સફેદ જૂઠ જ કેમ બોલાય છે?
લોકોને હાલતા-ચાલતા જૂઠ્ઠું બોલવાની આદત હોય છે. પોતાની વાત સાબિત કરવા માટે ક્યારેક જૂઠનો સહારો લેતા પણ ખચકાતા નથી. હિન્દીમાં કહેવત પણ છે સફેદ જૂઠ બોલતા હૈ એવું પણ અવારનવાર બોલાય છે, પણ ગુજરાતીમાં એનો સ્પષ્ટ અર્થ છે કે સત્યના આભાસવાળું નફટાઈપૂર્ણ રજૂ થતું જૂઠ્ઠાણું. કયારેક જૂઠ્ઠુ બોલીને પણ લોકો પોતાની વાત મનાવવાનો પ્રયાસ કરે છે. પણ લોકોના મનમાં એવા અનેક સવાલ થતા હોય છે કે જૂઠ્ઠું બોલવા માટે ફક્ત સફેદ શબ્દનો શા માટે પ્રયોગ કરવામાં આવે છે કેમ લાલ, પીળો કે પછી બ્લુ રંગ નહીં. તો ચાલો આજે એનો પણ જવાબ જાણીએ.
એના માટે એક તર્ક છે અને એના માટે એવું માનવામાં આવે છે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ કે બાબત અંગે બધાની સામે જૂઠ્ઠું બોલતા હોવ અને અને એનું સત્ય સામેના લોકો જાણતા હોય એને સફેદ જૂઠ કહેવાય છે. એના માટે એવું છે કે સફેદ રંગમાં બધું સાફ-સાફ જોવા મળે છે. અહીં એનો અર્થ પણ એવો સમજવામાં આવે છે કે સફેદ જૂઠ બધાને ખબર છે કે સામેની વ્યક્તિ ખોટું બોલે છે.
સફેદ જૂઠ નામે શબ્દપ્રયોગ કરવામાં આવે છે, જેથી બીજા કોઈ રંગનો શબ્દ પણ બંધબેસતો નથી. અન્ય રંગમાં બીજું કંઈ જોવા મળતું નથી. ચાલો એ વાત જણાવીએ કે સામેની વ્યક્તિ ખોટું બોલતી હોય તો તે કઈ રીતે જાણી શકશો. મોટા ભાગના લોકો પોતાની વાત સાચી પુરવાર કરવા માટે પણ ખોટું બોલતા હોય છે. આમ છતાં જો તમે સામેની વ્યક્તિને જજ કરીને પણ સાચી વાત જાણી શકો છો.
સામેની વ્યક્તિના વ્યવહાર-વર્તન પરથી તમને એ સાચું કે ખોટું બોલે છે એ ખબર પડી શકે છે. આ ઉપરાંત, તમે સામેની વ્યક્તિની આંખોમાં જોઈ શકો છો. જો તમારી આંખોમાં એ વ્યક્તિ નહીં જોઈ શકે તો સમજ્જો ખોટું બોલે છે. સીધો જવાબ આપવાનું ટાળે, જ્યારે ડિફેન્સિવ વાતો કરવી. તમારા માટે સમય કાઢવાનું ટાળે, જયારે બોડી લેન્ગવેજ બદલાઈ જવાની. જરુરી વાતો કરવાનું ટાળે, જ્યારે કોઈ પણ બાબત અંગે અલગ અલગ જવાબ આપવાનો. મૂળ તો તમે સામેની વ્યક્તિની બોડી લેન્ગવેજને જજ કરો તો ખબર પડી જાય છે કે સાચું કે ખોટું બોલ છે.