સક્સેસ સ્ટોરીઃ હોન્ડોના ‘અસલી’ હીરો, કોણ?
ગેરેજ ક્લિનરથી લઈને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં ડંગો વગાડ્યો હતો સાઈચિરોએ
સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે ધંધો-બિઝનેસ કરવા માટે સારી એવી મૂડી જોઈએ. સારું બેંક બેલેન્સ હોય તો બિઝનેસમાં બરકત લાવી શકાય છે. સાઈચિરોએ એવું કંઈક કર્યું કે તેનું નામ ઉદ્યોગજગતમાં અમર બની ગયું. તેની પાસે ન તો બેંક બેલેન્સ હતું કે પછી કોઈ ઉદ્યોગપતિની છત્રછાયા યા ગાઈડન્સ. જોકે તેમની પાસે કંઈક હતું તો આત્મવિશ્વાસ અને કંઈક હટકે કરવાની જીજીવિષા. વાત કરીએ આપણે એવી વ્યક્તિની કે જેને શૂન્યમાંથી કર્યું સર્જન. એટલે કે શૂન્યમાંથી 4.43 અબજ ડોલરની કંપનીનું નિર્માણ કર્યું અને આજે ભારત સહિત દુનિયાના અનેક દેશમાં પોતાનો ધિંકતો કારોબાર છે.
16 વર્ષે ઘર છોડીને ટોકિયો પહોંચ્યા હતા
યસ, વાત છે દુનિયાના સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની પૈકીની એક હોન્ડા કંપનીની. હોન્ડા કંપનીની શરુઆત કરનારા હતા સાઈચિરો હોન્ડા. સાઈચિરોના પિતા સાઈકલ રિપેર કરતા હતા અને માતા કપડાં સિવતા હતા. 1906માં જન્મેલા સાઈચિરો હોન્ડા ગરીબ લુહાર પરિવારના હતા, જેઓ ઘરની બહાર સાઈકલનું રિપેરિંગનું કામ કરતા હતા. સાઈચિરોની અભ્યાસ યા લખવા વાંચવાનો રસ ધરાવતા નહોતા, પરંતુ મશીનોને લઈ તેમને વિશેષ રસ રહેતો હતો. આ પ્રેમને કારણે 16 વર્ષની ઉંમરે ભણવાનું છોડી દીધું હતું અને દુકાન પર કામે લાગી ગયા હતા.
ભયંકર ભૂકંપને કારણે નવું કામ મળ્યું હતું
ન્યૂઝ પેપરમાં મિકેનિકની નોકરીની જાહેરાત જોઈ તો તરત ઘર છોડીને ટોકિયો પહોંચ્યા હતા અને એ વખતે તેમની ઉંમર હતી 16 વર્ષ. સાઈચિરોની કદ કાઠી જોઈને કંપનીએ નોકરીએ રાખવાની મનાઈ કરી હતી. તો તેને ગેરેઝમાં સાફસફાઈનું કામ સોંપ્યું હતું અને આનાકાની કર્યા વિના મિકેનિકનું કામ શિખતો રહ્યો હતો. એ જ અરસામાં જાપાનમાં આવ્યો ભયંકર ભૂકંપ અને અનેક કંપનીના નવા મિકેનિકના પોતાના ઘરે જતા રહ્યા હતા, પરિણામે સાઈચિરોને કામ કરવાની તક મળી ગઈ હતી. સાઈચિરોના કામને જોઈને ગેરેજના માલિકે ગેરેજની જવાબદારી સોંપી હતી અને રેસિંગ કાર બનાવી હતી અને જાપાનની મોટર રેસમાં તેમની કારને સ્થાન મળ્યા પછી જાણીતા બન્યા હતા.
1936માં રેસિંગ કોમ્પિટિશનમાં ગંભીર ઘવાયા
1936માં એક રેસિંગ કોમ્પિટિશનમાં સાઈચિરોને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. અનેક મહિનાઓ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. હોસ્પિટલમાં રહ્યા પછી પાછા ફર્યા તો પોતાના મિત્ર સાથે રહીને પિસ્ટન રિંગ બનાવી. કાર કંપની ટોયેટાએ તેમની પ્રોડક્ટ ખરીદી, પરંતુ ક્વોલિટી ચેકમાં કંપની નિષ્ફળ રહી, પણ હોન્ડાએ હાર માની નહીં. સુધારો કરીને શ્રેષ્ઠ પિસ્ટન રિંગ બનાવી, જેને આખરે ટોયેટાએ સ્વીકારી લીધી હતી. હોમામાતસુ શહેરમાં પિસ્ટન રિંગા બનાવવાની ફેક્ટરી શરુ કરી, પરંતુ બીજા વિશ્વ યુદ્ધ વખતે અમેરિકાના હવાઈ હુમલામાં ફેક્ટરી તહસનહસ થઈ ગઈ.
હોન્ડાએ બાઈક પછી કાર લોન્ચ કરી જેને ધૂમ મચાવી હતી
હિંમત હાર્યા વિના 1946માં હોન્ડા ટેક્નિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની શરુઆત કરી અને એની મદદથી જનરેટરના એન્જિનવાળી સાઈકલ બનાવીને લોકોનું દિલ જીતી લીધું અને તેમની સાઈકલની ડિમાન્ડ વધવા લાગી અને બાઈક લોન્ચ કરી હતી. આ બાઈકે માર્કેટમાં ધમાલ મચાવી દીધી હતી ત્યારબાદ દુનિયામાં તેમની કંપનીનો દબદબો વધ્યો હતો. 1964 સુધી અમેરિકામાં દર બીજી બાઈક હોન્ડાની હતી. એના પહેલા સાઈચિરોએ 1963માં હોન્ડાએ પહેલી કાર પણ લોન્ચ કરી હતી, જે જાપાન જ નહીં, પરંતુ અમેરિકામાં પસંદ પડી હતી. 1980 સુધીમાં તો દુનિયામાં ત્રીજી સૌથી મોટી કાર નિર્માતા કંપની બની ગઈ હતી.
1991માં સાઈચિરોનું નિધન થયું અને પોતાનો કારોબાર સંતાનોને સોંપવાને બદલે તેમણે કુશળ કારીગરને સોંપવાનું યોગ્ય માન્યું. પોતાના બાળકોને હોન્ડા મોટર્સની જવાબદારી સોંપી નહીં અને દુનિયાની દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની છે, જ્યારે માર્કેટ વેલ્યુ કંપનીની 40.43 અબજ ડોલરની આસપાસ છે.
