પીએમ મોદી સૌથી પહેલા અમેરિકામાં તુલસી ગાબાર્ડને કેમ મળ્યા, કોણ છે?
વોશિંગ્ટન ડીસીમાં પીએમ મોદી ક્યાં રહેશે, જ્યાં નહેરુ-ઈન્દિરા પણ રહ્યા હતા
વોશિંગ્ટન ડીસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ મુલાકાત પછી અમેરિકાની મુલાકાતે છે. અમેરિકાની વિઝિટ વખતે નરેન્દ્ર મોદી વોશિંગ્ટન ડીસીમાં રહેશે. બે દિવસની ટૂંકી મુલાકાત વખતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય અન્ય ઉદ્યોગપતિ એલન મસ્ક સહિત અન્ય નેતાઓને પણ મળી શકે છે. પીએમ મોદી અમેરિકા પહોંચ્યા છે ત્યારે સૌથી પહેલા મોદી તુલસી ગાબાર્ડને મળ્યા છે.

ગુપ્તચર એજન્સીના વડા છે તુલસી ગાબાર્ડ
ભારતીય મૂળના તુલસી ગાબાર્ડને સૌથી પહેલા પીએમ મોદી મળ્યા છે. અમેરિકાની સાંસદના સૌથી પહેલા સાંસદ છે, જેમણે ગીતાજી લઈને શપથ લીધા હતા. ગીતા અને યોગને પોતાની પ્રેરણા માનનારા તુલસી ગાબાર્ડ ગુપ્તચર વિભાગના નિર્દેશક છે, જ્યારે તેમની સાથે પીએમ મોદીએ આજે બેઠક કરી હતી. બંને વચ્ચે વધતા આતંકવાદ અને તેના ઉકેલ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આવતીકાલે પીએમ મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચર્ચા કરશે.

બ્લેરયર હાઉસની વિશેષતા શું છે
અમેરિકાની મુલાકાતમાં એક કરતા અનેક મુદ્દા લાઈમલાઈટમાં આવ્યા છે, જેમાં નોન-ઈમિગ્રન્ટસ ઈન્ડિયન્સને કાઢી મૂકવાની સાથે વિવિધ ઉત્પાદનો પણ ટેરિફ લાદવાના મુદ્દાનો સમાવેશ થાય છે. એની સાથે અમેરિકાની મુલાકાત સાથે હોટેલ પણ ચર્ચા છે, જ્યાં પીએમ મોદી વોશિંગ્ટન ડીસીમાં ક્યાં રોકાવવાના એ હોટેલના ફોટોગ્રાફ પણ ચર્ચામાં છે. મોદી જ્યાં રોકાશે એ બ્લેર હાઉસ છે, જ્યાં ભારતીય તિરંગાને પણ લહેરાવવામાં આવ્યો છે.

70,000 સ્કેવર ફૂટમાં ફેલાયેલું હાઉસમાં 119 રુમ છે
પ્રેસિડન્ટ ગેસ્ટ હાઉસ બ્લેર હાઉસ દુનિયાનું સૌથી મોટું એક્સક્લુસિવ હોટેલ માનવામાં આવે છે. 70,000 સ્કવેર ફૂટમાં ફેલાયેલું બ્લેર હાઉસમાં ચાર ટાઉનહાઉસ આવેલા છે. ચાર ટાઉનહાઉસમાં 14 ગેસ્ટ બેડરુમ, 35 બાથરુમ અને ત્રણ મોટા ડાઈનિંગ રુમ સહિત 119 રુમ છે, જ્યાં દરેક રુમમાં અમેરિકન સંસ્કૃતિ અને શિલ્પકલાની ઝલક જોવા મળે છે.
નહેરુ અને ઈન્દિરા ગાંધી પણ રોકાયા હતા
બ્લેર હાઉસમાં ભારતના પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ પણ રોકાયા હતા. આ ઉપરાંત, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન, દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા, ક્વીન એલિઝાબેથ દ્વિતિય અને બ્રિટનના પૂર્વ પીએમ માર્ગ્રારેટ થેચર સહિત દુનિયાના અનેક ગેસ્ટ રોકાયા હતા. પૂર્વ વડા પ્રધાન જ્વાહરલાલ નહેરુ સાથે 19 ડિસેમ્બર, 1965માં ઈન્દિરા ગાંધી પણ રોકાયા હતા. અહીં એ જણાવવાનું કે બીજા વિશ્વ યુદ્ધ વખતે અમેરિકન સરકારે બ્લેર હાઉસને ખરીદ્યું હતું, ત્યારથી આ હોટેલ રાષ્ટ્રપતિના ગેસ્ટ હાઉસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
