દ્રોપદીનું અપમાન કરનાર કીચક કોણ હતો?
મહાભારતમાં એવા અનેક પાત્રો હતો, જેના અંગે આપણે બહુ ઓછું જાણીએ છીએ. કીચક પણ એવું જ એક પાત્ર હતું, જે મહાભારતમાં જાણીતું હતું. પાંડુપુત્ર ભીમે કિચકને મહાભારતના યુદ્ધ પહેલા હણ્યો હતો. કોણ હતો કીચક અને એને એવું શુ કર્યું હતું કે ભીમે તેનો વધ કરવો પડ્યો હતો એ જાણીએ.
કીચક એકદમ ક્રૂર હતો અને તેનો મહાભારતનું યુદ્ધ થયું એ પહેલા તેનો વધ કરવામાં આવ્યો હતો. પાંડવાનો વનવાસ દરમિયાન જ્યારે જુગાર (જુગટુ)માં હાર્યા પછી 12 વર્ષ સુધી પાંડવો વનવાસ ભોગવી રહ્યા હતા અને જંગલોમાં જીવન ગુજારી રહ્યા હતા. 12 વર્ષના વનવાસ સાથે સાથે પાંડવોને એક વર્ષ અજ્ઞાતવાસમાં વીતાવવાનો હતો. જો કૌરવો તેમને અજ્ઞાતવાસમાંથી શોધી લીધા હોત તો ફરી બાર વર્ષનો વનવાસ વીતાવવાનો હતો.
અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોને મત્સ્ય નરેશ વિરાટની રાજધાનીમાં છુપાવેશમાં રહેવાનો અવસર મળ્યો હતો. ત્યાં પાંડવો વેશપલટો કરીને રહ્યા હતા. રાજા યુધિષ્ઠિર મત્સય નરેશ વિરાટના સલાહકાર બન્યા હતા, જ્યારે ગદાધારી ભીમ રસોઈયો, અર્જુન બૃહન્નલા બનીને રાજા વિરાટની દીકરી ઉત્તરાને નૃત્ય શિખવાડવાનું કામ લીધું હતું. બીજી બાજુ પાંડવોની પત્ની દ્રોપદી રાજા વિરાટની પત્નીની દાસી બની હતી. બસ, એ રીતે પાંડવપુત્રો કોઈના કોઈ રીતે રહેવા લાગ્યા હતા.
કીચકનું રાજ્ય વિરાટ રાજા સાથે સંલગ્ન હતું. રાજા વિરાટની સેનાના સેનાપતિ હોય છે અને વિરાટ રાજાના જૂના દુશ્મન ત્રિગત્ર રાજ્યના રાજા સુશ્રમણ સામે તે વિરાટ રાજાનો સરસેનાપતિ પણ કહેવાતો હોય છે. વેશપલટા વખતે રાજા વિરાટના રાજમાં પાંડુપુત્રો સાથે દ્રોપદી રહેતી હોય છે. એ જ વખતે રાજા વિરાટના સાળા કીચકની નજર દ્રોપદી પર પડે છે, જ્યાં દ્રોપદીનું અપમાન કરે છે.
દ્રોપદી રાજા વિરાટની પત્ની રાણી સુદેષ્ણાને જણાવે છે. સુદેષ્ણા કીચકની બહેન હોય છે. કીચક કામમોહિત બને છે અને દ્રોપદી સાથે દુર્વ્યવહાર કરે છે. સુદેષ્ણા પણ કીચકને સમજાવે છે પણ માનતો નથી. દ્રોપદીની ભરસભામાં લાજ લૂટાય છે અને સુદેષ્ણા પાસે પહોંચે છે અને એને દંડ પણ મળે છે. બીજી બાજુ દ્રોપદી પોતાની સાથેના દુર્વ્યવહાર વાત બાહુબલી ભીમને કરે છે અને પછી કીચકના વધનું ષડયંત્ર રચાય છે, જેમાં ભીમને અર્જુન પણ સાથ આપે છે.
એક દિવસ ગદાધારી ભીમના કહેવાથી દ્રોપદી કીચકને મહેલ નજીકના નિર્જન સ્થળે બોલાવે છે, જ્યાં ભીમ છુપાય છે. કીચકને જોઈને અર્જુન જોર જોરથી મૃદંગ વગાડે છે અને એ જ વખતે ભીમ કીચક પર હુમલો કરે છે. કીચક અને ભીમની વચ્ચે યુદ્ધ થાય છે, પરંતુ મૃદંગના અવાજને કારણે અવાજ બહાર જતો નથી. દ્રોપદીના અપમાનનો બદલો લઈને ભીમ ત્યાં કીચકનો વધ કરે છે. વાત અહીંથી અટકતી નથી, કારણ કે મૂળ હકીકતની જાણ અંતે રાજા વિરાટને થાય છે. રાજા વિરાટ પાંડવોને સાથ આપે છે.