બેડમિન્ટન ચેમ્પિયન પીવી સિંધુએ અચાનક કેમ કર્યાં લગ્ન, કોણે Sindhuનું દિલ જીત્યું?
ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ અચાનક લગ્ન કરીને લાઈમલાઈટમાં આવી ગઈ. કોઈ પણ જાતની ઝાકજમાળ વિના લગ્ન કરી લીધા. ટોચની ચેમ્પિયન પીવી સિંધુએ લગ્ન કરી લેતો સૌને આંચકો લાગ્યો છે, જ્યારે લોકોને મોંઢે પણ એક જ વાત છે કે તેને કોની સાથે કર્યાં છે. ઓલિમ્પિક મેડલિસ્ટ પીવી સિંધુએ વેંકટ સાઈ દત્ત સાથે લગ્ન કરીને સૌને ચોંકાવ્યા હતા. એક ડેટા સાયન્ટિસ્ટને રમતગમતની દુનિયા સાથે કોઈ લેવાદેવા નથી, જ્યારે સિંધુની રમત સાથે પણ. આખરે એક ડેટા સાયન્ટિસ્ટ કમ ઉદ્યોગપતિના પ્રેમમાં સિંધુ કઈ રીતે પડી એનું પણ લોકોને અચરજ છે, ત્યારે વાત કરીએ લવલાઈફથી લઈને લગ્નની.

ફ્લાઈટમાં ફર્સ્ટ સાઈટ લવની શરુઆત
પીવી સિંધુએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વેંકટ તેનો ફેમિલી ફ્રેન્ડ છે. વેંકટને દસ વર્ષથી ઓળખે છે. પહેલા તેની સાથે એવો કોઈ સંબંધ નહોતો, પરંતુ રિયલ સ્ટોરીની શરુઆત 2022માં થઈ હતી. બંનેની મુલાકાત એક ફ્લાઈટમાં થઈ હતી. લાંબી સફર હતી અને સમગ્ર મુસાફરીના સમયગાળા દરમિયાન બંને એકબીજા સાથે વાતચીત કરતા રહ્યા હતા અને એ વખતે સિંધુને લાગ્યું કે તે વેંકટને પસંદ કરવા લાગી છે.
વેંકટ દત્તા સાઈ આખરે છે કોણ?
વેંકટ દત્તા સાઈ હૈદરાબાદનો ઉદ્યોગપતિ છે, જે પોસાઈડેક્સ ટેક્નોલોજી ઓપરેશનલ ડાયરેક્ટર છે. બહારની લાઈમલાઈટથી દૂર રહેનારા દત્તાસાઈએ લગ્ન કર્યા પછી લોકોના માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઉદયપુરમાં લગ્ન કર્યા પછી બંનેએ હૈદરાબાદમાં રિસેપ્શન આપ્યું હતું. લગ્નમાં પીવી સિંધુએ સચિન તેંડુલકરને પણ આમંત્રિત કરવામાં આવ્યો હતો.
પ્રેમના અહેસાસ પછી સગાઈ પણ કરી
યસ, અને એ જ ફ્લાઈટમાં વેંકટ સાથે પ્રેમ થઈ ગયો હતો. એના પછી નિરંતર વાતચીત અને મુલાકાતનો દૌર ચાલુ રહ્યો હતો અને ઈઝહાર પણ પ્રેમનો કરવામાં આવ્યો હતો. ફિલ્મી ઢબે લવસ્ટોરી ચાલી અને પછી બંનેએ સગાઈ પણ કરી લીધી હતી. લગ્ન અંગે પણ એક વખત ઈન્ટરવ્યૂમાં પીવી સિંધુએ કહ્યું હતું કે બંને જણ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરવામાં માને છે અને લગ્ન પણ સિંધુની ઈચ્છા પ્રમાણે વેંકટે કર્યાં હોવાનું પણ જણાવ્યું હતું.
21મી ડિસેમ્બરે કરી લીધા ઉદયપુરમાં લગ્ન
વેંકટ અને પીવી સિંધુએ 21 ડિસેમ્બરના રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કરી લીધા. ભારતીય રીત-રિવાજ સાથે સિંધુ અને વેંકટે લગ્ન કરી લીધા અને સિંધુએ વરમાલા માટે સવ્યસાચીનો આઉટફીટ પહેર્યો હતો, જ્યારે લગ્ન માટે મનીષ મલ્હોત્રાનો આઉટફીટ પહેર્યો હતો. વેંકટે પણ સિંધુને મેચ કરતા કપડાં પહેર્યા હતા.
