોંચ્યા છીએ, પરંતુ આગામી દિવસોમાં તમારા ઘરે પહોંચીશું.
ઉદ્ધવ ઠાકરે સીએમ બનાવ તૈયાર
બીજી બાજુ ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભાની ચૂંટણી પૂર્વે પોતે મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર હોવાની તૈયારી દાખવી છે. ઓક્ટોબરમાં સંભવિત વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)એ વતીથી મુખ્ય પ્રધાનપદ માટે ઉદ્ધવ ઠાકરે તૈયાર છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.